SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ३६२ सूत्रार्थमुक्तावलिः અગ્નિહોત્ર (હવન) યજ્ઞ કરે છે. બાકીના બધા પોતાના અભ્યદય માટે, અગ્નિ જ સોના વગેરેના મેલને બાળી નાખે છે. તથા આંતરમેલને એટલે પાપને પણ બાળે છે. આ બધા મતોનું નિરાકરણ કરે છે. આ બધું પામવાથી વ્યભિચાર નામનો દોષ લાગે છે. પાંચ પ્રકારનું મીઠું ન વાપરવાથી મોક્ષ પ્રાપ્તિ થતી નથી. કારણ કે મીઠું જ રસપુષ્ટિને ઉત્પન્ન કરનારું છે. એ સિદ્ધ થતું નથી. રસ પુષ્ટિને ઉત્પન્ન કરનાર મીઠું-ખાંડ વગેરે વડે વ્યભિચાર દોષ લાગે છે. પરંતુ શું લવણ-દ્રવ્ય છોડવા માત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે કે ભાવથી થાય છે ? એમાં પહેલો પક્ષ બરાબર નથી. કેમકે મીઠા વગરના દેશમાં બધાને મોક્ષ થવાની સંભાવના થશે, બીજા પક્ષ પણ બરાબર નથી. કારણ કે ભાવ જ મોક્ષ પ્રાપ્તિમાં પ્રધાન હોવાથી મીઠું છોડવું નકામું થશે. એ પ્રમાણે પ્રભાત વખતે પાણીમાં ડૂબકી મારવાથી મોક્ષ નથી. પાણી વાપરવાથી તેના આધારે રહેલા જીવો નાશ પામે છે. જીવોનો નાશ કરવાથી મોક્ષ નથી. પાણી બાહ્યમલને દૂર કરવા માટે એકાંતે સમર્થ નથી. આંતરમલને તો શુદ્ધ કરતું જ નથી, કેમકે ભાવશુદ્ધિથી જ તેની શુદ્ધિ છે. ભાવરહિતની પણ જો તે શુદ્ધિ થતી હોય તો માછલા વગેરેને પણ મોક્ષ પ્રાપ્તિ થાય. જેમ પાણી અનિષ્ટ મેલને દૂર કરે છે. તેવી રીતે ઈષ્ટ કુમકુમના અંગરાગ શણગારને પણ દૂર કરે છે. અને એ પ્રમાણે પાપને જેમ દૂર કરે છે. તેમ ઈષ્ટ પુણ્યને દૂર કરવાથી તે શણગાર ઈષ્ટ વિઘાત કરનાર થાય છે. તથા અગ્નિમાં આહુતિ આપવાથી ઈષ્ટ ફલની સિદ્ધિ થતી નથી. કારણ કે જીવોનો નાશ થાય છે. જો અગ્નિને સ્પર્શ કરવાથી સિદ્ધિ થતી હોય તો અંગાર પાડનાર-બાળનાર કુંભાર, લુહાર વગેરે જે અગ્નિને અડનારનો પણ મોક્ષ થવો જોઈએ. એ પ્રમાણે આ પરમાર્થને જાણનાર જીવોનો ઉપઘાત કરનારને પાપ જ થાય છે. ભલે ધર્મ બુદ્ધિથી કરતા જુદા જુદા પ્રકારે જીવોનો નાશ કરે છે. અને નરક વગેરે ગતિમાં જઈ તીવ્ર દુઃખો વડે પીડાતા અસહ્ય વેદનાથી અશરણપણાથી કરૂણ આક્રંદ કરે છે. [૩૪ો. अथ तत्प्रतिपक्षभूतान् सुशीलान् प्ररूपयतिવિરતો જુથ્થોનાન: સુશત: રૂપો विरत इति, एकेन्द्रियादिजीवसमारम्भेऽवश्यं कर्मबन्धो भवतीति सम्यक् परिज्ञाय यस्तद्विरतः प्रासुकोदकादिकेन यावज्जीवं प्राणान् धारयति बीजकन्दादीनभुञ्जानः स्नानाभ्यङ्गोद्वर्तनादिक्रियासु निष्प्रतिकर्मशरीरतयाऽन्यासु च चिकित्सादिक्रियासु न वर्तते स्त्र्यादिविरतः, अलुब्धः-आन्तप्रान्तेन लब्धेनालब्धेन वाऽऽहारेण मददीनतारहितस्तपःफलपूजासत्कारानभिलाष्यनुकूलप्रतिकूलरसशब्दादावासक्तिविद्वेषविधुरः, अनाकुल:-विषयकषायैरनाविलः, परीषहोपसगैर्हन्यमानोऽप्यप्रकम्पमना ज्ञानदर्शनचारित्रैः परिपूर्णः स एव सुशीलः, स एव चाष्टप्रकारं कर्मापनीय जातिजरामरणरोगशोकादिपूर्ण संसारं नापैति ॥३५॥
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy