SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૫૦૯ – ક્ષાયોપથમિક ભાવમાં. (૨) અવધિનું ક્ષેત્રપરિમાણ : (૧) જઘન્ય :- ત્રિસમય આહારક સૂક્ષ્મપનકજીવની અવગાહના જેટલી હોય તેટલું અવધિનું સર્વજઘન્ય ક્ષેત્ર છે. વિશેષથી વ્યાખ્યા-હજાર યોજનલાંબો માછલો પોતાના દેહના જ બાહ્ય દેશમાં ઉત્પન્ન થતો પ્રથમ સમયે લંબાઈને સંક્ષેપે છે, જાડાઈથી અંગુલાસંખ્ય ભાગ સૂક્ષ્મ કરે છે, મત્સ્યના દેહ જેટલો વિસ્તીર્ણ શરીરના અંદર સંબદ્ધ હોવાથી ઉપર-નીચેતીર્થો જેટલો મત્સ્યના દેહનો વિસ્તાર છે તેટલો તે જીવની પ્રતરનો પણ વિસ્તાર છે, એમ લંબાઈ અને ગોળાઈથી મત્સ્યના શરીરની પહોળાઈ જેટલો અંગુલના અસંખ્ય ભાગ જાડાઈવાળો આ પ્રતર થાય છે આ પ્રથમ સમયનો વ્યાપાર થાય છે. પ્રશ્ન-૫૧૦- પ્રથમ સમયે આયામ સંક્ષેપે છે એટલું જ કહ્યું છે તો આવું પ્રતર કરે છે તે ક્યાંથી લાવ્યું? ઉત્તર-૫૧૦- બીજા સમયે પ્રતરનો સંક્ષેપ કહેવાથી તે પ્રતર કર્યા સિવાય થાય નહિ. તેથી બીજા સમયે-તે પ્રતરને બંને તરફથી સંક્ષેપીને અંગુલના અસંખ્યભાગ જાડાઈવાળી મત્સ્યના શરીર જેટલી પહોળી લંબાઈવાળી સૂચિ કરે છે. પછી ત્રીજા સમયે સૂચિ સંક્ષેપ કરીને અંગુલના અસંખ્ય ભાગ માત્ર શરીરની અવગાહનાવાળો થઈને પૂર્વના મત્યભવના ક્ષીણ આયુવાળો અને નવા ભવનું આયુ ઉદય થવાથી અવિગ્રહગતિથી મત્સ્યશરીરના જ એક દેશમાં પનક-સૂક્ષ્મવનસ્પતિજીવ થાય છે. આ ઉત્પાદ સમયથી ત્રીજા સમયે એ પનકનું જે દેહમાન છે તે અવધિનું જઘન્ય ક્ષેત્ર છે. તે અવધિના ગ્રાહ્ય દ્રવ્યોના આધારભૂત હોય છે. એનાથી તે જોય દ્રવ્યાપારપણાથી જ એ અવધિનું ક્ષેત્ર કહેવાય છે. સાક્ષાત પણે નહિ. કારણ કે ક્ષેત્ર તો અમૂર્ત છે અવધિ મૂર્ત પદાર્થોને જાણનારૂં છે. પ્રશ્ન-૫૧૧ – અત્યંત મોટો મત્સ્ય કેમ લીધો? અથવા ત્રિસમયાહારક કે બીજા સમયે પોતાના શરીરમાં ઉત્પન્ન થનાર કેમ લેવાય છે? અથવા સૂક્ષ્મ કેમ ગ્રહણ કર્યો ? અથવા જઘન્યાવગાહનાવાળો પનક કેમ ગ્રહણ કર્યો છે? ઉત્તર-૫૧૧ – કારણ કે જે એક હજાર યોજન લાંબો મહાકાય મત્સ્ય ત્રણ સમયે પોતાને સંક્ષેપે છે તે જ ખરેખર પ્રયત્ન વિશેષની અતિસૂક્ષ્મ અવગાહના કરે છે અન્ય ન કરે અને દૂર જઈને અન્યત્ર ઉત્પન્ન થાય છે. અને વિગ્રહથી જાય છે ત્યારે જીવપ્રદેશો કાંઈક વિસ્તાર પામે છે એટલે અવગાહના સ્થૂળતર થાય, અવિગ્રહગતિથી પોતાના શરીર ના
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy