SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ રહ્યા હોય તે બધાની એક વર્ગણા લયણુકાદિથી અનંતાણુકસુધીના ક્રિપ્રદેશ અવગાહી. સ્કંધોની બીજી વર્ગણા, ચણકાદિ અનંતાણુક સુધીના સ્કંધોની ત્રિપ્રદેશાવગાહી ત્રીજી વર્ગણા એમ એક-એક પ્રદેશ વૃદ્ધિથી સંખ્યયપ્રદેશાવગ્રાહી સ્કંધોની સંખ્યય વર્ગણાઓ, અસંખ્યની અસંખ્યવર્ગણાઓ ઓળંગીને સંખેયપ્રદેશાવગાહિ સ્કંધોની એકએક આકાશપ્રદેશ વૃદ્ધિથી વધતી કર્મની ગ્રહણ યોગ્ય અસંખ્ય વર્ગણાઓ તીર્થકરોએ કરી છે. પછી અલ્પ પરમાણુથી બનેલી બાદર પરિણામ બહુઆકાશ પ્રદેશાવગાહી તે કર્મની જ અગ્રહણયોગ્ય પ્રદેશ વૃદ્ધિથી વધતી અસંખ્ય વર્ગણાઓ, પછી મનની અગ્રહણ યોગ્ય અસંખ્યવર્ગણા, પછી તેટલી ગ્રહણવર્ગણા, પછી અગ્રહણવર્ગણા એમ શ્વાસોચ્છવાસ, ભાષા, તૈજસ, આહારક, વૈક્રિય અને ઔદારિકની અયોગ્ય-યોગ્ય-અયોગ્ય વર્ગણાઓના દરેકના ત્રણ-ત્રણ ભેદો ક્ષેત્રથી જાણવા. યુવાદિ વર્ગણા સ્કંધો પણ પ્રત્યેક અંગુલાસંખ્યયભાગપ્રદેશાવગાહી જાણવા. પરંતુ તેની ચિંતા અહીં કરી નથી. કેમકે, જીવોદ્વારા શરીરાદિમાં ક્યારેય તે ઉપયોગી નથી. એટલે ગ્રહણ કરાઈ નથી. કેમકે તે યુવાવર્ગણા ગ્રહણ કરતા નથી. અથવા કર્મની અગ્રહણવર્ગણામાં તે પણ સમાયેલી જાણવી અને દ્રવ્યવર્ગણાના અધિકારમાં ધ્રુવાદિ વર્ગણાઓનો વિસ્તારથી વિચાર કર્યો છે, તે માત્ર તેનું સ્વરૂપ જાણવા જ કર્યો છે. કાળ અને ભાવ વર્ગણાઓ અનુક્રમે સમયાદિ સ્થિતિ તથા વણિિદ માત્ર અંગીકાર કરી જણાવાશે, એમ તેનાથી આખો પુદ્ગલાસ્તિકાય સંગ્રહ કર્યો છે. એમ ભાવવું. (૩) કાલ વર્ગણા - વિક્ષિત પરિણામથી જે એક-એક સમયમાત્ર સ્થિતિઓ છે તે સર્વેની એક વર્ગણા છે. તે સામાન્યથી પરમાણુઓ અને સ્કંધો માનવા. એમ એક-એક સમયની વૃદ્ધિથી સંખ્ય સમય સ્થિતિવાળા પરમાણુ અને સ્કંધો માનવા તેમની સંખ્યાતી વર્ગણાઓ છે. એમ એક-એકની અસંખ્યય વર્ગણા એમ એમના દ્વારા આખો પગલાસ્તિકાય ગ્રહણ કરાય છે, કેમકે એક સમયની સ્થિતિથી માંડીને અસંખ્યય સમયની સ્થિતિ ઉપરાંત પુદ્ગલોની સ્થિતિ જ હોતી નથી. (૪) ભાવવર્ગણા:- એક ગુણ કૃષ્ણ પરમાણુ-સ્કંધોની બધાની એક વર્ગણા, દ્વિગુણકૃષ્ણ પરમાણુ આદિની બીજી વર્ગણા, ત્રણગુણની ત્રીજી વર્ગણા, એમ સંખ્ય, અસંખ્યકૃષ્ણવર્ણની અસંખ્યવર્ગણા, અનંતની અનંત વર્ગણાઓ, એમ નીલ, લોહિત, હારિદ્ર, શુક્લ વગેરે પાંચ વર્ણોની સુરભિ-દુરભિ એ બે ગંધની, તિક્તાદિ પાંચ રસોની, કર્કશાદિ આઠ સ્પર્શીની, એમ આ ૨૦ ભેદોમાં પ્રત્યેકમાં ઉપર મૂજબ વર્ગણાઓ ભાવવી. પણ જ્યાં તે ભેદ છે ત્યાં તેનો અભિલાપ કરવો તથા ગુરુલઘુપર્યાયોવાળી બાદરપરિણામવાળી વસ્તુઓની એક
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy