SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૪૭ અસંખ્ય અવસર્પિણીઓ તીર્થકરોએ કહી છે, અર્થાત્ અંગુલશ્રેણી માત્ર ક્ષેત્રમાં જે પ્રદેશ રાશિ છે તે પ્રતિસમય પ્રદેશ હાનિથી હરાતી અસંખેય અવસર્પિણી દ્વારા હરાય છે. સર્વત્ર અવધિવિષયમાં સ્વપ્રતિયોગી ક્ષેત્રાદિ અપેક્ષાએ કાળ અલ્પ છે, તેથી ક્ષેત્ર-અસંખ્ય ગુણ, તેથી દ્રવ્ય-અનંતગુણ તેથી પર્યાયો-સંખેય અથવા અસંખ્ય ગુણા હોય છે. (૧) દ્રવ્યના આરંભમાં અવધિનો વિષય :- અવધિજ્ઞાનનો પ્રારંભક તેજસ-ભાષા દ્રવ્યોની વચમાનાં જે દ્રવ્યો તૈજસ અને ભાષાને અયોગ્ય છે તે દ્રવ્યને જોવે છે. તે ૨ પ્રકારે છે. ગુરુલઘુ અને અગુરુલઘુ, તૈજસ દ્રવ્યની સમીપે ગુરુલઘુ, ભાષા દ્રવ્યની સમીપે અગુરુલઘુ તે પણ અવધિજ્ઞાન તેના આવરણના ઉદયથી પડે ત્યારે તે જ ઉક્ત દ્રવ્ય ઉપલબ્ધ થતે છતે નિષ્ઠા પામે છે, પડે છે. આ ન્યાય પ્રતિપાતિ અવધિજ્ઞાનમાં છે. પરંતુ, એ અવશ્ય પડે જ છે એવું નથી. પ્રશ્ન-૫૨૧ – જે તૈજસુ શરીર-ભાષાનું યોગ્ય કે અયોગ્ય દ્રવ્ય તે બંનેની વચ્ચે કહ્યું છે તે કેવું છે અથવા કેટલા પ્રદેશનું છે તે કહો? તે પરમાણુ, બે પરમાણુ, ત્રણ પરમાણુઓના સ્કંધના સમૂહ વડે શરીર વર્ગણાની પ્રરૂપણા દ્વારા કહી શકાય-સાધ્ય છે? ઉત્તર-૫૨૧ – તે પરમાણુ-યણુક-ચણકાદિ સ્કંધના ઉપચયથી ઔદારિકાદિ શરીરવર્ગણાના પ્રરૂપણા ક્રમથી જ પ્રરૂપવું સાધ્ય છે અન્યથા નહિ. કુચિકણુગોપનું ઉદાહરણ :(૧) દ્રવ્યવર્ગણા. પ્રશ્ન-૫૨૨ – આ વર્ગણાઓની પ્રરૂપણા શા માટે કરાય છે? ઉત્તર-પ૨૨ – કુચિકર્ણ ગોપાલની ગાયોના પરસ્પર તફાવતના ઉપલક્ષણની ઉપમાથી તેના દષ્ટાંતથી શિષ્યનો સંમોહ ના થાય તે માટે દ્રવ્યવર્ગણા, ક્ષેત્રવર્ગણા, કાલવર્ગણા, ભાવવર્ગણા આદિઓ દ્વારા સમસ્ત પુદ્ગલાસ્તિકાયને વિભાજન કરી તીર્થકર ગણધરો બતાવે છે. ભાવાર્થ-આ ભરતક્ષેત્રમાં મગધ રાજ્યમાં ઘણા ગોકુળોનો સ્વામી કુચિકર્ણ નામનો ગૃહપતિ હતો. તે ઘણી ગાયો હોવાથી ૧૦૦૦-૧૦૦૦ અલગ કરીને અલગઅલગ પાડવા માટે ઘણા ગોવાળો કર્યા. તેઓ તે ગાયો પરસ્પર મળતે છતે એમાં પોત પોતાની ન ઓળખાવાથી નિત્ય કલહ કરતા હતા. એ રીતે અન્યોન્ય વિવાદ કરતા તેમને જોઈને એણે તેમના વ્યામોહને દૂર કરવા માટે અને કલહના નાશ માટે સફેદ-કાળી-લાલકાબરચીતરી વગેરે ભેદોથી ભિન્ન વર્ગોની ગાયોના સમુદાયરૂપ ભિન્ન વર્ગણાઓ સ્થાપી અને એ સમુદાયો અલગ-અલગ ગોવાળોને સોંપ્યા, એ રીતે અહીં ગોમંડલપ્રભુ-તીર્થકરે,
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy