SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અનમોલ ગ્રંથરત્નના ભાષાંતર + પ્રશ્નોત્તર પ્રસંગે... ( અંતરના ઉગાર) માનવ માત્રની તમામ પ્રવૃર્તિનું લક્ષ્યબિંદુ એક જ હોય છે સુખ. સૃષ્ટિના સઘળાયે જીવોની એ અભિપ્સા | અભિલાષા હોય છે કે મને સુખ મળે મારૂ દુઃખ ટળે. અને તેથી સુખને મેળવવા અને દુઃખને ટાળવા તે જે માર્ગ મળે તે માર્ગે તનતોડ મહેનત કરે છે, સખત પરિશ્રમ કરે છે. પરંતુ પરિણામ અનુકૂળ જ આવે તેવું બનતું નથી જ્યાં સુખની આશા રાખી હોય ત્યાં દુઃખની સવારી આવી પહોંચે છે, આવા સમયે જીવ વિચારે છે કે આમ કેમ બન્યું? પાછો તે સુખપ્રાપ્તિ અર્થે નવા રસ્તે ફાંફા મારવા પડે છે, ફરી પછડાટ ખાય છે તેને યોગ્ય રસ્તો મળતો નથી, તેને ઉચિત સમાધાન પોતાની બુદ્ધિથી સાંપડતું નથી. જીવમાત્રની આવી વિષમ, વિલક્ષણ, ચિત્ર-વિચિત્ર, દયાપાત્ર દશા કરૂણાસાગર, પરમતારક તીર્થંકર પરમાત્માઓએ પોતાના અનંતજ્ઞાનમાં જોઈ અને ભાવદયાથી પ્રેરાઈને તે પરાર્થ-વ્યસની, પરમ આપ્ત પુરૂષોએ મહાસુખદાયી ધર્મતીર્થની સ્થાપનાના માધ્યમથી જીવને સાચા અર્થમાં આત્મિક દૃષ્ટિએ સુખી બનાવવાનો રસ્તો બતાવ્યો, તેથી જ તો તે પ્રકૃષ્ટ પુણ્યના સ્વામીઓ માર્ગદર્શક રૂપે પ્રસિદ્ધ છે. અત્યાર સુધી આ રાગમય, દ્વેષમય, પાપમય, સ્વાર્થમય, મોહમય, અજ્ઞાનમય અસાર સંસારમાં અનંત અનંત આત્માઓ વિશ્વવત્સલ, ત્રિલોકપૂજ્ય તીર્થકરોએ પ્રરૂપેલા વિશ્વકલ્યાણક માર્ગ ઉપર ચાલીને, સ્વસ્વરૂપને પ્રગટ કરીને સાચા અર્થમાં સુખી બન્યા, મુક્તિના અધિકારી બન્યા. કર્મસંહારક, ભવનિતારક જિનશાસનમાં તારક તીર્થપતિઓની ગેરહાજરીમાં, તેઓના અભાવમાં તેમના પ્રતિનિધિ સ્વરૂપ આચાર્યો, ઉપાધ્યાયો તેમજ સાધુઓએ તીર્થકરોએ પ્રરૂપેલ તત્ત્વજ્ઞાનનો, જ્ઞાનવારસાનો સમ્યફ આધાર, આશ્રય લઈને તેના ઉપર ચિંતનમનન-નિદિધ્યાસન કરી તે સમ્યફજ્ઞાનનો સ્વ તેમજ પરના આત્મકલ્યાણ માટે ઉપયોગ કર્યો. જિનશાસનરૂપી નભો મંડલમાં દેદીપ્યમાન અનેકવિધ વિશિષ્ટ મહાપુરૂષોનીપંક્તિઓમાં પ્રસ્તુત ગ્રંથરત્ન “શ્રી વિશેષાવશ્યક ભાષ્ય”ના મૂલકર્તા પૂર્વધર મહર્ષિ પૂજ્યપાદ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પણ જિનશાસનના વિદ્વતંગણમાં પોતાનું આગવું અને
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy