SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगद्वार નામો પ્રકૃતિ (શબ્દના ભાવથી થયેલ છે.) એ પ્રમાણે બની હતી વિગેરે પ્રકૃતિ ભાવ નિષ્પન્ન શબ્દો છે. વર્ણનું અન્ય પ્રકારે કરવું તે વિકાર કહેવાય, તેનાથી થયેલ શબ્દ તે વિકારનામ દંડા, તસ્કર, ષોડશ વિગેરે નામો તે દીર્ઘ વિગેરે વર્ણ વિકારથી થાય છે અને તેવી રીતે દરેક વસ્તુ આગમ નિષ્પન્ન, લોપ નિષ્પન્ન, પ્રકૃતિભાવ સિદ્ધ, વિકાર જ નામથી થાય છે. આ ચાર નામ કહેવાય છે. નામિક આદિ' અશ્વ ઇત્યાદિ શબ્દ સિદ્ધ નામ છે. કારણ કે, વસ્તુ પદાર્થના વાચક છે. ખલુ વિગેરે” શબ્દ નપાતિક છે. કારણ કે, નિપાત ગણમાં અંતર્ગત હોવાથી “ધાવતિ' વિગેરે શબ્દો આપ્યાતિક છે. કારણ કે તેમાં ક્રિયા પ્રધાન છે. “પરિ વિગેરે શબ્દ ઔપસર્ગિક છે. કારણ કે, ઉપસર્ગમાં કહેલ છે. “સંયત વિગેરે' શબ્દ મિશ્ર છે. કારણ કે, ઉપસર્ગ અને નામના સમુદાયથી નિષ્પન્ન છે. આ પાંચેય વડે સર્વ પદાર્થોને આલિંગન કરાતું હોવાથી એટલે કે આ પાંચ વડે સર્વ પદાર્થોનો સમૂહ કરાતો હોવાથી પંચ નામત્વ છે. ઔદયિકાદિ - અહીં નામ અને નામવાળાનો અભેદ ઉપચાર હોવાના કારણે નામના ઉપક્રમમાં નામથી અભિધેય (કહેવા યોગ્ય) ભાવ સ્વરૂપ અર્થનું કથન છે એમ જાણવું. ત્યાં ઉદય એટલે ઔદયિક-જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારની કર્મ પ્રવૃતિઓનું પોતપોતાના સ્વરૂપથી, વિપાકથી, અનુભવવું અથવા ઉદયથી થયેલ તે ઔદયિક, ઉદયથી થયેલા એવા આ નામ પદાર્થ બે પ્રકારે છે. જીવન વિશે ઉદય નિષ્પન્ન અને અજીવને વિશે ઉદય નિષ્પન્ન. તેમાં પહેલી વ્યાખ્યા પ્રમાણે નારક-તિર્યગૂ-મનુષ્ય-દેવ-પૃથ્વીકાય વિગેરે સ્વરૂપ છે અને બીજી વ્યાખ્યા ઔદારિક વિગેરે શરીર અને તેના વ્યાપારથી પરિણમેલ વર્ણ-ગંધ સ્વરૂપ છે. ઉપશમ એ જ ઔપથમિક અથવા ઉપશમથી થયેલ ઔપથમિક, ૨૮ ભેદથી ભેદાયેલા એવા મોહનીય કર્મનો ઉપશમ શ્રેણીથી ઉપશમ કરવો તે પ્રથમ વ્યુત્પત્તિથી થયેલ ઔપશમિક ભાવ છે. ક્રોધ વિગેરે ઉપશાંતતામાં જે કથન થાય છે તે સર્વે ઉપશમિત છે. બીજી વ્યાખ્યાથી થયેલ ઔપથમિક ભાવ છે. ક્ષય એ જ ક્ષાયિક અથવા ક્ષયથી થયેલ એ જ ક્ષાયિક, ઉત્તરભેદ સહિત જ્ઞાનાવરણીય વિગેરે આઠ કર્મ પ્રકૃતિઓનો સર્વથા નાશ થવો તે પ્રથમ ક્ષાયિક ભાવ, વળી ક્ષયથી થયેલ તેના ફળ છે. તે બીજો ક્ષાયિકભાવ, ક્ષય અને ઉપશમ એ જ ક્ષાયોપથમિક અથવા ક્ષાયોપશમથી થયેલ તે ક્ષાયોપથમિક, કેવલજ્ઞાનને પ્રતિબંધ કરનારી, ઉદયમાં પ્રાપ્તિ થયેલી એવી ચાર ઘાતિકર્મ પ્રકૃતિઓનો ક્ષય અને ઉદયમાં નહિ પ્રાપ્ત થયેલાનો ઉપશમ તે ક્ષાયોપથમિક ભાવ તે પહેલી વ્યાખ્યાનો અર્થ, બીજી વ્યાખ્યાનો અર્થ મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવજ્ઞાનની લબ્ધિ મતિઅજ્ઞાનલબ્ધિ સ્વરૂપ છે.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy