SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रार्थमुक्तावलिः હવે વૈમાનિક વિમાનોમાં સૂર્યચંદ્રના પ્રકાશનો અભાવ હોય છે. માટે ૬૬ મા સમવાય સૂર્યચંદ્રની સંખ્યાને તેનું પ્રકાશ્ય ક્ષેત્ર, બન્ને કહે છે. ५३४ જંબુદ્વીપ, ધાતકીખંડ, પુષ્કરવદ્વીપાર્ધ આટલા દ્વીપો અને લવણોદિષ, કાલોદિષ રૂપ બે સમુદ્રો, આટલું માનુષક્ષેત્ર છે. તેમાં જ મનુષ્યનો જન્મ અને મરણ થતું હોવાથી અને આ મનુષ્યક્ષેત્રમાં સુષમ સુષમા વગેરે કાલવિભાગો પણ છે. આ મનુષ્યક્ષેત્ર (૨।। દ્વીપ - ૨ સમુદ્ર) થી પછી બધું જ દેવારણ્ય છે અર્થાત્ દેવતાઓ માટેનું ક્રીડા સ્થાન છે. નથી ત્યાં જન્મથી મનુષ્યો કે કોઇપણ પ્રકારનો કાલ વિભાગ. આ મનુષ્યક્ષેત્રમાં રહેલા ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાગણો વિચરણ સ્વભાવવાળા (ફરતા) છે. અને બાકીના બધા દ્વીપ સમુદ્ર વિષે રહેલું આખુંય જ્યોતિષચક્ર (ચંદ્ર-સૂર્ય-ગ્રહનક્ષત્ર-તારાઓ) સદાય સ્થિર સ્વભાવવાળું છે. (ફરતું નથી) તેમજ મનુષ્યક્ષેત્રમાં ૨ ચન્દ્ર જંબુદ્વીપમાં, ૪ લવણસમુદ્રમાં, ૧૨ ધાતકીખંડમાં, ૪૨ કાલોધિ સમુદ્રમાં, ૭૨ પુષ્કરાર્ધદ્વીપ બધા મળીને ૧૩૨ ચંદ્ર થયાં. ૧૩૨ ના અડધા એટલે કે ૬૬ ચંદ્રો દક્ષિણપંક્તિમાં રહેલા છે. ૬૬ ચંદ્રો ઉત્તરપંક્તિમાં રહેલા છે. આમ ૬૬ સૂર્યો પણ દક્ષિણપંક્તિમાં ૬૬ સૂર્યો ઉત્તરપંક્તિમાં રહેલા છે. આમ આ લોકમાં મનુષ્યક્ષેત્રમાં ચંદ્ર અને સૂર્યની ચાર પંક્તિ થઇ બે પંક્તિ ચંદ્રની બે પંક્તિ સૂર્યની એક એક પંક્તિમાં ૬૬ ની સંખ્યા છે. એક સૂર્ય જંબુદ્વીપમાં મેરુથી દક્ષિણ ભાગમાં ભ્રમણ કરી રહ્યો હોય ત્યારે બીજો ઉત્તરભાગ (મેરુથી) ભ્રમણ કરે અને એક ચંદ્ર જ્યારે મેરુની ઉત્તરભાગમાં ભ્રમણ કરી રહ્યો હોય છે ત્યારે બીજો ચંદ્ર અપર ભાગમાં એટલે કે દક્ષિણ ભાગમાં ભ્રમણ કરે છે. જ્યારે દક્ષિણ ભાગના સૂર્યનું પરિભ્રમણ ચાલુ હોય છે ત્યારે એજ સમશ્રેણિમાં લવણ સમુદ્રમાં દક્ષિણભાગમાં ૨ ધાતકીખંડમાં ૬ કાલોદધિ સમુદ્રમાં, ૨૧ પુષ્ક૨વ૨દ્વીપના અત્યંતર ભાગમાં ૩૬ સૂર્યો દક્ષિણ ભાગને પ્રકાશિત કરે છે. (આ પંક્તિ) જેની સંખ્યા ૬૬ થાય છે. એવી જ રીતે ૬૬ સૂર્યો ઉત્તરભાગને પ્રકાશિત કરે છે, ને ત્યારે ૧ ચંદ્ર પૂર્વભાગમાં અને એક ચંદ્ર અપર ભાગમાં (પશ્ચિમ ભાગમાં) (ને ચંદ્રની પણ પુષ્કરાવર્ત દ્વીપાર્ધ સુધી ને બન્ને પંક્તિમાં ૬૬/૬૬ ચંદ્રો રહેલા છે, ક્રમ સૂર્ય પ્રમાણે) આ સૂર્યો અને ચંદ્રો અનવસ્થિત મંડલવાળા છે. યથાયોગ્ય રીતે જુદા જુદા મંડલમાં સંચરતા પ્રદક્ષિણાવર્તોની જેમ મેરુને લક્ષ (ધરી) બનાવી પરિભ્રમણ કરે છે. તેઓ પ્રદક્ષિણા વર્તે ગતિ કરે છે તે તો પ્રત્યક્ષ જ દેખાય છે. II૫૮ नक्षत्राणां चन्द्रस्वामित्वात्तदाश्रयेण मासभेदमाह– नक्षत्रमासेन भीयमानस्य युगस्त सप्तषष्टिर्नक्षत्रमासाः ॥५९॥
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy