SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ २३२ सूत्रार्थमुक्तावलिः તે કર્મધૂનનના ઉપાયને જણાવીને તેની સફળતા પ્રાપ્ત કરવા માટે અંતકાળમાં પણ સારી રીતે નિર્ધામણા (પસાર થવું) ને કહેવા ઈચ્છતા (ગ્રંથકાર અથવા ભગવાન) ખરાબ-આચરણ કરતા, પ્રાવાદુકશતાનાં = શાક્યાદિ સેંકડોના સંગને દર્શનશુદ્ધિને માટે છોડીને આધાકર્મ આદિનો પણ ત્યાગ કરવો જોઈએ તે કહે છે. સૂત્રાર્થ - શાક્ય આદિના યોગને છોડીને સદોષ આહારાદિ ન ખાવા જોઈએ. ભાવાર્થ :- જેઓનો પ્રકૃષ્ટવાદ છે તે પ્રાવાદુક = શાક્યાદિ. તેઓનો યોગ એટલે સંપર્ક તેને છોડવો જોઈએ. અશન-પાન-ખાદિમ-સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર આદિ દેવું-લેવું આદિ વડે તેઓનો સંપર્ક સારી રીતે છોડવો જોઈએ. સાવદ્ય આરંભના અર્થી તેઓ બગીચા, તળાવ, કૂવા કરવા, પોતાના માટે ભોજન આદિ કરવામાં ધર્મ છે એમ કહેતા ત્રણ કરણ વડે પ્રાણીઓનો સમારંભ કરાવતો, બીજાએ નહીં આપેલ દ્રવ્યને પણ અદત્તાદાનનાં ફળને નહીં ગણકારતા. કેટલાક પરલોક નથી તેવું કહેતા, કેટલાક આલોક નવખંડ પૃથ્વી અને સાત સમુદ્ર સુધી છે તેવું જણાવતાં, બીજા કેટલાક ઉત્પાદ-વિનાશરૂપ આવિર્ભાવ અને તિરોભાવરૂપ લોકની નિત્યતાને અને નદી સમુદ્રાદિની નિશ્ચલતાને જણાવતાં, કેટલાક લોકો લોકને ઈશ્વરકર્તૃક તેમજ સાદિ (આદિ સહિત) સંપર્યવસિત (અંત સહિત) એવો અનિત્ય છે એમ કહેતાં, વળી બીજા કેટલાક લોકને સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન-વિનાશ થતો માનનારા, કેટલાક વળી પાંચભૂતના ફેરફારથી ઉત્પન્ન-વિનાશ થતાં લોકને માનતા, કેટલાક જેની ઉત્પત્તિ જણાતી નથી. એવા સ્વરૂપયુક્ત લોકને કહેતા. પોતે તો નષ્ટ થયેલા જ છે. પરંતુ, બીજાને પણ નષ્ટ કરે છે. અસ્તિત્વ કે નાસ્તિત્વના સાધક હેતુનો ઐકાન્તિક મતમાં સંભવ નથી માટે. એકાન્તરૂપગ્રહથી ગ્રસિત થયેલા લોકો પોતાના ઈચ્છિતને સાધવા માટે શક્તિમાન થતા નથી. જો એકાન્ત જે ગતિ રૂપ છે તે જ લોક છે એમ માનીએ તો તેની સાથે સામાનાધિકરણ અર્થાત્ વત્ સ્તિ તા: યાત્િ એવી વ્યાપ્તિ થાય. પરંતુ એવું નથી લોકનો પ્રતિપક્ષી (વિરૂદ્ધ) અલોક પણ છે જ. વ્યાપ્ય હોય તો વ્યાપક હોય જ. તેથી અલોકનો પણ અભાવ થશે. અને તેની સાથે તેના પ્રતિપક્ષ લોકનો પણ સુતરાં અભાવ થશે. અને લોકત્વ' જો “અસ્તિત્વ'નું વ્યાપક હોય તો ઘટપટાદિ પણ લોકરૂપ થશે, કારણ કે વ્યાપ્ય તે વ્યાપકને વિષે અંતભૂત હોય છે. આ રીતે “પતિ તો' લોક નથી (શૂન્યવાદ) અને બોલતાં તમને લોક છે કે નહીં એ પ્રમાણે પૂછીએ તો જો ગતિ પક્ષ સ્વીકારો તો તે લોક લોકની અંદર છે. એમ કહો તો લોક નથી. એવું કહેવા માટે શક્ય નથી. જો લોકથી બહાર નાસ્તિ તો છે એવું કહેશો તો ઉર વિષા ની જેમ તેનો કોઈ સદ્ભાવ જ નથી. તેનો કોને જવાબ આપવો ? આવું બધું અસમંજસ થતું હોવાથી આવા એકાંતવાદના સર્વ પણ મતને પોતે સ્વયં શોધી શોધીને દૂર કરવા જોઈએ. આવા એકાન્તવાદીઓને મારા વડે કરાયેલ ‘તત્ત્વન્યાયવિભાકર” અને “સમ્મતિતત્ત્વસોપાન એ બંને ગ્રંથમાં છણાવટપૂર્વક નિરાશ કરાયા છે (અહીં પૂ. લબ્ધિસૂરીશ્વરજી મ.સા. સ્વકૃત અન્ય
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy