SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૫૭૮ – મંગળને માટે નંદિ અધ્યયન સાંભળીને આવશ્યક સાંભળવું એ ક્રમ છે તો નંદિ અધ્યયનનું પ્રથમ વ્યાખ્યાન કેમ ન કરાય? કે જેથી પ્રસ્તુત શંકા થાય? ઉત્તર-૫૭૮ – અંગ-અનંગ પ્રશ્નનિર્ણયના વચનથી પ્રથમ નંદિ અધ્યયનના વ્યાખ્યાન કરણનો આચાર્ય અનિયમ બતાવે છે. પરંતુ વિશિષ્ટ પુરુષાદિ અપેક્ષાએ નંદિઅધ્યયન વ્યાખ્યાન કરણ અન્યરીતે પણ થાય છે. પ્રશ્ન-૫૬૭૯ પરંતુ મંગલ માટે બધા શાસ્ત્રોની આદિમાં નંદિવ્યાખ્યાન કરવું જ જોઈએ તો નંદિ અધ્યયનના વ્યાખ્યાનનો અનિયમ કેવો? ઉત્તર-૫૭૯ – શાસ્ત્રોની આદિમાં જ્ઞાનપંચકના અભિધાન માત્રથી જ મંગલ ઈષ્ટ છે. નહિ કે આખી નંદિનું વ્યાખ્યાન. તે અહીં અસ્થાને હોવાથી અયોગ્ય છે. જેમ માર્ગમાં પ્રસ્થાન કરનારને મંગલ ભૂત દહી-દૂર્વા આદિનું દર્શનાદિ જ મંગલ તરીકે લેવાય છે. તેનું લક્ષણગુણશ્રુતણાદિ નહિ. તેમ અહીં પણ જ્ઞાનોત્કીર્તન માત્ર મંગલ જ ઘટે છે. સમગ્ર નંદિવ્યાખ્યાન નહિ, અને આવશ્યકના આરંભે નંદિ કે જે અન્ય શાસ્ત્ર છે તેનું વ્યાખ્યાન કરવામાં અતિવ્યાપ્તિ દોષ આવે. કારણ, તે અહીં અસ્થાને છે. અને એમ પણ ન કહેવું કે નંદિ સર્વ શાસ્ત્રોમાં સમાયેલું છે. કેમકે, તે પદ અને વાક્યના સમૂહરૂપ હોવાથી શાસ્ત્રમાં તેને અલગ શ્રુતસ્કંધપણે કહેલ છે. તેમજ ઘણા અધ્યયનરૂપ પણ નથી. માત્ર એક જ અધ્યયનરૂપે તે પ્રસિદ્ધ છે. પ્રશ્ન-૫૮૦– જો આ નંદિ વ્યાખ્યાનનું અસ્થાન છે તો આપે પહેલાં જ કેમ વિસ્તારથી જ્ઞાનપંચકનું વિવરણ કર્યું? આમ તો પૂર્વાપરથી સ્વવચનનો જ વિરોધ આવે છે. ઉત્તર-૫૮૦ – આવશ્યકની આદિમાં જે જ્ઞાનપંચકનું વ્યાખ્યાન કર્યું છે તે શિષ્યોના ઉપકાર માટે કર્યું છે એટલે કાંઈ એવો નિયમ નથી જ. માત્ર જ્ઞાનોત્કીર્તનનો જ નિયમ છે તે જ મંગલતરીકે ઈષ્ટ છે. અથવા કથનવિધિનો આ અપવાદ છે. જેમ કે અહીં પુરુષાદિની અપેક્ષાએ ક્યારેક ઉત્ક્રમાદિથી પણ શાસ્ત્રો ભણાવાય છે. આવશ્યકના નામાદિ નિક્ષેપાઓ મંગળની જેમ આવશ્યક વગેરેના નિક્ષેપ પણ નામાદિ ચાર પ્રકારે છે જેની વ્યાખ્યા પૂર્વે કરેલી છે. એમાં જે વિશેષ છે તે અહીં જણાવીશું. આવશ્યકના નિક્ષેપો - નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ નામ-સ્થાપના બંને સરળતાથી સમજી શકાય તેમ હોવાથી અહીં તેની વિશેષ વ્યાખ્યા કરતા નથી તે પછીના દ્રવ્ય અને ભાવ આવશ્યકના નિક્ષેપનો અવસર હોવાથી તે જણાવીએ છીએ.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy