SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ६६ सूत्रार्थमुक्तावलिः પ્રસ્થક યોગ્ય વૃક્ષની પ્રાપ્તિ સ્વરૂપ ક્રિયાથી વિશિષ્ટ એવા વનનો જ બોધક હોવાથી, અધિકરણની આકાંક્ષાનું ઉત્થાપન કરનાર (આકાંક્ષાને ઉઠાડનાર) એવા શબ્દનું સમર્થપણું હોવાથી “તો પછી સપ્તયંત પ્રશ્ન હોવાથી સપ્તમ્મત ઉત્તર ઉચિત છે', એવું ન કહેવું, તો પણ “પ્રસ્થ અહં વ્રનામ' આ પ્રયોગમાં વનમાં પ્રસ્થપદનો ઉપચાર આવશ્યક છે. વૃક્ષને છેદતો જોઈને. આપ શું છેદો છો ? એવા પ્રશ્નમાં પ્રસ્થકને છેદું છું એવો ઉત્તર થાય તો પ્રસ્થકપદનો છેદન યોગ્ય એવા કાષ્ઠમાં ઉપચાર થાય છે. કારણ કે, કાષ્ઠ એ પ્રસ્થક પ્રત્યે કારણ છે. નૈગમ અને વ્યવહારનો આ ઉપચાર પૂર્વ કરતા શુદ્ધ છે. કારણ કે, પૂર્વ કરતાં અહીં કાંઈક નજદિકપણું છે. તેથી વિશુદ્ધપણું છે. આ પ્રમાણે જ આગળ પણ પૂર્વ-પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તર વિશુદ્ધતા જાણવી. એ ક્રમથી આપ શું છોલો છો ? આપ શું એકઠું કરો છો ? આપ શું કોતરો છો ? આપ શું કરો છો? એ પ્રમાણેના પ્રશ્નમાં પ્રસ્થકને છોલું છું – એકઠું કરૂં છું – કોતરું છું એવા ઉત્તરોમાં પ્રસ્થક પદનો ‘તક્ષા’ વિગેરે ક્રિયાનો યોગ્ય એવા કાષ્ઠમાં ઉપચાર થાય છે. આ પ્રમાણે અતિ શુદ્ધ નૈગમ અને વ્યવહાર ઉત્કીર્ણ નામવાળાને અને પર્યાયવાળાને પ્રસ્થક કહે છે. સંગ્રહના તો જેને પ્રસ્થકના પર્યાયને પ્રાપ્ત કર્યું છે. તેવા ધાન્યથી પૂરાયેલ દ્રવ્ય વિશેષને પ્રસ્થક કહે છે. ધાન્યથી અપૂર્ણ ઇતર દ્રવ્યથી અવિશિષ્ટને છોડીને નૈગમથી બતાવેલ અર્થનો સંકોચ કરનાર હોવાથી પોતાના નામના અન્વર્થપણાથી સિદ્ધિ થાય છે. આ સંગ્રહનય વિશુદ્ધ હોવાથી કારણમાં કાર્યના ઉપચારને અને કાર્યને નહિ કરવાના કાળે પ્રસ્થકને સ્વીકારતો નથી, “અહીં અર્થ-ક્રિયાના ભાવાભાવથી દ્રવ્યના ભેદનો સ્વીકાર છે. તેથી ઋજુસૂત્ર મતનો પ્રવેશ થાય છે, એવું ન કહેવું. નૈગમ મત વડે મનાયેલ અર્થના સંકોચ માટે ક્યાંક તેવો સ્વીકાર હોતે છતે પણ સર્વત્ર તેવા સ્વીકારનો અભાવ હોવાથી ઋજુસૂત્ર મતનો અનુપ્રવેશ થતો નથી. આજે આ પ્રમાણે અર્થ ક્રિયાને કરનાર અને અર્થ ક્રિયાને નહિ કરનાર એવા પ્રસ્થક વ્યક્તિના ભેદ માટે ક્રિયાના અજનક એવા પ્રસ્થક વ્યક્તિમાં પ્રસ્થકત્વ સામાન્ય પણ નથી, એવા સ્વીકારમાં કોઈ દોષ નથી, ઋજુસૂત્રને તો માન (માપ) અને મેય (માપવા યોગ્ય) પ્રસ્થક સ્વરૂપ છે. તેનાથી માપવા યોગ્ય ધાન્ય (પ્રસ્થકથી) ધારણ કરે છતે પ્રસ્થકનો વ્યવહાર થતો હોવાથી બન્નેમાંથી એકના અભાવમાં એના બોધનો અસંભવ થાય છે અને વળી માપવા યોગ્ય પદાર્થથી આરૂઢ થયેલો પ્રસ્થક શબ્દરૂપે વ્યપદેશ કરવા યોગ્ય છે. એટલે સંગ્રહનયના મતે મેય જેમાં આરૂઢ છે તે અથવા પ્રસ્થક જેમાં આરૂઢ છે તે મેય હોવાથી પ્રસ્થક શબ્દથી વાચ્ય છે. એ પ્રમાણે અહીં વિનિગમકનો અભાવ હોવાથી બન્ને સ્થળે પ્રસ્થક શબ્દની શક્તિ હોવાથી વ્યાસજય યુક્તિપણે યુક્ત છે. તો પ્રસ્થક વડે ધાન્ય અપાય છે એવો પ્રયોગ કેવી રીતે થાય? કારણ કે, એક જ સ્થળે ઉભયના વાચક એવા પદથી એકનું ઉત્થાપન ન થઈ શકે, આવી શંકા ન કરવી. કારણ કે, વ્યાસજયવૃત્તિપણું હોવાથી આ નયથી કેવી પણ
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy