SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૪૪૬ - સત્રનીવા ય વરઘર મiતમામ નિષ્ણુડિયો એ સૂત્ર ત્યાં કેવલાક્ષર સમજાય છે નહિ કે કૃતાક્ષર સકલદ્વાદશાંગીના જાણકાર સંપૂર્ણ શ્રુતાક્ષરનો સભાવ હોવાથી સર્વ નવા મક્ષરચનામા નિત્યોદ્ધાદ: એ અર્થ ઘટતો નથી તેનું શું? ઉત્તર-૪૪૬ - તમારું કથન વિચાર્યા વગરનું છે કેમકે એ રીતે કેવલાક્ષર પણ ત્યાં ઉત્પન્ન નહિ થાય. કેમકે કેવલીને સંપૂર્ણ કેવલાક્ષરનો અભાવ હોય છે. તેથી સર્વગીવાનામ એ અર્થ ત્યાં પણ ઘટતો નથી. પ્રશ્ન-૪૪૭ – ત્યાં સામાન્યથી સર્વજીવનું ગ્રહણ કરતાં છતાં પ્રકરણથી કે અપિશબ્દથી કેવલીને છોડીને અન્યોનો જ અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો છે એમ સમજો એટલે કેવલાક્ષર ગ્રહણમાં વિરોધ નથી? ઉત્તર-૪૪૭ – એ તો શ્રુતાક્ષરગ્રહણમાં પણ ન્યાય સમાન છે, કેમકે ત્યાં સામાન્યથી સર્વજીવનું ગ્રહણ છતાં પ્રકરણ કે અપિશબ્દથી સમસ્ત દ્વાદશાંગીના જાણકારને છોડીને જ આપણાં જેવા બીજાનો અક્ષરનો અનંતમો ભાગ નિત્યઉઘાડો છે. એમ અહીં પણ કહી શકાય, તેથી ત્યાં અને અહીં અકારાદિ શ્રુતાક્ષર જ સમજાય છે. અથવા અહીં કૃતાક્ષર કહ્યું છે અને ત્યાં કેવલાક્ષર પણ હોય, કૃતાક્ષરને કેવલાક્ષર તુલ્ય માનતા વિરોધ થતો નથી. કેમકે સ્વના અકારાદિ પર્યાયોથી શ્રુતાક્ષર કેવલાક્ષરથી તુલ્ય ન થાય, શ્રુતજ્ઞાનસ્વપર્યાયો સર્વપર્યાયોના અનંતભાગે છે. અને કેવલજ્ઞાન સર્વદ્રવ્યપર્યાયરાશિ પ્રમાણ છે. તે બધામાં તેનો વ્યાપાર હોવાથી. તે આ રીતે લોકમાં સમસ્તદ્રવ્યોનો સમુહપર્યાય રાશિ અનંતાનંત સ્વરૂપ છે પણ અસત્કલ્પનાથી ૧,૦૦,૦૦૦ માનીએ એમાંથી શ્રુતજ્ઞાનના સ્વપર્યાયો ૧૦૦ છે અને પરપર્યાયો ૯૯,૯૦૦ કેવલજ્ઞાનમાં તો એ ૧,૦૦,૦૦૦ પર્યાયો પણ પ્રાપ્ત થાય છે. તે સર્વોપલબ્ધિ સ્વભાવ હોવાથી તે ઉપલબ્ધિવિશેષરૂપ તે બધાય કેવલના પર્યાયો છે. કેમ કે, તે સર્વ દ્રવ્યપર્યાયને જાણનાર છે. જ્ઞાન એ શેયોપલબ્ધિ સ્વભાવવાળું હોય છે. એટલે કેવલજ્ઞાનના ૧,૦૦,૦૦૦ પર્યાય શ્રુતજ્ઞાનના ૧૦૦ પર્યાય થાય. એટલે કૃતાક્ષરો કેવલાલરના સ્વપર્યાય જેટલા નથી. પ્રશ્ન-૪૪૮ - તો પરપર્યાયોથી તે તુલ્ય થશે? ઉત્તર-૪૪૮ - તે પરપર્યાયોથી કેવલતુલ્ય નહિ થાય. કારણ કે શ્રુતજ્ઞાનનાઘટાદિવ્યાવૃત્તિરૂપ પરપર્યાયો તેના અનંતાનંત છે કલ્પનાથી ૯૯,૯૦૦ છે તો પણ સર્વદ્રવ્યપર્યાય રાશિ જે લાખ છે. તેના તુલ્ય સો પર્યાયો થતા નથી, સર્વપર્યાયાવંત ભાગથી
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy