SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ समवायांगसूत्र ४८१ न करोति प्रतिप्रेरितो रुष्यति, अजीर्णे च बह्वाहारेऽसमाधिः संजायत इति दोषः । एषणाऽसमितः-एषणायां समितश्चापि संयुक्तोऽपि नानैषणां परिहरति, प्रतिप्रेरितश्चासौ साधुभिः सह कलहायते, अनेषणीयमपरिहरन् जीवोपरोधे वर्त्तते, एवञ्चात्मपरयोरसमाधिकरणादसमाधिસ્થાનમ્ IIII પૂર્વોક્ત અધ્યયનથી અભાવિત અંતઃકરણવાળાઓને સમાધિનો પરિપાક થતો નથી એથી કરીને (૨૦) અસમાધિસ્થાનો બતાવે છે. સમાધિ = ચિત્તસ્વાસ્થ્ય, તેનો અભાવ એ અસમાધિ છે, જ્ઞાન વગેરે ભાવોનો નિષેધ, અર્થાત્ ચિત્તનો અપ્રશસ્તભાવ, આ અસમાધિના સ્થાનો - પદો તેનું નામ અસમાધિસ્થાન છે. જે સ્થાનો સેવવાથી પોતાને, બીજાને, કે ઉભયને. અહિંયા અથવા આવતા ભવે કે આ ભવ પરભવમાં અસમાધિ ઉત્પન્ન થાય તેને અસમાધિસ્થાન કહેવાય છે. તેમાં દ્રુ ગત્યર્થક ધાતુ છે. સંયમવિરાધના, આત્મવિરાધના કે ઉભયવિરાધનાથી નિરપેક્ષપણે જે દ્રુતંદુતં જલ્દી જલ્દી ચાલે છે. અને પોતાને પાડવા વગેરે દ્વારા અસમાધિમાં જોડે છે તેમજ અન્ય જીવોને મારતો અન્યને પણ અસમાધિમાં જોડે છે અને પ્રાણિવધ જનિત કર્મો દ્વારા પરલોકમાં ત્યાં પણ આત્માને અસમાધિમાં જોડે છે. આથી કરીને જલ્દી જવા દ્વારા, આકુલતાથી ચાલવા દ્વારા અધિકરણપણાથી એ અસમાધિનું સ્થાન બને છે. એજ રીતે જલ્દી જલ્દી ખાનારો, બોલનારો, પડિલેહણાદિ કરનારો પણ આત્મવિરાધના અને સંયમવિરાધના પામે છે. તેજ રીતે ઉભો રહ્યો, જલ્દી જલ્દી દેહના આકુંચન પ્રસારણ આદિ કરનારો, વારંવાર દૃષ્ટિપડિલેહણ અને પ્રમાર્જન ન કરનારો આત્મવિરાધના અને સંયમવિરાધનાને પામે છે. આમ વ્રુતચારિત્વ નામનું પ્રથમ અસમાધિસ્થાન છે. અપ્રમાર્જિત સ્થાનમાં રહેવાથી, બેસવાથી, પડખુ બદલવાથી, સુવાથી કે ઉપકરણ મૂકવાથી કે સ્થંડિલ વગેરે પઠવાથી આત્મવિરાધના પામે છે. આમ અપ્રમાર્જિત ચારિત્વ એ બીજું સ્થાન છે. એજ રીતે દુષ્પ્રમાર્જિત ચારિત્વ = (બરોબર પ્રમાર્જન ન કરેલા સ્થાને ઉપરોક્ત બાબતો કરનાર) ત્રીજું સ્થાન છે. પ્રમાણથી અતિરિક્ત એટલે શય્યા એટલે વસતિ પ્રમાણથી મોટું આસન - પીઠ ફલક વગેરે જેના છે તે અતિરિક્ત શય્યાસનિક છે. અતિરિક્ત શય્યા = મોટી સંઘશાલા વગેરેમાં બીજા કાપડીયા વગેરે પણ આવીને વસે અને તેની સાથે ઝગડો વગેરે થવાનો સંભવ છે. તેથી પોતાને અને અન્યને પણ એ અસમાધિમાં જોડે છે (માટે માપસરની વસતિમાં રહેવું.) એજ રીતે અધિક આસન-પીઠફલક વગેરેમાં પણ સમજી લેવું.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy