SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ રદ્દ सूत्रार्थमुक्तावलिः प्राभृतिकप्रादुष्करणक्रीतप्रामित्यपरिवर्तिताहतोद्भिनमालाहताच्छेद्यानिसृष्टाध्यवपूरकदोषान्विજ્ઞાય પરિત્ II 48 II હવે પાણીનાં વિષયમાં નિયમને કહે છે - સૂત્રાર્થ :- પાણી પણ તેવા પ્રકારનું અગ્રાહ્ય છે. ભાવાર્થ - લોટવાળું ભાજન સાફ કરવા માટે વાપરેલું પાણી, તલ ધોયેલું પાણી, અથવા કાષ્ઠાદિ (અરણિક) ખરડાયેલ હોય તેને ધોયેલું પાણી, ચોખાનું પાણી અથવા તો તેવું બીજું કાંઈ પણ પોતાના સ્વાદથી રહિત, અપરિણત, જીવો જેમાંથી અવા નથી તેવું અમાસુક ગ્રહણ ન કરવું જોઈએ. તેમાં પણ ચોખાના પાણીમાં ત્રણ પ્રકારનું અકથ્ય છે. પરપોટા ન આવ્યા હોય તેવું, વાસણમાં લાગેલા પાણીના ટીપા હજુ રહ્યા હોય તેવું અથવા ચોખા બફાયા છે કે નહિ ત્યાં સુધી એ પ્રમાણે હોય ત્યાં સુધી અગ્રાહ્ય છે એ પ્રમાણે માનવા યોગ્ય નથી. પણ, જેટલું પાણી સ્વચ્છ થયું નથી. તેટલું ગ્રહણ ન કરવું જોઈએ. તે જ રીતે તલ, ફોતરા, જવનું પાણી, કાંજી વિ. પ્રાસુક પાણી તેમજ તેવા પ્રકારનું બીજું દ્રાક્ષનું પાણી આદિ (પૂર્વેની જેમ) પહેલાંથી જ જોઈને પાણી મને આપીશ? એ પ્રમાણે ગૃહસ્થને પૂછે (ત્યારે) તેના વડે કહેવાય કે તમે પોતે જ પાણીને પાત્રા વડે ઊંચ-નીચું કરીને ગ્રહણ કરો તો લઈ લેવું. અથવા તો બીજો તેને આપે. તેવું મળેલું ગ્રહણ કરવું જોઈએ. એ પ્રમાણે જો સચિત્ત પૃથ્વીકાય આદિ ઉપર કે અંડ (બીજ) સહિત વસ્તુ ઉપર મૂકેલું. સાધુના ઉદ્દેશથી ગળતા પાણીના ટપકા યુક્ત વાસણ વડે અથવા તો સચિત્ત જલ વડે મિશ્રિત કરીને દાતા લઈને આપે ત્યારે તે ગ્રહણ ન કરવું જોઈએ. તેમાં દ્રાક્ષ, બોર, આંબલી આદિનું પાણી તરત જ ચોળીને (મસળીને) કરો. કેરી, અમ્બાડ, કોઠું આદિનું પાણી બે-ત્રણ દિવસનું હોય તો એવું પાણી પણ ઠળીયા, છાલ, બીજ આદિથી યુક્ત હોય તેથી વસ્ત્રાદિ વડે એકવાર કે બે વાર મસળીને, ગાળીને સાધુ માટે કરેલું હોય તેવું ઉદ્ગમ આદિ દોષથી દુષ્ટ થયેલું ગ્રહણ ન કરવું જોઈએ. (ગ્રહણ યોગ્ય થતું નથી.) આધાર્મિક, ઔદેશિક, પૂતિકર્મ, મિશ્ર, સ્થાપના, પ્રાભૃતિકા, પ્રાદુષ્કરણ, ક્રત, પામિત્ય, પરિવર્તિત, આદત, ઉભિન્ન, માલાપહૃત, ઉચ્છેદ્ય, અનિસૃષ્ટ, અધ્યવપૂરક દોષને જાણીને તેવો આહાર ત્યાગવો જોઈએ. (તેવો આહાર ન લેવો જોઈએ.) પી. आहाराश्रयेण पुनराहकन्दसर्षपकन्दलीपिप्पलीमरिचाऽऽर्द्रकाऽऽमपत्रकादिकमपि ॥ ६० ॥ कन्देति, जलजः स्थलजो वा कन्दः, सर्षपकन्दल्यः, पिप्पलीमरिचार्द्रकाणि तच्चूर्णानि च, आदिना फलसामान्यमपक्वमर्धपक्वं वाऽरणिकतन्दुलीयकादि तदेतत्सर्वमन्यद्वा शस्त्रानुपहतं न गृह्णीयात्, एवमेव वनस्पतिविशेषा उत्पलतन्नालादयोऽग्रस्कन्धमूलबीजादीनि चान्यतो દ્રષ્ટવ્યાનિ ૬૦ |
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy