SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સ્પર્શ સમાન હોવા છતાં એક ખીલે છે. અને એક નથી ખીલતું. તેથી કમલ વગેરે ઉપર સૂર્યનો તેવો જ સ્વભાવ છે, અથવા ઘુવડ જેમ સૂર્યના ઉદયને જોતો નથી, તેમ અભવ્યોને પણ પરમાત્મારૂપ સૂર્ય બોધ કરી શકતો નથી. અથવા સાધ્ય રોગના રોગીની દવા કરતો વૈદ્ય રાગી નથી કહેવાતો, અને અસાધ્ય રોગનો ઉપચાર ન કરતો હોવાથી હેપી નથી કહેવાતો. તેમ ભવ્યના કર્મરોગનો નાશ કરનાર જિનેશ્વર રૂપ વૈદ્ય ભવ્યો ઉપર રાગી નથી. અને અભવ્યના અસાધ્ય કર્મ રોગને નાશ ન કરવાથી દ્વેષી નથી. અથવા અયોગ્ય લાકડાનો ત્યાગ કરીને યોગ્ય લાકડા ઉપર રૂપ કરનારો સુથાર રાગ-દ્વેષી નથી. તેમ ભગવાન પણ યોગ્યને બોધ કરવાથી રાગી નથી અને અયોગ્યને બોધ કરવાથી વૈષી પણ નથી. પ્રશ્ન નં. ૬૩૬ના અનુસંધાનમાં જણાવે છે - તીર્થંકરે મૂકેલ જ્ઞાનરૂપ પુષ્પની વૃષ્ટિને બીજાદિ બુદ્ધિવાળા ગણધર મહારાજો સંપૂર્ણ પણે ગ્રહણ કરીને, વિચિત્ર પુષ્પમાળાની જેમ તે જ્ઞાનરૂપ પુષ્પની પ્રવચન માટે (સુત્ર) રચના કરે છે. અથવા બીજા કારણથી પણ તેની રચના કરે છે તે જણાવે છે. સૂત્ર રૂપે ગુંથેલા પરમાત્માના વચન સમૂહને પદ-વાક્ય-પ્રકરણ-અધ્યાય-પ્રાભૂતાદિના નિયતક્રમથી ગોઠવેલા હોય તો સુખથી ગ્રહણ કરી શકાય. અને સારી રીતે પરાવર્તન કરી શકાય તેની સ્મૃતિ પણ રાખી શકાય, શિષ્યને શીખવવું હોય તો ય સરળ થાય, શંકા પડવાથી તેનો નિશ્ચય કરવા ગુરૂને સુખપૂર્વક પૂછી પણ શકાય, આ કારણોથી ગણધર ભગવંતો એ અવ્યવચ્છિન્ન એવા દ્વાદશાંગી શ્રુતની રચના કરી છે. પ્રશ્ન-૬૪૮– તિર્થંર બાસિયારું સંયંતિ (ગા.૧૦૫) મૂજબ શ્રુત તીર્થંકરભાષિત જ છે ગણધરનો સૂત્રકરવામાં શું વિશેષ છે? ઉત્તર-૬૪૮ – તીર્થંકર ગણધરની પ્રજ્ઞા અપેક્ષાએ કાંઈક અલ્પ બોલે છે. સર્વજન . સાધારણ વિસ્તારથી સમસ્ત દ્વાદશાંગ ગ્રુત બોલતા નથી. અત્યં માફ કરી સુત્ત થતિ મહા નિરૂપ સાસરૂ હિટ્ટા તો સુતં પવિત્ત ll૧૧૧ી અરિહંત અર્થ જ બોલે છે સૂત્ર નહિ ગણધરો તો તે સર્વ સૂત્ર નિપુણ સૂક્ષ્માર્થ પ્રરૂપક બહુઅર્થવાળું અથવા નિયતપ્રમાણનિશ્ચિત ગુણો વાળું નિયતગુણ નિગુણ ગુંથે છે. તે પછી શાસનના હિત માટે સૂત્ર પ્રવર્તે છે. પ્રશ્ન-૬૪૯- સર્વત્ર શબ્દ જ બોલાતો દેખાય છે અર્થ તો અશબ્દાત્મક હોવાથી બોલવો જ શક્ય નથી તો તે તીર્થકર અશબ્દરૂપ અર્થ કઈ રીતે કહે છે? ઉત્તર-૬૪૯ - અર્થપ્રતીતિના ફળવાળા શબ્દમાં જ અર્થોપચાર કરાય છે અર્થપ્રતિપાદનમાં કારણભૂત શબ્દમાં અર્થોપચાર કરીને અર્થને બોલે છે. એટલે દોષ નથી.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy