SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ભાવાવશ્યક આગમથી નોઆગમથી અર્થોપયોગપરિણામ જ્ઞાન-ક્રિયા ઉભય પરિણામ લોકિક-લોકોત્તર-કુબાવચનિક આવશ્યકના પર્યાયો :- (૧) આવશ્યક (૨) અવશ્યકરણીય (૩) ધ્રુવ (૪) નિગ્રહ (૫) વિશુદ્ધિ (૬) અધ્યયનષદ્ધ (૭) વર્ગ (૮) ન્યાય (૯) આરાધના (૧૦) માર્ગ શ્રુતના નામાદિ નિક્ષેપાઓ - નામ અને સ્થાપના શ્રુત સુગમ છે, એટલે દ્રવ્ય અને ભાવ શ્રુતની વ્યાખ્યા કરીશું. દ્રવ્યકૃત બે પ્રકારે છે. આગમથી અને નોઆગમથી. શ્રુતના ઉપયોગ વિનાનો જે વક્તા હોય તે આગમથી દ્રવ્યૠત. અને નોઆગમથી દ્રવ્યશ્રુત જ્ઞશરીર, ભવ્યશરીર અને ઉભય ભિન્ન એમ ત્રણ પ્રકારે છે. એમાં ઉભય ભિન્ન એવા નોઆગમ દ્રવ્યશ્રુત વિશે જણાવે છે. પત્રઆદિમાં રહેલ શ્રુત અને જે અંડજાદિ પાંચ પ્રકારનું સૂત્ર તે બંને નોઆગમથી ઉભયભિન્ન દ્રવ્યશ્રત છે. ભાવશ્રુત : ભાવશ્રુત પણ બે પ્રકારે છે આગમથી અને નોઆગમથી. તેમાં શ્રતના ઉપયોગવાળો જે શ્રુતનો ભણનાર હોય તે આગમથી ભાવશ્રુત છે. નોઆગમથી ભાવકૃત-લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે છે. તે પહેલાં જણાવેલાં છે. એ સર્વે સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલ સમ્યકુશ્રુત અને મિથ્યાદષ્ટિએ ગ્રહણ કરેલ મિથ્યાશ્રુત છે. પ્રશ્ન-૫૮૧ – આગમથી જે ભાવકૃત કહ્યું તે ઘટે છે, પણ નોઆગમથી ભાવકૃત કઈ રીતે થાય? કારણ કે નશબ્દ-નિષેધ બતાવે છે તેથી જો આગમ જ નથી તો શ્રત નથી, હવે જો શ્રત છે તો નો આગમ કઈ રીતે? તેથી નોઆગમથી ભાવકૃત મારી મા વાંઝણી છે એની જેમ વિરુદ્ધ જ છે ને? ઉત્તર-૫૮૧ – જ્યાં જ્યાં શ્રુત ભણનારનો ઉપયોગ છે, તે આગમથી ભાવભૃત અને જે બીજું બધું અનુપયુક્ત અધ્યેતાનું શ્રત છે. તે નો આગમથી ભાવસૃત છે એમ સમજવું એટલે બધું બરાબર થઈ જાય છે.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy