SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર પ્રશ્ન-૪૬૩ જો વિશિષ્ટ સંજ્ઞાવાળો સમ્યગ્દષ્ટિ સંજ્ઞી માનો તો એ ક્ષાયોપશમિક જ્ઞાનમાં રહેતો કેમ લેવાય છે ? કેમકે ક્ષાયિકજ્ઞાનમાં કેવલજ્ઞાનમાં જ તેને વિશિષ્ટતર સંજ્ઞા પ્રાપ્ત થાય છે. તો ક્ષાયિકજ્ઞાનવાળાને તમે સંશી કેમ માનતા નથી, કે જેથી અંતે નાળે વડવસમિમ્મિ એમ કહેવાય છે ? આવરણના સર્વથા ક્ષયથી જ્ઞાની ક્ષયજ્ઞાની-કેવલી એ કેમ સંશી ન થાય ? તમે શા માટે ક્ષાયોપશમિકજ્ઞાની સંજ્ઞી થાય છે એમ કહો છો ? — ૨૧૭ ઉત્તર-૪૬૩ – કેમકે અતીતનું સ્મરણ અને અનાગતની ચિંતા સંજ્ઞા કહેવાય છે. તે કેવલીમાં નથી. કેવલી સંજ્ઞી હોય નહિ. એટલે, હંમેશા સર્વઅર્થોને જાણનારા હોવાથી કેવલીઓ સ્મરણ-ચિંતા રહિત હોય છે. એટલે સ્મરણ-ચિત્તવન ન હોવાથી તે ક્ષાયિક જ્ઞાનવાળા સંશી કહેવાતા નથી, પણ ક્ષાયોપશમિકજ્ઞાની સમ્યગ્દષ્ટિ જ સંજ્ઞી છે. પ્રશ્ન-૪૬૪ – કોઈ મિથ્યાર્દષ્ટિ ઐહિકાદિ અર્થવિષયમાં હિત-અહિત વિભાગ જ્ઞાનાત્મક સ્પષ્ટ સંજ્ઞાવાળો જ દેખાય છે, તો એ સંજ્ઞી કેમ ન થાય કે જેનાથી દૃષ્ટિવાદોપદેશથી એ અસંશી કહેવાય છે ? ઉત્તર-૪૬૪ કેમકે મિથ્યાદષ્ટિની સંજ્ઞા અશોભન છે. તેથી સંજ્ઞા હોવા છતાં તે અસંશી છે. પ્રશ્ન-૪૬૫ – જો અશોભન સંજ્ઞા છે તો પણ તેનો અભાવ કઈ રીતે ? ઉત્તર-૪૬૫ જેમ દુર્વચન-ખરાબવચન હોવા છતાં લોકમાં તે અવચન કહેવાય છે. અસતીનું શીલ ખરાબ હોવા છતાં જેમ અશીલ કહેવાય છે. તેમ મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન પણ મિથ્યાદર્શનોદયના પરિગ્રહથી અત્યંત અજ્ઞાન કહેવાય છે. અને સંજ્ઞા પણ અસંજ્ઞા કહેવાય છે. - પ્રશ્ન-૪૬૬ – મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન કઈ રીતે થાય ? ઉત્તર-૪૬૬ સત્ અને અસા ભેદ વિના ભવહેતુવાળું ઈચ્છા મુજબની ઉપલબ્ધિવાળું હોવાથી અને જ્ઞાનના ફળરૂપ ચારિત્રનો એમાં અભાવ હોવાથી મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન-૪૬૭ દેવ-નારક-ગર્ભજતિર્યંચ-મનુષ્યરૂપ મિથ્યાર્દષ્ટિ દીર્ઘકાલિકી સંજ્ઞાને આશ્રયીને દૃષ્ટિવાદોપદેશ સંજ્ઞાવિચારમાં પણ સંજ્ઞી કેમ કહેવાતો નથી ? ઉત્તર-૪૬૭ – જેમ પૃથ્વીઆદિ સંબંધિ ઓઘ સંજ્ઞા હેતુવાદસંજ્ઞાની અપેક્ષાએ અશુભ હોવાથી તેની વિચારણામાં સંજ્ઞા નથી, અથવા જેમ હેતુવાદોપદેશ સંજ્ઞા દીર્ઘકાલિક સંજ્ઞાની
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy