________________
२१२
अथ स्थानमुक्तासरिका सन्नदीनपरिणतश्चेति एवं रूपाद्यपेक्षयापि दीनरूपः मलिनजीर्णवस्त्रादिनेपथ्यापेक्षया, दीनमनाः स्वभावत एवानुन्नतचेताः, दीनसंकल्पः उन्नतचित्तस्वाभाव्येऽपि कथञ्चिद्धीनविमर्शः एवं प्रज्ञादृष्टिशीलसमाचाराद्यपेक्षयापि भाव्यम् ॥१०३॥
બીજા પ્રકાર વડે અસંલીનતા જણાવે છે. પરિણામ, રૂપ, મન અને સંકલ્પ વડે દીન અને અદીનની ચતુર્ભાગી દ્વારા ચાર પ્રકારે પુરૂષો
જાણવા.
દીન = ગરીબાઈવાળો.... ઉપાર્જિત ધન વડે ક્ષીણ-ગરીબ.
(૧) દીન-દીન = પહેલાં પણ દીન પછી પણ દીન... અથવા બહારની વૃત્તિથી દીન તથા અંતવૃત્તિથી પણ દીન... (ર) દીન-અદીન = બહારથી દીન અંદરથી અદીન... (૩) અદીનદીન = બહારથી અદીને અંદરથી દીન... (૪) અદીન-અદીન = બહારથી અને અંદરથી અદીન..
પરિણામની અપેક્ષાએ પુરૂષના ચાર પ્રકાર-ચતુર્ભગી..
(૧) પરિણામની અપેક્ષા વડે બાહ્યવૃત્તિથી પ્લાનમુખ વિગેરે ગુણયુક્ત શરીર વડે દીન કહેવાય... આંતરિક ગુણથી રહિત હોય તે દીનરૂપે પરિણત.
(૧) દીન-દીન પરિણત = કોઈ પુરૂષ બાહ્યથી પણ દેખાવમાં હીન હોવાથી દીન તથા અંતરથી પણ દીનપણાને પામેલ એટલે કાયર...
(ર) દીન-અદીન પરિણત = બાહ્યવૃત્તિ વડે દીન પણ અંતરથી અદીરૂપે પરિણત એટલે હિંમતવાળો.
(૩) અદીન પરિણત - દીન પરિણત = કોઈ બાહ્યવૃત્તિથી અદીનપણે પરિણત અર્થાત્ પુષ્ટ પણ અંતવૃત્તિથી દીનપણે પરિણત = કાયર.
(૪) અદીન પરિણત - અદીન પરિણત = અંતવૃત્તિથી પણ અદનપણે પરિણત - અર્થાત શૂરવીર અને બાહ્યવૃત્તિથી પણ અદીન પરિણત = મજબૂત.
રૂપની અપેક્ષાએ ચાર પ્રકારના પુરૂષ... (૧) કોઈ પુરૂષ શરીરથી દીન = રૂપરહિત અને મલિન વસ્ત્રાદિની અપેક્ષાએ પણ દીન. (૨) કોઈ પુરૂષ શરીરથી દીન પણ સુંદર વસ્ત્રાદિ વડે અદીન રૂપવાળો. (૩) કોઈ પુરૂષ શરીરથી અદીન (રૂપવાળો) પણ મલિન વસ્ત્રાદિ વડે દીન રૂપવાળો. (૪) કોઈ પુરૂષ શરીરથી અદીન (રૂપવાળો) તથા સુંદર વસ્ત્રાદિ વડે પણ રૂપવાળો. મનની અપેક્ષાએ ચાર પ્રકારના પુરૂષ...