SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૦૧ ભાવોપક્રમ:- ઇંગિતાકારાદિથી પરહદયના ભાવનું પરિજ્ઞાન તે સામાન્યથી ભાવપક્રમ કહેવાય છે અને વિશેષથી ભાવોપક્રમ ૨ પ્રકારે હોય છે – સંસારનું કારણ ભૂત અપ્રશસ્ત ભાવોપક્રમ અને મોક્ષકારણભૂત પ્રશસ્ત ભાવોપક્રમ. અશુભ ભાવોપ્રક્રમના દષ્ટાંતો :- (૧) બ્રાહ્મણી - એક બ્રાહ્મણીને ત્રણ પુત્રી, પરણાવીને સુખી કરવા વિચારતી માતાએ મોટી પુત્રીને કહ્યું તારે વાસભવન સમાગમમાં કોઈ બહાનું ઊભું કરીને તારા પતિને મસ્તક ઉપર લાત મારવી એ પછી એ જ કરે તે તારે મને કહેવું. તેણીએ તેમ જ કર્યું. તે પણ અતિસ્નેહ તરલમનવાળો પ્રિયતમા ! તારો કોમળ પગ દુઃખતો હશે એમ કહીને પગ દબાવ્યો માતાને જણાવ્યું-અભિપ્રાયઃ પુત્રી તને જે ગમે તે તારા ઘરે કર તારો પતિ તારી વાત નહિ ટાળે. બીજી પુત્રી એ પોતાના પતિને લાત મારતા કાંઈક રોષ કરીને બોલ્યો કુલીન સ્ત્રીઓને આ યોગ્ય નથી. અભિપ્રાય: સ્વેચ્છાએ વિલાસ કર તારો પતિ માત્ર એક ક્ષણ રોષ કરીને ચૂપ થઈ જશે. ત્રીજી પુત્રીના લાતના પ્રહારથી ભયંકર ગુસ્સાથી કહ્યું તું અકુલીના છે જેથી એમ શિષ્ટજને અનુચિત વર્તે છે. એમ કહી અત્યંત ફટકારીને ઘરથી કાઢી મૂકી-અભિપ્રાય-તારો પતિ તારા માટે દુરારાધ્ય થશે એટલે પરમ દેવતાની જેમ અપ્રમત્તપણે આરાધવો. (૨) ગણિકા - એક નગરમાં ચોસઠ કળાયુક્ત દેવદત્તાનામની રૂપાદિગુણવાળી વેશ્યા રહે છે તેણે ભુજંગજનના અભિપ્રાયને જાણવા સ્વસ્વવ્યાપાર કરતી બધી રાજકુમારાદિ જાતિઓનાં ચિત્રો રતિભવનની ભીંતો પર દોરાવ્યા, ત્યાં જે કોઈ રાજપુત્રાદિ આવે છે તે જ્યાં જ્યાં કરેલા અભ્યાસવાળા તે તે ચિત્રમાં દોરેલું જોઈને અત્યંત પ્રશંસા કરે છે. તેથી એ વિલાસીની રાજપુત્રાદિમાંથી કોઈની પણ જાતિનો નિશ્ચય કરીને યથોચિત ઉપચાર કરે છે તેથી અનુકૂળતાથી લેવાયેલા રાજપુત્રાદિ તેને અઢળક દ્રવ્ય આપે છે. (૩) અમાત્ય - એક નગરમાં કોઈ રાજા મંત્રી સાથે ઘોડેસવારી કરવા નીકળ્યો માર્ગમાં જતા રાજતુરંગે કોઈ શૂન્ય પ્રદેશમાં પ્રગ્નવણ કર્યું. તે તે પ્રદેશની ભૂમિ સ્થિર રહેવાથી ખાબોચિયું ભરાયેલું લાંબાસમયે પણ ન સુકાયેલું પાછા ફરેલા રાજાએ તેમ જ મંત્રીએ જોયું. ચિરકાળ અવસ્થાયિ જળવાળા આ પ્રદેશમાં સુંદર તળાવ થાય એમ વિચારતાં એવા રાજાએ ત્યાં ચિરકાળ જોયું. પછી ઇંગિતાકાર કુશળતાથી રાજાનો અભિપ્રાય જાણી મંત્રીએ રાજાના આદેશ વિના પણ ત્યાં મોટું સરોવર ખણાવ્યું. તેની પાળી ઉપર સર્વઋતુનાં પુષ્યફળના સમુદાયવાળા વિવિધ પ્રકારના વૃક્ષો રોપાવ્યા. એકવાર તેજ સ્થાનેથી જતા રાજાએ જોયું અને પુછ્યું-માનસરોવર જેવું સ્મણીય આ સરોવર કોને ખોદાવ્યું ? મંત્રી બોલ્યો દેવ-આપે જ, રાજા વિસ્મયપૂર્વક બોલ્યો-કોને ક્યારે મેં આ કરાવવા નિયુક્ત કર્યો
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy