SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાત ભાગ પ્રદેશ પરિમાણવાળા દેખાય છે તત્ત્વ તુ વત્તિનો વિન્તિા શેષ પૃથ્વી આદિકાયોનો યથાસંભવ કાળોથી અનુયોગ. આ રીતે પmતવાયર નત મસંવયા હૉતિ માવતિવા એમ, આવલિકામાં જેટલા સમયો તેમનો વર્ગ કરાય છે તેવા અસંખ્યાતા વર્ગોમાં જેટલા સમયો તેટલા બાદર પર્યાપ્ત તેઉકાય જીવો હોય છે. તથા પ્રત્યુત્પન્ન ત્રસકાયિકો અસંખ્યાતા હોય છે. તથા અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીઓ દ્વારા કરાય છે. એમ પૃથ્વી આદિમાં પણ યથા સંભવ કહેવું. (પ-૬) વને-નેવું અનુયોગ :- પ્રથમ પૌરુષીમાં સૂત્ર ભણવું, બીજામાં તેનો અનુયોગ એટલે કે વ્યાખ્યાન કરાય છે. આમ, કાળની પ્રધાનતાથી બીજી પૌરુષીરૂપ કાળમાં અનુયોગ કાળે અનુયોગ કરાય છે. તથા અવસર્પિણીમાં સુષમા-દુષમા, દુષમ-સુષમા-દુઃષમા રૂપ ત્રણ આરાઓમાં અને ઉત્સર્પિણીમાં દુઃષમસુષમા, સુષમ દુઃષમા રૂપ તે આરામાં અનુયોગ થાય છે આ કાલોમાં અનુયોગ કહેવાય છે. (૧-૨) વવન-વેવનાનાં અનુયોરા :- એકવચન, દ્વિવચન, બહુવચનમાંથી કોઈ એકનો જે અનુયોગ તે વચનનો અનુયોગ કહેવાય છે ૧૬ વચનોનો અનુયોગ હોય છે. જેમકે- રૂ. રત્નાતિયં, ૬. વયોતિયં, ૨. વાતિયં તU ૨૦. પરોવરd ૨૨. વિવિ+વં ૨૬ ૩વાય-વાવડMા ૬. ૩મત્તે રોફ સોતસનં ? “આ સ્ત્રી, આ પુરૂષ, નપુંસક એમ લિંગ પ્રધાન વચનો તે લિંગત્રિક કહેવાય. એક-બે અને બહુ વ્યક્તિ બતાવનાર શબ્દો વચનત્રિક કહેવાય, કર્યું છે કરે છે અને કરશે એમ કાળનું પ્રતિપાદન કરનાર શબ્દો કાળત્રિક કહેવાય. પરોક્ષ અર્થ બતાવતું વચન પરોક્ષવચન, પ્રત્યક્ષ અર્થ બતાવતું વચન પ્રત્યક્ષ વચન, ઉપનય એટલે સ્તુતિવચન, અપનય એટલે નિંદાવચન. તે ચાર ભાંગાથી ચાર પ્રકારે છે. મનમાં કાંઈ બીજું ધારીને ઠગવાની બુદ્ધિથી કાંઈ બીજું કહેવાની ઈચ્છા હોવા છતાં અચાનક જે મનમાં હોય તે જ બોલી જવાય તે અધ્યાત્મ વચન કહેવાય. આ રીતે સોળ પ્રકારે વચનોની વ્યાખ્યા કરવી તે વચનોનો અનુયોગ કહેવાય છે. (૩-૪) વન વનૈશ્વાનુયોગ :- જેમ કોઈ આચાર્યાદિ સાધુઆદિ દ્વારા એક જ વચનથી પ્રાર્થના કરાયેલો અનુયોગ કરે છે તે વચનથી અનુયોગ. અને વારંવાર ઘણાવચનોથી અભ્યર્થના કરાયેલો તે કરે છે તે વચનોથી અનુયોગ. (પ-૬) વવને-વેવનેષુ મનુયોગ :- ક્ષાયોપથમિક વચનમાં રહેલા આચાર્યનું વ્યાખ્યાન તે વચનમાં અનુયોગ. તથા વચનોમાં અનુયોગ નથી. કારણ કે વચન લાયોપથમિક હોવાથી તેમાં બહત્વનો સંભવ નથી. કેટલાક માને છે વ્યક્તિ વિવક્ષાથી જે ક્ષાયોપથમિક જ ઘણા વચનોમાં અનુયોગ છે એમાં પણ વિરોધ નથી જ. આ રીતે ૫ કે ૬ પ્રકારનો વચનાનુયોગ બતાવ્યો.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy