SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रार्थमुक्तावलिः सर्वेऽपि चतुष्प्रदेशिका एकैवानुपूर्वी, एवं यावदनन्तप्रदेशिकास्तावद्वाच्यम्, इदञ्चाविशुद्धसङ्गहमतेन । विशुद्धसङ्गहमतेन तु सर्वेषां त्रिप्रदेशिकानामनन्ताणुकपर्यन्तानां स्कन्धानामानुपूर्वीत्वसामान्याव्यतिरेकादखिलाऽप्येकैवानुपूर्वीति, एवमेवानानुपूर्व्यवक्तव्यकयोर्भाव्यम्, एवञ्चैतन्मते सर्वत्र बहुवचनाभाव एव । भङ्गाश्च प्रत्येकमेकवचनान्तास्त्रय एवं द्विसंयोगास्त्रयः, त्रिकसंयोग एक इति सप्तैवानुपूर्व्यादिपदानां भङ्गा बोध्या: । एत एवार्थकथनपुरस्सरास्सप्तभङ्गोपदर्शनताः । समवतारश्च स्वस्वजातावेवैते वर्त्तन्ते न स्वजातिं व्यभिचरन्तीति । आनुपूर्व्यादिद्रव्याणि नियमेन सन्ति, तेषामेकैको राशिः न संख्येयादिप्रमाणानि, सर्वलोकव्यापीनि, न तु संख्येयभागादिवर्त्तीनि । सर्वलोकमेव स्पृशन्ति न संख्येयादिभागम्, सर्वाद्धाऽवस्थितिकालः, नास्ति चान्तरम्, त्रयाणां राशीनामेको राशिस्त्रिभाग एव वर्त्तते । सादिपारिणामिकभाव एव वर्त्तन्ते त्रीण्यपि द्रव्याणि । अल्पबहुत्वन्तु न सङ्ग्रहम सम्भवति, सामान्यस्य सर्वत्रैकत्वादित्येवमनुगमो भाव्यः ||३३|| ८८ હવે સંગ્રહનય સંમત એવી અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી કહે છે. આ પ્રમાણે જ સંગ્રહ સંમત અનૌપનિષિકી દ્રવ્યાનુપૂર્વી છે. અર્થ પદ પ્રરૂપણતા વિગેરે પાંચ ભેદથી આ દ્રવ્યાનુપૂર્વી પણ વિચારાય છે એ પ્રમાણે પૂર્વ સદેશપણું વિચારવું. પરંતુ સંગ્રહનય સામાન્યવાદિ હોવાથી સર્વે પણ ત્રિપ્રાદેશિક સ્કન્ધો એક જ આનુપૂર્વી છે. સર્વે પણ ચતુઃ પ્રાદેશિક સ્કન્ધો એક જ આનુપૂર્વી છે. એ પ્રમાણે અનંત પ્રાદેશિક સ્કન્ધો સુધી તેવી રીતે જ કહેવું અને આ વિશુદ્ધ સંગ્રહ મતથી છે. વળી વિશુદ્ધ સંગ્રહમતથી તો અનંતાણુક સુધીના સર્વે ત્રિપ્રદેશિક વિગેરે સ્કન્ધો એ આનુપૂર્વીત્વ એવા, સામાન્ય એવા અવ્યતિરિક્ત શબ્દથી સર્વે પણ એક જ આનુપૂર્વી છે. આ પ્રમાણે જં અનાનુપૂર્વી અને અવક્તવ્યતામાં વિચારવું અને આ મતમાં સર્વત્ર બહુવચનનો અભાવ જ છે. ભાંગાઓ પ્રત્યેક ત્રણે એક વચનાન્ત જ છે. દ્વિક સંયોગવાળા ત્રણ છે. ત્રિકસંયોગવાળો એક જ છે. આ પ્રમાણે આનુપૂર્વી પદના સાત જ ભાંગાઓ જાણવા, આથી જ અર્થકથનપૂર્વક ભંગોપદર્શનતા સાત છે અને સમવતાર પોતપોતાની જાતિમાં વર્તે છે. સ્વજાતિમાં વ્યભિચાર કરતા નથી. આ આનુપૂર્વી દ્રવ્યો નિયમથી છે. તેઓનો એક રાશિ સંધ્યેય વિગેરે પ્રમાણ સ્વરૂપ નથી. સર્વ લોક વ્યાપી છે. વળી સંધ્યેય ભાગાદિવત્તિ પણ નથી. સર્વ લોકને સ્પર્શે છે. સંધ્યેયાદિ ભાગને નહિ, અવસ્થિતિ કાળ સર્વોદ્ધા છે અને અંતર નથી. ત્રણેય રાશિનો એક રાશિ ત્રિભાગે જ વર્તે છે. ત્રણે પણ દ્રવ્યો સાદિ પારિણામિક ભાવમાં જ વર્તે છે. સંગ્રહમતમાં અલ્પબહુત્વ સંભવતું નથી, કારણ કે, સર્વ ઠેકાણે સમાનપણે એક સ્વરૂપ છે. આ પ્રમાણે અનુગમ જાણવો.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy