________________
४६०
सूत्रार्थमुक्तावलिः
જે દેવો આભંકરથી લઇને ચંદ્રાવતંસક પર્યંતના દેવવિમાનમાં ઉત્પન્ન થયા છે તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમનું, દોઢ મહિને ઉચ્છ્વાસાદિ તથા આહાર અર્થે ૩ હજાર વર્ષે પુદ્ગલ ગ્રહણ કરે છે.
કૃષ્ટિથી લઇને કૃષ્ણુત્તર પર્યંતના વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયેલાઓનું આયુષ્ય ઉત્કૃષ્ટથી ચાર સાગરોપમ, બે મહિને શ્વાસોચ્છ્વાસ અને ૪ હજાર વર્ષે આહાર માટેના પુદ્ગલ ગ્રહણ હોય છે.
વાતસુવાતથી લઇને વાયુત્તરાવતંસક પર્યંતના વિમાનમાં જે દેવો હોય તેમની ઉત્કૃષ્ટથી પાંચ સાગરોપમની સ્થિતિ હોય છે. સ્વયંભૂ સ્વયંભૂરમણથી લઇને વીરોત્તરાવતંસક પર્યંતના દેવોની ઉત્કૃષ્ટ છ સાગરોપમની સ્થિતિ હોય છે.
સમસમપ્રભાથી લઇને સનત્કુમાર પર્યંતના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની હોય છે. અર્ચિ અર્ચિમાલિથી લઇને અનુત્તરાવતંસક વિમાન સુધીના દેવોની ઉત્કૃષ્ટથી આઠ સાગરોપમની સ્થિતિ હોય છે.
પદ્મ સુપદ્મથી લઇને રૂચિલોત્તરાવતંસક વિમાન સુધીના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ નવ સાગરોપમની હોય છે.
ઘોષ સુધોષથી લઈ બ્રહ્મલોકાવતંસક પર્યંત વિમાનના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની હોય છે.
આજ રીતે આગળના વિમાનો પણ સમજી લેવા. ॥૬॥
चित्तसमाधिमन्तरेण विशिष्टदेवगत्यभावात्तत्स्थानान्याह -
धर्मचिन्तास्वप्नदर्शनसंज्ञिज्ञानदेवदर्शनावधिज्ञानदर्शनमनः पर्यवकेवलज्ञानदर्शनकेवलिमरणानि दश चित्तसमाधिस्थानानि ॥७॥
धर्मचिन्तेति, चित्तस्य मनसः समाधिः - समाधानं प्रशान्तता तस्य स्थानानि - आश्रया भेदा वा चित्तसमाधिस्थानानि, तपोविशेषयुतानां ज्ञानदर्शनचारित्रलक्षणसमाधिप्राप्तानां धर्मशुक्लध्यानं ध्यायमानानां साधूनां कदाप्यतीतकालेऽसमुत्पन्नपूर्वाणि दशचित्तसमाधिस्थानानि भवन्तीति भावः । तत्र धर्मो नाम स्वभावः जीवाजीवद्रव्याणां तद्विषया चिन्ता - सत्यं धर्म ज्ञातुं किममी जीवादयो नित्याः उतानित्याः, रूपिण उतारूपिण इत्यादिरूपा, अथवा धर्मचिन्तायथा सर्वे कुसमया अशोभना अनिर्वाहकाः पूर्वापरविरुद्धाः, अतः सर्वधर्मेषु शोभनतरोऽयं धर्मो जिनप्रणीत इत्येवं रूपा इत्येकम् । इयञ्च यः कल्याणभागी तस्य साधोः पूर्वस्मिन्नतीते कालेऽनुपजाता तदुत्पादे ह्यपार्धपुद्गलपरावर्त्तान्ते कल्याणस्यावश्यम्भावात्, अस्याश्च प्रयोजनं