SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ २६२ सूत्रार्थमुक्तावलिः प्रसङ्गात्, तथा स्त्रीबालपश्वादिचेष्टाविलोकयोग्ये गृहस्थाकुलप्रतिश्रये स्थानादि न कुर्यात्, तेषां निश्शङ्क भोजनादिक्रियाप्रवृत्त्यसम्भवात्, स्वयं वा रोगातङ्कपीडितो यदि स्यात्तदा गृहस्थः करुणया भक्त्या वा साधुशरीरं तैलादिनाऽभ्यङ्ग्यात् सुगन्धिद्रव्यादिभिवृष्ट्वा तदपनयनायोद्वर्तयेत् प्रक्षालयेदग्नि प्रज्वाल्याऽऽतापयेद्वा, तदेतत् कर्मोपादानम् तथा गृहपत्यादीनां परस्परमाक्रोशादि श्रुत्वा मैवं कुर्वन्तु कुर्वन्तु वेत्येवं मन उच्चावचं कुर्यात् । एवमलङ्कृतां कन्यकां दृष्ट्वा ईदृशी तादृशी शोभनाऽशोभना मद्भार्यासदृशीत्यादिकां वाचं ब्रूयात् । तस्माद्बहुदोषसम्भवात्तथाभूते प्रतिश्रये स्थानादि न कार्यम् ॥ ६६ ॥ ધર્મના આધારરૂપ (ભૂત) શરીરનું પાલન કરવા માટે ગોચરી રહણની વિધિ કહીને હવે અલ્પગૃહસ્થ હોય તેના ઉપાશ્રયમાં રહેવું તેના ઉપભોગપણા વડે ઉપાશ્રયને આશ્રયીને ગુણ-દોષનું નિરૂપણ કરે છે. સૂત્રાર્થ - (ઉગમ આદિ દોષ રહિત) ઉપાશ્રય તે યોગ્ય કહેવાય. તેવા સ્થાન-શધ્યા આદિ યોગ્ય કહેવાય. ભાવાર્થ - ગૃહસ્થ એ સાધુ માટે જીવોની વિરાધના કરીને બનાવેલો, પૈસા દઈને સાધુ માટે ખરીદેલો અથવા કોઈની પાસેથી ઉછીનો માંગીને લીધેલ, નોકરાદિ પાસેથી બળજબરીથી લીધેલો, બીજા પુરૂષો માટે કરેલો ઉપાશ્રય, આ સર્વમાંથી કોઈ પણ જાતનો ઉપાશ્રય ગૃહસ્થ જો સાધુને રહેવા માટે આપે તો તેવા સ્થાનમાં સાધુએ ન રહેવું જોઈએ. તેમજ લાકડા આદિ વડે ભીંતમાં સુશોભન કરેલો, વાંસ આદિ સોટી વડે બંધાવેલો (બોર્ડર કરેલો) ઘાસ આદિથી ઢાંકેલો, છાણાદિથી લીંપેલો, ચૂના આદિથી રંગેલો, પૃથ્વી પર ડિઝાઈન આદિથી સુશોભિત, દુર્ગધ દૂર કરવા માટે “પાદિથી સુગંધિત કરેલો, આ સર્વ વસ્તુ બીજા માટે પણ કરેલી હોય તો પણ તે ઉપાશ્રયમાં સાધુને સ્થાનાદિ યોગ્ય નથી. તેમજ સાધુને ઉદ્દેશીને પહેલાં જે વસતિનું દ્વાર નાનું હોય તેને મોટું કરે. તેમજ પૃષ્ઠવંશાદિથી સાધુને ઉદ્દેશીને જે વસતિ બનાવવામાં આવે તે મૂલગુણથી દુષ્ટ કહેવાય છે. તેવી વસતિ સાધુ માટે યોગ્ય નથી. સાધુને ઉદ્દેશીને પાણી અથવા ઉગેલા કંદને બીજા સ્થાનમાં લઈ જાય અથવા કાઢી નાંખે તો તેવો ઉપાશ્રય પણ સાધુ માટે અયોગ્ય છે. તે જ રીતે અશુદ્ધિ દૂર કરેલો ઉપાશ્રય પણ અયોગ્ય છે. મૂલગુણથી દુષ્ટ ઉપાશ્રયને છોડીને બીજા જે પણ પૂર્વે દોષિત (કહેલા) ઉપાશ્રય જણાવ્યા તે જો બીજા માટે કરેલા અને બીજાએ વાપરેલા હોય તો ત્યાં દષ્ટિ પડિલેહણ કરી સમજી વિચારીને સ્થાનાદિ કરી શકે. તેમજ તેવા કોઈ વિશેષ કારણ વિના, ઓટલો, માંચડો, મેડો, મહેલ કે હવેલીની ઉપરના માળે જો ઉપાશ્રય હોય તો ત્યાં સ્થાનાદિ ન કરવા કદાચ ત્યાં રોકાવવું પડે તો પણ હાથ ધોવા કે ઉચ્ચારાદિનો ત્યાગ ન કરવો. કેમકે પાણી ઢોળાઈ જાય તો ત્યાં પડી જવાથી સંયમ વિરાધના તથા આત્મવિરાધના થવાનો સંભવ છે.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy