SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ # પ્રકાશકીય છે. શ્રી છાણીનગરમાં લબ્ધિભુવન જૈન સાહિત્ય સદનના શ્રી ભુવનતિલકસૂરિ ગ્રંથમાળા તથા શ્રી ભદ્રંકરસૂરિ ગ્રંથમાળાના ઉપક્રમે પૂજય આચાર્ય ભગવંતોના દિવ્યાશિષ તથા પૂજ્યોના શુભાશિષના બળે સંસ્થા દિનપ્રતિદિન શાસનમાં ઉપયોગી ગ્રંથો પ્રકાશિત કરી રહી છે. આજે આનંદ થાય છે કે પૂ. દાદાગુરુદેવે ૬૦ વર્ષ પહેલા રચના કરેલ સૂત્રાર્થમુક્તાવલી જેમાં પાંચ આગમોનો સાર તે ગ્રંથ પર પૂ. દાદાગુરુદેવશ્રીના જ સમુદાયના પૂ. ગુરુભગવંતો તથા પૂ. સાધ્વીજી ભગવંતોએ પૂ. ગણિવર વિક્રમસેનવિ. મ.ની વિનંતીથી ગુજરાતી ભાવાનુવાદ કર્યો, તે ગ્રંથનું સંપાદન પૂ. ગણિવરશ્રીએ જ સંભાળ્યું અને તે કાર્ય સરળતાને પામ્યું. ' જેમની પુનિત નામે અમે અમારી સંસ્થા પ્રકાશનો કરી રહ્યા છીએ તે જ પૂ. આચાર્યદેવની કૃતિઓના પ્રકાશનનું સૌભાગ્ય અમને સાંપડે છે તે અમારા માટે ગર્વનો વિષય છે. આ પહેલાં આજ પૂ. આચાર્યદેવની કૃતિઓ શ્રીતત્ત્વન્યાયવિભાકર (મૂલ અને સટીક ગુજ. અનુવાદ) પ્રકાશન વાચકોની સેવામાં રજૂ કર્યું હતું. આ ગ્રંથમાં આગમો પૈકી શ્રી અનુયોગદ્વારસૂત્ર, આચારાંગસૂત્ર, સૂત્રકૃતાંગસૂત્ર, સ્થાનાંગસૂત્ર અને સમવાયાંગસૂત્ર આમ પાંચ આગમોના સારનું સંકલન થયું છે. શ્રી જિનાગમના ઉપદેશામૃતનું પાન કરી શકે એ એક માત્ર હેતુએ આ ગ્રન્થનું સંકલન કરાયું છે. આ ગ્રંથ પ્રકાશનમાં પૂ. ગુરુભગવંતો તથા પૂ. સાધ્વીજી ભગવંતોની પ્રેરણાથી જ્ઞાનદ્રવ્યની આવકમાંથી શ્રી સંઘોએ ઉદારતાથી લાભ લીધો તેથી જ આવું સુંદર પ્રકાશન કરી શક્યા છીએ. ઉદારતાથી લાભ લેવા બદલ અમો શ્રી સંઘના આભારી છીએ. આ ગ્રંથ પ્રકાશનના અવસરે અમારી સંસ્થા પર સદાય શુભાશિષ વરસાવનારા પૂ. સૂરિમંત્ર આરાધક આચાર્યશ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મ.સા., પૂ. આચાર્યશ્રી મહાસેનસૂરિજી મ.ના ચરણોમાં વંદના. સંસ્થાને વિશેષ પ્રગતિપથ પર ચાલુ રાખવામાં પ્રેરકબળ પૂરૂ પાડનારા પૂ. ગણિવરશ્રીના ચરણોમાં વંદના... ગ્રંથ પ્રકાશનમાં પ્રેસકોપી, મુફ સુધારણા આદિમાં સહયોગી પૂ. સાધ્વીજી ભગવંત સરસ્વતીશ્રીજી મ. ગ્રુપના ચરણોમાં વંદના. ગ્રંથનું પ્રિન્ટીંગ કાર્ય કિરીટભાઈ / શ્રેણિકભાઈ આદિએ ખૂબ જ જ્ઞાનભક્તિથી સંભાળ્યું તે બદલ ધન્યવાદ સહ અનુમોદના... લ.ભુજૈ.સા.સ.નું સંચાલન પુષ્પકાંતભાઈ તથા રાજેશભાઈ સુચારૂ સંભાળીને સંસ્થાને આગળ વધારી રહ્યા છે. તે બદલ તેઓશ્રીની શ્રુતભક્તિની અનુમોદના. આ ગ્રંથ દ્વારા આગમોનું અમીપાન કરી જ્ઞાનભક્તિના સહયોગી બની શીધ્ર સંસારની આસક્તિ તોડી મુક્તિ નજદિક થાય એ જ મંગલ ભાવના...
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy