SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૧૯૦ – જો ચક્ષુ અપ્રાપ્યકારિ છે તો અપ્રાપ્તત્વની સમાનતાથી સકલ અર્થોની પણ સામાન્યથી ગ્રાહક થાય નહિ કે પ્રતિનિયત અર્થોની, પણ અહીં તો તે અમુક અર્થને જ ગ્રહણ કરે છે અને અમુકને ગ્રહણ ન કરે એવું શા માટે ? ઉત્તર-૧૯૦ – ના એમ નથી, તેના પ્રતિબંધક એવા જ્ઞાન-દર્શનાવરણ ત્યાં હોય છે. એટલે ચક્ષુનું અપ્રાપ્યકારિપણું સમાન હોવા છતાં નિયત અર્થને જ ગ્રહણ કરે છે અને મનથી તેમ થવામાં તો વ્યાભિચાર દોષ, આવ છે. કેમકે – અપ્રાપ્યકારિ હોવા છતાં મન અવિશેષથી સર્વ અર્થોમાં પ્રવર્તતું નથી, તેની પ્રવૃત્તિ તો સર્વથા અષ્ટ-અમૃત એવા ઇન્દ્રિયાદિથી અપ્રકાશિત અર્થોમાં દેખાતી નથી. માટે એવો નિયમ નથી કે જે સાધન અપ્રાપ્યકારિ હોય તે સર્વ અર્થને ગ્રહણ કરી જ શકે. મનઃ - મનની અપ્રાપ્યકારિતાની સિદ્ધિ : પ્રશ્ન-૧૯૧ – મન શરીરમાંથી નિકળીને શેય એવા-મેરૂશિખરપર રહેલ જિન પ્રતિમા આદિ પદાર્થ સાથે જોડાય છે. ભલે જાગૃત અવસ્થા હોય કે સ્વપ્રાવસ્થા હોય. એ અનુભવ સિદ્ધ છે. ફક્ત મને જ નહિ પણ લોકમાં ય આ વસ્તુ સિદ્ધ છે એટલે જ તો આપણે કહીએ છીએ કે “મારૂ મન અમુક ઠેકાણે ગયું છે” એથી મન એ પ્રાપ્યકારી છે. અપ્રાપ્યકારી કઈ રીતે થાય? ઉત્તર-૧૯૧ – રોચેન સર સંપૃવ્યો, મન:, શેતાનુપ્રોપધાતામવાત, નોનવત્ જો શેય સાથે તેનો સંપર્ક હોય તો પાણી-અગ્નિ આદિ વિષયની ચિંતાકાળે બંને-અનુગ્રહઉપઘાત સાથે જોડાય. જલ-ચંદનાદિ ચિંતનકાળે શૈત્યાદિ અનુભવવા દ્વારા સ્પર્શની જેમ અનુગ્રહ થાય અને અગ્નિ-વિષ,-શસ્ત્રાદિ વખતે તેનો ઉપઘાત થાય પણ એવું થતું નથી, તેથી ચક્ષુની જેમ મન અપ્રાપ્યકારિ છે. મન બે પ્રકારનું છે દ્રવ્યમન-ભાવમન. હવે, “મન વિષય દેશ પ્રત્યે જાય છે” એમ કહેનારા તમને અમે પૂછીએ છીએ – મેરૂ આદિ વિષય સમીપે દ્રવ્યમન જાય છે કે ભાવ મન ? બંને રીતે દોષ આવે છે – ભાવમન ચિંતાજ્ઞાનપરિણામ રૂપ છે તે જીવથી અવ્યતિરિક્ત હોવાથી જીવ જ ભાવમન છે. તે ભાવમન રૂપ જીવ દેહમાત્ર વ્યાપી હોવાથી બહાર નીકળવા માટે યોગ્ય નથી. જે જે દેહમાત્ર વૃત્તિવાળા છે તે તે દેહની બહાર નીકળતા નથી તેમ જીવ પણ શરીરમાત્ર વ્યાપિ હોવાથી શરીરની બહાર નીકળતો નથી. ये देहमात्रवृत्तयः न तेषां बहिनिःसरणमुपपद्यते, यथा तद्गतरूपादीनाम्, देहमात्रवृत्तिश्च जीवः ।
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy