________________
ગુજરાતી પ્રશ્નોત્તર
કારણ કે નીરૂપની નિરભિલપ્યત્વેન પ્રાગભાવાદિ વિશેષણ અસંગતિ છે. પરંતુ જેમ મૃŃિડાદિપર્યાય ભાવ છતો ઘટાકારાદિવ્યાવૃતિ માત્રથી પ્રાગભાવ કહેવાય છે. જેમ કપાલાદિપર્યાય ભાવ છતો ઘટાકારના નાશ માત્રથી પ્રધ્વંસાભાવ કહેવાય છે તેમ, અન્યપર્યાયને પ્રાપ્ત થયેલો અક્ષરાદિભાવ છતાં પણ ઘટાદિવસ્તુનો અભાવરૂપે પ્રાપ્ત થાય છે. નહિ કે, સર્વથા અભાવરૂપે કેમકે સર્વથા અભાવ તો સ્વરૂપ રહિત અનભિલપ્ય છે.
પ્રશ્ન-૪૩૪ પણ ખરવિષાણાદિ શબ્દથી તે પણ અભિલાપ્ય જ છે ને તો તેને નિરભિલાપ્ય કેમ કહેવાય ?
ઉત્તર-૪૩૪ તેની સર્વથા નિરભિલાપ્યતા જણાવવા માટે જ સંકેતમાત્રભાવિ ખરવિષાણાદિ શબ્દોનો લોકો ત્યાં વ્યવહાર કરે છે. બીજું કે ઘટાદિપર્યાયોનો અક્ષરમાં નાસ્તિત્વથી સંબંધ ના માનો તો અસ્તિત્વ-નાસ્તિત્વ અન્યોન્ય વ્યવચ્છેદરૂપ હોવાથી અસ્તિત્વથી તેમનો ત્યાં સંબંધ થાય. એટલે અક્ષરપણ ઘટાદિરૂપ જ થાય એટલે સર્વ વિશ્વએકરૂપ થઈ જાય એટલે સહઉત્પત્તિ-નાશ આદિની આપત્તિ આવે.
-
૨૦૫
પ્રશ્ન-૪૩૫ - ઘટાદિમાં વ્યવસ્થિત ઘટાદિપર્યાયોનું નાસ્તિત્વલક્ષણ અક્ષરમાં કઈ રીતે પ્રાપ્ત થયું ? કારણ કે રૂપી વિના રૂપ ન ઘટે અને તેમ છતાં જો ઘટે તો જગત આખું એકરૂપ જ થઈ જાય ?
ઉત્તર-૪૩૫ જો તે પણ ત્યાં હોય તો વિશ્વએકતા થાય. એટલે ઘટાદિના પર્યાયો ઘટાદિને છોડીને અન્યત્ર નાસ્તિત્વ તરીકે વ્યાપ્તિ ઇષ્ટ છે. અન્યથા સ્વ-પરભાવ ન ઘટે એટલે ક્યાંક વિશ્વએકતા પણ અબાધિત જ છે કેમકે દ્રવ્યાદિરૂપે આખા વિશ્વનું એકત્વ માન્યું છે, એટલે એ વિષય અતિ ગંભીર છે એ સ્થિરબુદ્ધિવાળા એ વિચારવું. તેથી, ઘટાદિપર્યાયો નાસ્તિત્વથી અક્ષરમાં પણ સંબદ્ધ છે. તેના પર્યાયો પણ અસ્તિત્વથી ઘટાદિમાં જ સંબદ્ધ છે, અક્ષરમાં અસ્તિપણે નથી એટલે જ તેમાં ૫૨૫ર્યાયતાનો વ્યપદેશ કર્યો છે.
1
-
પ્રશ્ન-૪૩૬ • જો ઘટાદિપર્યાયો અક્ષરમાં જોડાયેલા ન હોવાથી પરપર્યાયો કહેવાય છે. તો, તે અક્ષરના પર્યાયો કેમ કહો છો ?
ઉત્તર-૪૩૬ ઘટાદિપર્યાયો પણ અક્ષરના પર્યાયો થાય છે. ત્યાગસ્વપર્યાવિશેષણાદિથી તે અક્ષરના પણ ઉપયોગમાં આવે છે. ત્યાગથી-અભાવથી ઉપયોગમાં આવતા હોવાથી ઘટાદિપર્યાયો સત્ત્વથી અક્ષરમાં સંબદ્ધ ન હોવા છતાં તેના પર્યાયો થાય છે. કારણ કે ત્યાં જો તેમનો અભાવ ન હોય તો તે અક્ષર ઘટાદિથી જુદાપણે સિદ્ધ ન થાય. ત્યાં પણ ઘટાદિપર્યાયો છે. એટલે અક્ષરના અભાવે ઉપયોગથી ઘટાદિપર્યાયો તેના
dad