SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૯૦૪ – જેમ જિનેન્દ્ર ભાવ પુરુષ છે તેમ હંમેશા ધર્મવ્યાપારમાં નિરત હોવાથી ધર્મ પુરુષ. પુરુષચિતંયુક્ત હોવાથી ચિહ્મપુરુષ પણ છે એમ ગણધરો પણ છે. તેથી જેમ ભાવપુરુષ અને વેદપુરુષોથી અધિકાર તેમ ધર્માદિપુરુષોથી પણ અધિકાર કહેવો ઘટે જ છે ઉત્તર-૯૦૪ – શેષ ધર્મપુરુષાદિ યથા સંભવ તીર્થંકર-ગણધરલક્ષણ ઉભયવર્ગમાં પણ યોજના કરવી તેથી સંભવતા ધર્મપુરુષાદિથી પણ અહીં અધિકાર જાણવો. (૭) કારણદ્વારઃ- જે કાર્ય કરે તે કારણ. તે કારણમાં નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવએ ચાર નિક્ષેપ છે. તેમાં નામ-સ્થાપના સુગમ છે. દ્રવ્યકારણ :- દ્રવ્યકારણના જ્ઞશરીર, ભવ્ય શરીર અને વ્યતિરિક્ત એવા ભેદો છે. તેમાં વ્યતિરિક્ત કારણ ૨ પ્રકારે છે. (૧) તદ્દવ્યકારણ (૨) અન્યદ્રવ્યકારણ જન્યપટાદિનું સજાતિયત્વેન સંબંધિ દ્રવ્ય-તત્સુઆદિ તે પટાદિ કાર્યનું તદ્દવ્યકારણ જે વિપરિત જગ્યાપટાદિ વિજાતિય વેમાદિ દ્રવ્ય તે અન્યદ્રવ્ય કારણ અથવા બીજી રીતે નિમિત્તકારણ-નૈમિત્તિકકારણ. કાર્ય આત્માનું આસન્નભાવથી જનક-નિમિત કારણ જેમ પટના તખ્તઓ સામીપ્યભાવે પટરૂપ કાર્યને ઉત્પન્ન કરે છે. તેના વિના પટની અનુત્પતિ હોય. જેમ, તંતુઓ વિના પટ નથી થતો તેમ તદ્દગત આતાન-વિતાનાદિ ચેષ્ટા વિના પણ ન જ થાય અને તે ચેષ્ટાનું વેમાદિ કારણ છે એટલે એ નિમિતનું કારણ : નૈમિત્તિકકારણ કહેવાય છે. (૩) સમવાયિકારણ – અસમવાયિકારણ એકીભાવથી અપૃથક ગમન-સમવાય. જેમાં તે તે સમવાયતંતુઓ કારણ છે તેમાં પટ સમવેત છે. એથી તંતુઓ સમવાયિકારણ કહેવાય. અસમવાધિકારણ :- તંતુ સંયોગ-કારણ-તંતુ રૂપનોદ્રવ્યાન્તરધર્મ તરીકે પટકાર્ય દ્રવ્યાંતરની દૂર છે. એટલે એ સંયોગો પટ માટે પરંપર કારણ બનતા હોવાથી અસમવાય છે. તત્ કારણ અસમવાયિકારણ. જેમ કે કપાલયનો સંયોગ એ ઘટનું પરંપર કારણ હોવાથી અસમવાય કારણ બને છે અને માટી અનંતર કારણ હોવાથી સમવાય કારણ બને છે. (૪) વ્યતિરિક્ત દ્રવ્ય કારણ બીજા ૬ પ્રકારે :
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy