SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ જૈનજ્ઞાનમહોદધિ : - ♦ વિવિધતીર્થકલ્પ (આ. જિનપ્રભસૂરિ રચિત) પ્રમાણે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે મથુરામાં પંદર દિવસની સાધના દ્વારા દેવતાની આરાધના કરી ઉધઈ-ભક્ષિત મહાનિશીથસૂત્રનો જીર્ણોદ્ધાર કર્યો. • પંદરમી સદીમાં રચાયેલ પટ્ટાવલીમાં આ.જિનભદ્રજીનો ઉલ્લેખ મળે છે. જેસલમેરના જ્ઞાનભંડારમાં રહેલી વિશેષાવશ્યકભાષ્યની પ્રાચીન પ્રતમાં અંતે આ પ્રમાણે બે ગાથાઓ મળે છે. पंचसता इगतीसा सगणिवकालस्स वट्टमाणस्स । तो चेत्तपुण्णिमाए बुधदिण सातिंमि णक्खत्ते ॥ रज्जेणु पालणपुरे सी(लाइ )च्चम्मि णरवरिंदम्मि । वलभीणगरीए इमं महवि... मि जिणभवणे ॥ ઈતિહાસવિદ્ પં. જિનવિજયજીના મતે - આ ગાથાઓમાંથી આવું તારણ નિકળે છે. ♦ વિશેષાવશ્યકભાષ્યની રચના શક સંવત ૫૩૧ (વિ.સં. ૬૬૬)માં શૈ.સુ.-૧૫, બુધવારે સ્વાતિનક્ષત્રમાં પૂર્ણ થઈ છે. ♦ પં. દલસુખભાઈ માલવણિયાના મતે ૫૩૧ લેખન સંવત છે. રચના તો એથી પ્રાચીન સમયમાં થઈ છે. • જનશ્રુતિ પ્રમાણે જિનભદ્રગણિનું આયુષ્ય વિ.સં. ૫૪૫ થી ૬૫૦ સુધી ૧૦૪ વર્ષનું હતું. (ગણધરવાદ પ્રસ્તાવના પૃ. ૩૩) શક સંવત ૧૯૮ (વિ.સં. ૭૩૩)માં રચિત શ્રીનંદિચૂર્ણિમાં વિશેષાવશ્યકભાષ્યના અનેકવાર ઉલ્લેખ આવે છે. • અંકોટ્ટક (અકોટા-વડોદરા)થી પ્રાપ્ત થયેલ બે જિનમૂર્તિ ઉપર આ પ્રમાણે લેખ છે. "ॐ देवधर्मोऽयं निवृत्तिकुले जिनभद्रवाचनाचार्यस्य " "ॐ निवृत्तिकुले जिनभद्रवाचनाचार्यस्य " ડૉ. ઉમાકાંત પ્રેમાનંદ શાહના મંતવ્ય પ્રમાણે આ મૂર્તિઓ ઈ.સ. ૫૫૦ થી ૭૦૦ વચ્ચેની છે. • જિનભદ્રગણિ નિવૃત્તિકુલમાં થયા.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy