SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र ४१३ જેમ કે અનંતકાયના લેશવાળા પ્રત્યેકમાં આ પ્રત્યેક છે એમ બોલતો થકો પરિત્ત મિશ્ર ભાષા (૯) અદ્ધા મિશ્ર - કાલ વિષયક સત્યાસત્ય તે અદ્ધા મિશ્ર... જેમકે કોઈ વ્યક્તિ કોઈ પ્રયોજન હોતે છતે સહાયકોને ઉતાવળ કરાવતો પરિણત પ્રાયઃ અર્થાત્ સ્વલ્પ દિવસ હોતે છતે રાત્રિ વર્તે છે એમ કહે તે અદ્ધા મિશ્ર ભાષા. (૧૦) અદ્ધાદ્ધા મિશ્ર :- અદ્ધા એટલે દિવસ કે રાત્રિ તેનો એક ભાગ પ્રહરાદિ તે અદ્ધાદ્ધા - તે વિષયક જે મિશ્ર વચન તે અદ્ધાદ્ધા મિશ્ર ભાષા. જેમ કે કોઈ પુરુષ, કોઇક પ્રયોજનમાં પ્રહર માત્રમાં જ મધ્યાહન થયો એમ કહે તે અદ્ધાદ્ધા મિશ્ર. ૨૨ सत्यभाषणं हि सकलप्राणिनां सुखावहमशस्त्ररूपत्वात् शस्त्रमेव हि दुःखावहमिति तन्निरूपयति अग्निविषलवणस्नेहक्षाराम्लदुष्प्रयुक्तमनोवाक्कायाविरतयः शस्त्राणि ॥२२८॥ अग्नीति, शस्यते हिंस्यतेऽनेनेति शस्त्रं हिंसकं वस्तु तच्च द्विधा द्रव्यतो भावतश्च, तत्र द्रव्यतो यथा अग्नि:-अनलः, स च विसदृशानलापेक्षया स्वकायशस्त्रं भवति पृथिव्याद्यपेक्षया परकायशस्त्रम् । विषं स्थावरजङ्गमभेदं लवणं प्रसिद्धम् स्नेहस्तैलघृतादिः, क्षारो भस्मादि, अम्लं-काञ्जिकम्, भावस्वरूपन्तु शस्त्रं यथा दुष्प्रयुक्तमकुशलं मनस्तथाविधा वाक् तथाविधं शरीरं, कायस्य हि हिंसाप्रवृत्तौ खड्गादेरुपकरणत्वात्तद्ग्रहणं विज्ञेयम् । अविरतिरप्रत्याख्यानमिति ॥२२८॥ અશસ્ત્રરૂપ હોવાથી સત્ય ભાષણ જ સર્વે પ્રાણીઓને સુખ માટે થાય છે જયારે શસ્ત્ર જ ખરેખર દુઃખ રૂપ થાય છે તેથી હવે તેનું નિરૂપણ કરે છે. દશ પ્રકારના શસ્ત્ર છે – તે આ પ્રમાણે (૧) અગ્નિ (૨) વિષ (૩) લવણ (૪) સ્નેહ (૫) ક્ષાર (૬) અમ્લ (૬) દુષ્યયુક્ત મન (૮) દુષ્પયુક્ત વચન (૯) દુષ્પયુક્ત કાયા તથા (૧૦) અવિરતિ. અગ્નીતિ, જેના વડે હિંસા કરાય છે તે શસ્ત્ર અર્થાત્ હિંસક વસ્તુ.. તે બે પ્રકારે છે - દ્રવ્ય અને ભાવથી. દ્રવ્ય હિંસા.. જેમકે (૧) અગ્નિ :- અગ્નિ એટલે અનલ... તે અગ્નિ વિજાતીય અગ્નિની અપેક્ષાએ સ્વકાય શસ્ત્રરૂપ થાય છે.. પૃથ્વીકાયાદિની અપેક્ષાએ તે પરકાય શસ્ત્ર સ્વરૂપ છે. (૨) વિષ :- સ્થાવર અને જંગમના ભેદથી વિષ બે પ્રકારે છે. (૩) લવણ - લવણ પ્રસિદ્ધ છે. (૪) સ્નેહ :- તેલ - ઘી વિગેરે – તેમાં પડવાથી જીવ-જંતુ મરી જાય માટે. (૫) ક્ષાર :- ભસ્મ વિગેરે. (૬) અશ્લ:કાંજી વિગેરે. આ છ દ્રવ્ય શસ્ત્ર છે. હવે ભાવ શસ્ત્ર... (૭) દુષ્પયુક્ત મન અર્થાત્ અકુશલ
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy