SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્ય અનુગામી આદિ ફડુકો ત્રણ પ્રકારે (૧) પ્રતિપાતિ (૨) અપ્રતિપાતિ (૩) મિશ્ર બીજી રીતે (૧) તીવ્ર (૨) મંદ (૩) મધ્યમ આ બધા જઘન્ય મધ્યમાદિ ભેદથી વિચિત્ર-નાના પ્રકારના છે. પ્રશ્ન-૫૪૨ – નિયત અનુગામિ અને અપ્રતિપાતિ અનુગામિ ફકોમાં શું ભેદ છે? અથવા અનનુગામિ અને પ્રતિપાતિ વચ્ચે શું ભેદ છે? ઉત્તર-૫૪૨– જે નિયત અપ્રતિપાતિ છે તે ચાલતી દિપિકા જેમ નિયમો અન્યત્ર જતા અવધિમન્તને અનુસરે જ છે. જે અનુગામિ છે તે નિયત પણ હોય કે અનિયત પણ હોય, અપ્રતિહત ચક્ષુની જેમ અપ્રતિપાતિ પણ હોય કે પ્રતિહત ચક્ષુની જેમ પ્રતિપાતિ પણ હોય. પ્રતિપક્ષનો ભેદ-પ્રતિપાતિ પડે જ છે, પડેલો પણ ક્યારેક દેશાંતરમાં જાય છે, જ્યારે અનનુગામુક ફડુંક એવો નથી. કારણ કે, એ જે દેશમાં રહેલો ઉત્પન્ન થયેલો છે તે દેશમાં જ રહેલો પડે કે ન પણ પડે. પડેલો પણ દેશાન્તરમાં ફરી ઉત્પત્તિ દેશમાં આવેલાને તે ઉત્પન્ન થાય છે એવો પ્રતિપાતિ-અનનુગામુકમાં ભેદ છે. મતાંતર પ્રશ્ન-૫૪૩ – ફડુકોની તીવ્ર-મંદતા વિશુદ્ધિ-સંક્લેશથી થાય છે. તે પ્રાયઃ તિર્યંચમનુષ્યોમાં હોય છે કેટલાક આચાર્યો પtg ય માંહેના ગા.૭૩૮ થી તીવમંદાર કહીને તરત જ કહેવાનારા પ્રતિપાદ-ઉત્પાદદ્વારમાં જ પડ્ડા ય માપુIની ગા.૭૩૯ ગાથામાં કહેલા આનુગામુકાદિ ભેદને કહે છે, તેએ શા માટે એમ કહે છે? ઉત્તર-૫૪૩ – પ્રતિપાદ-ઉત્પાદ-મનુષ્ય-તિર્યંચના અવધિનો જ ઘટતો હોવાથી તેના વિષય જ પ્રતિપાદ ઉત્પાદ દ્વાર છે. એટલે નર-તિર્યંચના પ્રહણથી આ અનુગામુકાદિ ભેદો પ્રતિપાદ-ઉત્પાદના અંતર્ગત જ છે એવો અન્યાચાર્યોનો અભિપ્રાય છે. અથવા બંને દ્વારોનું આ ભેદ કથન અર્થથી કાંઈપણ વિરુદ્ધ નથી. કારણ કે, બંનેનાં અવધિમાં અનુગામુકાદિ ભેદો ઘટે છે. પ્રતિપાત-ઉત્પાદદ્વાર બાહ્યવધિ:- જે અવધિજ્ઞાનીનું અવધિ એક દિશામાં હોય છે અથવા અનેક દિશાઓમાં પણ જે ફડક અવધિથી જે અન્યોન્ય વિચ્છિન્ન-સાંતર હોય તે પણ બાહ્યાવધિ કહેવાય છે અથવા અવધિજ્ઞાની જીવનો સર્વતઃ પરિમંડલાદિ (ગોળ વગેરે) આકારવાળો પણ જે અવધિ
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy