SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૭૧ સમયે નિસર્ગ વિના પણ ગ્રહણ થાય છે. એટલે ગ્રહણ સ્વતંત્ર છે, નિસર્ગ પરતંત્ર છે. એટલે એને જ સાંતર કહ્યું છે. એ પ્રમાણે સંત નિસિપ એમ પ્રજ્ઞાપનામાં સૂત્રાવયવ વિષયવિભાગમાં વ્યવસ્થાપિત છે. હવે નો નિરંતર નિરિડું એનો ભાવાર્થ-નિરંતર નિસર્જન નથી. તાત્પર્ય-ગ્રહણના સમકાળે નિસર્ગ નથી પણ પૂર્વ-પૂર્વ ગ્રહણ કરેલાને ઉત્તરોત્તર સમયોમાં છોડે છે, પ્રશ્ન-૩૬૨ – કોઈ સમયે શિgફ, પvi સમયે નિરિફ એનો ભાવાર્થ હજુ સુધી કહ્યો કેમ નથી? ઉત્તર-૩૬૨ – સાચી વાત છે, પરંતુ કહ્યાનુસાર તમે સ્વયં જાણી લો. એક સમયે ગ્રહણ જ કરે છે નિસર્ગ નથી કરતો, બીજા આદિ સમયથી માંડીને જ નિસર્ગની પ્રવૃત્તિ છે. છેલ્લા એક સમયે નિસર્ગ જ છે ગ્રહણ નથી. મધ્યમસમયોમાં તો ગ્રહણ-નિસર્ગ બને છે અથવા એક પૂર્વ-પૂર્વ સમયે ગ્રહણ કરે છે, એક ઉત્તરોત્તર સમયે નિસર્ગ કરે છે. એવું પોતાની બુદ્ધિથી વિચારવું. કાલમાન :- જઘન્ય-ઉત્કૃષ્ટ. ગ્રહણ-મોક્ષ-ભાષા એ ત્રણે જઘન્યથી ૧ સમય હોય છે. ગ્રહણ-નિસર્ગ ઉભય અનંતદર્શિતન્યાયથી ગ્રહણ સમયથી બીજા સમયે નિસર્ગ કરીને મરનાર, ઉભો રહેનાર અથવા વચનવ્યાપારથી નષ્ટ થયેલાને જઘન્યથી ૨ સમય થાય છે. પ્રશ્ન-૩૬૩ – મોક્ષ-નિસર્ગ જ કહેવાય છે અને ભાષા પણ નિસર્ગ જ કહેવાય છે તો મોક્ષથી પૃથક ભાષાનું કાલમાન અભિધાન માટે ઉપાદાન કેવું? ઉત્તર-૩૬૩ – સાચું છે, પરંતુ ભાષાના પૃથગ્રહણથી જણાવે છે કે, ભાષ્યમાણે વભાષા, નિસર્ગ માત્ર ભાષા, તે જઘન્યથી ૧ સમયની છે. બંને ભાષા નહિ, તે જઘન્યથી બે સમયની છે. ગ્રહણમાત્ર તો ફક્ત માથ્થત તિ ભાષા એવી વ્યુત્પત્તિના જ ન ઘટવાથી ભાષા જ થતી નથી. જો અહીં ભાષા અલગ ન ગ્રહણ કરી હોત તો બંને કોઈ ભાષા સ્વીકારોત, ગ્રહણમાં પણ યોગ્યતાથી ભાષા છે. તેથી માસિMHIMા માસા એવો આગમ વિરોધ થાત. પ્રશ્ન-૩૬૪ – તો મોક્ષ-ગ્રહણને હટાવીને તેના સ્થાને ભાષા જ લોને, ભાષા-મોક્ષ એકાર્થ જ છે ને?
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy