SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र હવે છદ્મસ્થના પ્રસંગથી કેવલીનું નિરૂપણ કરે છે. કેવલીને પાંચ ગુણો અનુત્તર કહ્યા છે. જેનાથી ઉત્તર યથાયોગ્ય પોતાના સર્વથા આવરણનો ક્ષય થવાથી. २९५ પ્રધાન બીજા નથી તે અનુત્તર. તેમાં પહેલા બે જ્ઞાન અને દર્શન ક્રમશઃ જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો ક્ષય થવાથી, પછીના બે ચારિત્ર અને તપ મોહનીયના ક્ષયથી, કેમ કે તપ એ ચારિત્રનો ભેદ છે, અને કેવલીને અનુત્તર તપ શૈલીથી અવસ્થામાં શુક્લ ધ્યાનના ભેદ (પાછલા બે) સ્વરૂપ છે. કારણ કે ધ્યાન એ અત્યંત૨ તપનો ભેદ છે. વીર્ય તો વીર્યાન્તરાય કર્મના ક્ષયથી છે. ૧૫૧ निर्ग्रन्थानां निर्ग्रन्थीनाञ्चाकल्प्यानाह— भयदुर्भिक्षप्रवाहणप्लावनानार्याभिभवव्यतिरेकेण गङ्गायमुनासरय्वैरावतीमहीमहानदीर्मासान्तर्द्वित्रिवारानुत्तरीतुं निर्ग्रन्थानां न कल्पते ॥१५२॥ भयेति, गङ्गादिपञ्चमहानदीर्गुरुनिम्नगा मासस्य मध्ये द्वौ वारौ त्रिवारान् वा साधूनामुपलक्षणात्साध्वीनाञ्चोत्तरीतुं बाहुजङ्घानावादिना लङ्घयितुं न कल्पते, आत्मसंयमोपघातसम्भवात्, शबलचारित्रभावात् । परन्तु राजप्रत्यनीकादेः सकाशादुपध्याद्यपहारविषये भये सति दुर्भिक्षे भिक्षाभावे सति गङ्गादौ केनचित् प्रत्यनीकेन प्रक्षिप्ते सति तेन प्लाव्यमाने सत्यनार्यैम्र्लेच्छादिभिर्जीवितचारित्रापहारिभिरभिभूते सति च तत्तरणेऽपि न दोषः ॥ १५२॥ હવે નિગ્રંથ અને નિગ્રંથી (સાધુ - સાધ્વી) ને અકલ્પ્ય જણાવે છે. ગંગા, યમુના, સરયુ, ઐરાવતી અને મહી આ પાંચ મહાનદીઓ, તે ઊંડી નદીઓ એક માસમાં બે કે ત્રણ વાર બાહુ અને જંઘા વડે ઉલ્લંઘન કરવા માટે પોતાનો અને સંયમનો ઘાત હોવાથી કલ્પે નહીં. વળી શબલ (મલિન) ચારિત્ર થવાથી અકલ્પ્યતા છે.... પરંતુ (૧) રાજા તેમજ દ્વેષી વગેરેના સંબંધથી ઉધિ વગેરેના અપહરણ વિષયક ભય ઉત્પન્ન થયે છતે, (૨) ભિક્ષાનો અભાવ હોતે છતે, (૩) કોઇક દ્વેષી તે જ ગંગાદિ નદીઓમાં નાંખે, (૪) ગંગાદિ નદીઓ ઉન્માર્ગપણાએ આવતી છતી તેના વડે પાણીના સમૂહમાં તણાએલાને (૫) અનાર્યજીવન અને ચારિત્રનો નાશ કરનાર મ્લેચ્છાદિ વડે પરાભવ પામેલાઓને નદીઓને તરવામાં દોષ નથી. ॥૧૫॥ तथा— भयदुर्भिक्षनिष्काशनप्रवाहागमनानार्यपरिभवव्यतिरेकेण ग्रामान्तरविहरणं प्रथमप्रावृषि न कल्पते, वर्षावासं पर्युषितानां ग्रामान्तरविहरणञ्च, कल्पते च ज्ञानादित्रयार्थं विष्वग्भवनेन प्रेषणेन च ॥१५३॥
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy