________________
स्थानांगसूत्र
(૧) આભોગ નિવર્તિત :- આભોગ = જ્ઞાન, જ્ઞાનપૂર્વક થયેલ તે આભોગ નિવર્તિત, ક્રોધના ફળને જાણીને ક્રોધાદિ કરે તે આભોગ નિવર્તિત ક્રોધ વિગેરે.
(ર) અનાભોગ નિવર્તિત - ક્રોધાદિના ફલને જાણ્યા વિના ક્રોધાદિ કરે તે અનાભોગ નિવર્તિત ક્રોધ વિગેરે.
(૩) ઉપશાંત ક્રોધાદિ :- ઉદય અવસ્થાને પ્રાપ્ત ન થયેલ ક્રોધ વિગેરે તે ઉપશાંત ક્રોધાદિ...
(૪) અનુપશાંત ક્રોધાદિઃ- ઉપશાંતનો વિરોધી અર્થાત્ ઉદયમાં આવેલ ક્રોધાદિ તે અનુપશાંત ક્રોધાદિ.
એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય પર્વતને આભોગ નિવર્તિત ક્રોધાદિ, સંશિના પૂર્વભવની અપેક્ષાએ આ કહેલ છે.
અનાભોગ નિવર્તિત ક્રોધાદિ વર્તમાન ભવની અપેક્ષાએ પણ છે. નારકાદિને વિશિષ્ટ ઉદયના અભાવથી ઉપશાંત ક્રોધાદિ છે. અનુપશાંત ક્રોધાદિ માટે વિચારવા જેવું જ નથી.
આ ક્રોધાદિ ચાર કષાયો વડે જીવ કર્મ પ્રકૃતિઓનું ત્રણેકાળમાં ચયન, ઉપચયન, બંધ, ઉદીરણ, વેદના અને દેશથી નિર્જરા કરે છે.
(૧) ચયન - કષાયથી પરિણત જીવને કર્મયુગલોનું ગ્રહણ માત્ર તે ચયન.
(૨) ઉપચયન - ગ્રહણ કરેલા કર્મના અબાધાકાલને છોડીને જ્ઞાનાવરણીયાદિરૂપે નિષેક કરવો તે ઉપચયન...
(૩) બંધ - જ્ઞાનાવરણીયાદિ સ્વરૂપે નિષેક કરેલ કર્મ દલિકને ફરીથી કષાયની પરિણતિ વિશેષથી નિકાચન-મજબૂત કરવારૂપ બંધન છે.
(૪) ઉદીરણા - ઉદયમાં નહીં આવેલ કર્મ દલિકને કરણ અર્થાત્ વિર્ય વડે ખેંચીને ઉદયમાં લાવવું તે ઉદીરણમ્...
(૫) વેદનઃ- કર્મની સ્થિતિના ક્ષયથી સહજતાથી ઉદયમાં આવેલ અથવા ઉદીરણા કરણ વડે ઉદય ભાવને પ્રાપ્ત થયેલ કર્મનું અનુભવવું.
(૬) નિર્ભરણ - કર્મનું અકર્મ સ્વરૂપ થવું તે નિર્જરા...
અહીં દેશથી જ નિર્જરા ગ્રહણ કરવી, કારણ કે ચોવીશ દંડકમાં સર્વ નિર્જરાનો અસંભવ હોય છે. II૯૪
पुरुषविशेषानधिकृत्यैव पुनराह
आपातासंवासभद्रकाः संवासानापातभद्रका आपातसंवासभद्रका अनापातासंवासમક: પુરુષા: પારકા