________________
स्थानांगसूत्र आस्रवप्रतिपक्षसंवरमाह-संवरेति, संवियते कर्मकारणं प्राणातिपातादि निरुद्धयते येन परिणामेन स संवरः, आस्रवनिरोध इत्यर्थः, स च समितिगुप्तिधर्मानुप्रेक्षापरीषहचारित्ररूपः क्रमेण पञ्चत्रिदशद्वादशद्वाविंशतिपञ्चभेदो द्रव्यतो भावतश्च द्विविधो वा तथापि संवरसामान्यादेकः । संवरविशेषे चायोग्यवस्थारूपे कर्मणां वेदनैव न बन्ध इति वेदनास्वरूपमाह वेदनेति, वेदनं वेदना स्वभावेनोदीरणाकरणेन वोदयावलिकाप्रविष्टस्य कर्मणोऽनुभवनम्, सा च ज्ञानावरणीयादिकर्मापेक्षयाऽष्टविधापि विपाकोदयप्रदेशोदयापेक्षया द्विविधापि वेदनासामान्यादेकैवेति । अनुभूतरसं कर्म प्रदेशेभ्यः परिशटतीति निर्जरास्वरूपं सङ्ग्रहमाहनिर्जरेति, निर्जरणं निर्जरा परिशटनमित्यर्थः, सा चाष्टविधकर्मापेक्षयाऽष्टविधापि द्वादशविधतपोजन्यतया द्वादशविधापि निर्जरासामान्यादेकविधैव । देशतः कर्मक्षयो निर्जरा सर्वतस्तु मोक्ष इति तयोर्भेद इति ॥४॥
તેવી રીતે આત્માના આધારને બતાવવા દ્વારા અજીવોનું એકત્વ, અનેકત્વ બતાવે છે.
તોતિ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયથી યુક્ત સર્વ દ્રવ્યોના આધારભૂત આકાશવિશેષ તે લોક છે.
આકાશ ૧) લોકરૂપ, ૨) અલોકરૂપ છે....તેમાં (૧) ચૌદ રજુપ્રમાણ લોક અસંખ્યાત પ્રદેશરૂપ છે. તેના પ્રદેશોની વિવક્ષા ન કરતા દ્રવ્યાર્થપણે લોક આકાશ એક છે. (૨) અલોક આકાશ અનંત પ્રદેશ સ્વરૂપ હોવા છતાં પણ તેના પ્રદેશની અવિવક્ષાથી દ્રવ્યાર્થપણે અલોક આકાશ એક છે. અથવા લોક નામાદિ આઠ પ્રકારે છે.
(૧) નામ, (૨) સ્થાપના (૩) દ્રવ્ય (૪) ક્ષેત્ર (૫) કાલ (૬) ભવ (૭) ભાવ (2) પર્યાય.
(૧) નામ (૨) સ્થાપના પ્રસિદ્ધ છે. (૩) દ્રવ્યલોક-જીવ અજીવ સ્વરૂપ છે. (૪) ક્ષેત્રલોક – અનંત પ્રદેશ સ્વરૂપ આકાશ માત્ર. (૫) કાલલોક – સમય, આવલિકાદિ. (૬) ભવલોક – પોત પોતાના ભાવમાં રહેલ નારક, દેવ, મનુષ્ય, તિર્યંચયોનિ વાળા જીવો. (૭) ભાવલોક – ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, લાયોપથમિક, પારિણામિક, સાંનિપાતિક ભાવરૂપ. () પર્યાયલોક – પર્યાયમાત્ર પર્યાય લોક.
આઠેનું એકત્વ સામાન્યથી કેવળજ્ઞાન વડે જોવા યોગ્ય હોવાથી એકપણું છે. શંકાઃ સર્વ દ્રવ્યના આધારભૂત આકાશ છે. એમાં પ્રમાણ શું?. સમાધાન : આકાશ છે. જીવાદિ પદાર્થોનું આધારપણું, નહીં તો અનુપપત્તિ હોવાથી.
જીવાદિ પદાર્થનું અધિકરણ આકાશ છે. એમ ન માનો તો જીવાદિ પદાર્થ ક્યાં રહેશે? એનું કોઇ અધિકરણ જ નથી. અને અધિકરણ ન હોવાથી જીવાદિ પદાર્થોનું અસ્તિત્વ પણ ન રહે.