SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ३७६ सूत्रार्थमुक्तावलिः દોષોથી રહિત ભિક્ષા ખપે છે. આવા પ્રકારના વિષયમાં મુમુક્ષુઓનો અધિકાર નથી. (આ વિષય સાધુઓનો નથી. ગૃહસ્થોનો છે. એમ કહે. અનવદ્યભાષી એટલે પાપરહિત બોલનારા સાધુઓને મોક્ષપ્રાપ્તિનું લક્ષ્ય હોય છે. સર્વવિરતિ નામનો મોક્ષમાં જવા માટે મુખ્ય કારણરૂપ આ માર્ગ અકારણ વાત્સલ્ય ભાવવાળા નામ બીજાના હિતમાં તત્પર એવા તીર્થકર ભગવંતો વડે બીજા ધર્મવાળાઓ વડે આગળ પૂર્વમાં ક્યારે પણ કહેવાયેલો નહીં તેથી આ શુદ્ધ પરિપૂર્ણ ધર્મને નહીં જાણનારા, અવિવેકી, પોતાને ધર્મજ્ઞ માનનારા દર્શનીઓ સમ્યગદર્શનથી દૂર રહેલા છે. જીવાજીવના જ્ઞાનનો અભાવ હોવાથી ઠંડા કાચા પાણી તથા ઔદેશિક વગેરે દોષોથી દોષિત આહાર પાણી વડે વહેવાર કરનારા, સંઘ ભોજન વગેરે ક્રિયા વડે શાતા-ઋદ્ધિ-રસગૌરવની પ્રાપ્તિ માટે આર્તધ્યાનવાળો હોવાથી આલોકના સુખના ઈચ્છુકોને દાસ-દાસી, ધન-ધાન્ય વગેરે પરિગ્રહવાળાને ધર્મધ્યાન હોતું નથી. તેઓ મહાભયંકર સંસારમાં પરિભ્રમણ કરે છે તેથી કપાય રહિત સાધુ દરેક ક્ષણે જ્ઞાનગ્રહણ કરવા વડે, જ્ઞાનને શંકા વગેરે દોષો છોડી સમ્યફ જીવાદિ પદાર્થોના જ્ઞાન વડે, સમ્યક્દર્શનને અસ્મલિત મૂલત્તર ગુણ પાળવા વડે, દરરોજ અપૂર્વ અભિગ્રહ ગ્રહણ કરવા વડે ચારિત્રને વધારે. તેથી પ્રશસ્ત ભાવમાર્ગ સંસારથી જીવને નક્કી પાર ઉતારે છે. I૩લા अथ प्रतिपन्नभावमार्गेण साधुना कुमाश्रिताः परवादिनः सम्यक् परिज्ञाय परिहर्त्तव्या इति तत्स्वरूपमाचष्टे समवसरणानि चत्वारि, क्रियाऽक्रियावैनयिकाज्ञानवादिभेदात् ॥४०॥ समवसरणानीति, जीवादयस्सन्त्येवेति वादिनः क्रियावादिनः, तदभाववादिनोऽक्रियावादिनः, ज्ञाननिह्नववादिनोऽज्ञानवादिनः विनयादेव केवलादिष्टावाप्तिरिति वादिनो वैनयिकवादिनः, एषां चतुर्णामपि सप्रभेदानामाक्षेपं कृत्वा यत्र विक्षेपः क्रियते तत्समवसरणं भावसमवसरणमिति भावार्थः । एते क्रियादिवादिनो मिथ्यादृष्टय एव, एकान्तेन जीवास्तित्वे पररूपेण सत्त्वापत्तेरेकविधत्वप्रसङ्गाज्जगतः, एकान्तेन जीवप्रतिषेधे प्रतिषेधकर्तुरभावेन प्रतिषेधासिद्धया सर्वास्तिताया दुरित्वात्, ज्ञानव्यतिरेकेणाज्ञानमेव श्रेय इत्यप्यभिधानासम्भवात्तदभिधाने ज्ञानस्यावश्यकतया स्वाभ्युपगमविरोधात्, ज्ञानक्रियाव्यतिरेकेण मोक्षासम्भवाद्विनयमात्रस्याकिञ्चित्करत्वाच्चासद्भूतार्थप्रतिपादनात्, तत्र क्रियावादिनां भेदा अशीत्यधिकं शतम्, अक्रियावादिनां चतुरशीतिः, सप्तषष्टिरज्ञानवादिनाम्, वैज्ञानिकानां द्वात्रिंशदिति सर्वमेलनेन त्रिषष्टयधिकत्रीणि शतानि मतानि भवन्ति ॥४०॥ હવે ભાવમાર્ગને સ્વીકારેલા સાધુઓએ કુમાર્ગને આશ્રય કરેલા પરવાદીઓને સારી રીતે જાણીને છોડી દેવા જોઈએ. આથી બીજા દર્શનોનું સ્વરૂપ કહે છે.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy