SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ४२० सूत्रार्थमुक्तावलिः આપે. માયા વડે જે અકાર્ય કર્યું હોય તે બીજાનું છે એમ કહે છે. પોતાના આત્માની નિંદા ન કરે. આલોચના યોગ્ય પોતાને જણાવી તે અકાર્ય અકરણરૂપે સ્વીકારી અથવા ગુરૂ વગેરેને કહી પ્રાયશ્ચિત્તને સ્વીકારતો નથી. તે આલોકમાં અવિશ્વાસુ થાય છે. જન્માન્તરમાં બધાયે અધર્મોના યાતના સ્થાનોમાં (જગ્યાઓમાં) એટલે નરક તિર્યંચ વગેરેમાં વારંવાર આવ જાવ કરે છે. આ પ્રમાણે એને માયાપ્રત્યયિક કર્મ બંધાય છે. (૧૨) લોભપ્રત્યયિક દંડ:- જે પાખંડીઓ અમે પણ પ્રવ્રજિત સાધુઓ છીએ. એ પ્રમાણે ઘરવાસ છોડી, કંદમૂલ આહાર કરનારા, ઝાડના મૂળમાં નિવાસ કરે. બધી જાતના સાવદ્ય વ્યાપારોથી અનિવૃત્ત એટલે છોડ્યા વગરના, દ્રવ્યથી થોડા વ્રતમાં રહેલા હોવા છતાં સમ્યગદર્શનનો અભાવ હોવાથી અવિરતિધર. હું બ્રાહ્મણ હોવાથી દંડ વગેરે મારવો નહીં, બીજા શુદ્ર હોવાથી હણવા, શુદ્રને મારી-હણી પ્રાણાયામને જપે અથવા કંઇક આપે. ક્ષુદ્ર (નાના) જીવોને તથા અનસ્થિ એટલે હાડકા વગરના જીવોને ગાડું ભરીને પણ મારીને બ્રાહ્મણને જમાડે વગેરે જૂઠાણા વાક્યોનો પ્રયોગ કરે. આ પ્રમાણે તેઓનો બીજાને પીડા આપવાના ઉપદેશથી, અતિમૂઢપણાથી તથા ગમે તેમ બોલનારાને અજ્ઞાનાવૃત થયેલાને, પોતાનું પેટ ભરનારાઓને, વિષય દૃષ્ટિવાળાઓને પ્રાણાતિપાત વગેરે વિરમણ વગેરે રૂપ વ્રત હોતું નથી. કારણ કે પરમાર્થને જાણતા નહીં હોવાથી સ્ત્રી જેમાં મુખ્ય છે એવા તે તીર્થિકો દીક્ષીત હોવા છતાં પણ ભોગોથી વિરમેલા હોતા નથી. મિથ્યાદષ્ટિ હોવાથી અજ્ઞાનાંધ હોવાથી સમ્યફ વિરતિની પરિણામનો અભાવ હોય છે. તેઓ પોતાના આયુષ્યનો ક્ષય થવાથી કોલ કરીને વિકૃષ્ટતપ એક, બે કઠોર તપવાલા હોવા છતાં પણ કોઇપણ આસુરિક કે કિબ્લિષિક દેવોમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી ફરી મૂંગા તરીકે ઉત્પન્ન થાય છે. અથવા જાતિમૂક તરીકે ઉત્પન્ન થાય છે. આથી એઓ લોભ પ્રત્યયિક કર્મવાળા થાય છે. આ બાર ક્રિયા સ્થાનો મિથ્યાદર્શન આશ્રિત છે. અને સંસારના કારણો છે. એ પ્રમાણે જાણી - સારી રીતે યથાવસ્થિત વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કરવા વડે જ્ઞપરિજ્ઞાવડે જાણી સાધુ પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે પરિહરે, ત્યાગ કરે. (૧૩) ઈર્યાપથિક દંડ સાધુ:- પ્રવચનમાં અથવા સંયમમાં રહેલા આત્મભાવાર્થ માટે મન વચન કાયા વડે સંવૃત થઈ પાંચ સમિતિ વડે સમિત થઇ, ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત થયેલ, નવ બ્રહ્મચર્ય ગુપ્તિથી યુક્ત બ્રહ્મચારી, ઉપયોગ સહિત, ગતિત્વવર્તમ એટલે પડખું બદલવું, સ્થિતિ, નિષિદન એટલે બેસવું વગેરે કરતા ઉપયોગ સહિત બધી ક્રિયાઓ જેને છે તે ઇર્યાપથિકિ નામની ક્રિયા થાય. જે ક્રિયા કેવલીઓ પણ કરે છે. યોગવાળા જીવોને ક્ષણમાત્ર પણ નિશ્ચલપણે રહેવાનો સંભવ નથી. તેના વડે જે કર્મ બંધાય તે ઇર્યાપથિક. અકષાયીઓને તે ક્રિયા વડે જે કર્મ બંધાય તે પહેલા સમયે પૃષ્ઠ બંધાય છે. કારણકે કષાયનો અભાવ હોવાથી સાંપરાયિક સ્થિતિનો અભાવ હોવાથી બીજા સમયે અનુભવે છે. અને ત્રીજા સમયે નિર્ભર છે. તે કર્મ પ્રકૃતિથી સાતા વેદનીય, સ્થિતિથી બે સમયની સ્થિતિવાળું, રસથી-અનુભાવથી શુભ અનુભાવ રસ કે જે અનુત્તર દેવના
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy