SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ २१६ सूत्रार्थमुक्तावलिः હવે એકલવિહારીને સાધુપણાનો અભાવ છે તે કારણને જણાવે છે. સૂત્રાર્થ - અવ્યક્તને એકલવિહારીપણું સંયમ અને આત્માની વિરાધનાનો પ્રસંગ હોવાથી યોગ્ય નથી. ભાવાર્થ - અવ્યક્તપણું જ્ઞાન અને વય વડે એમ બે ભેદો છે. જ્ઞાનનું અવ્યક્તપણું ગચ્છમાં રહેલાનું અને ગચ્છમાંથી નીકળેલાનું (એમ બે ભેદો) તેમાં ગચ્છમાં રહેલાનું શ્રત અવ્યક્તત્વ તે આચાર પ્રકલ્પને અર્થથી નહીં જાણતો શ્રુતઅવ્યક્તત્વ જાણવો. નવમા પૂર્વની ત્રીજી વસ્તુ જેના વડે ભણાઈ નથી તે ગચ્છમાંથી નીકળેલ શ્રુતઅવ્યક્ત જાણવો. અને વય વડે અવ્યક્ત ૧૬ વર્ષમાં ગચ્છમાં રહેલો હોય છે. અને ગચ્છમાંથી નીકળેલાને ત્રીશ વર્ષ પહેલાનો છે અને આ પ્રમાણે સંયમ અને આત્મવિરાધનાનો પ્રસંગ હોવાથી જે શ્રત અને વયથી અવ્યક્ત હોય તેને એકાકીવિહાર કલ્પતો નથી. અગીતાર્થપણાને કારણે ઉભય વિરાધનાની શક્યતા હોવાથી જ્ઞાન વડે અવ્યક્ત અને વયથી વ્યક્ત છે તેવા સાધુને પણ એકાકીવિહાર કલ્પતો નથી. અગીતાર્થપણાને કારણે ઉભયવિરાધનાની શક્યતા હોવાથી જ્ઞાન વડે અવ્યક્ત અને વયથી વ્યક્તિ છે તેવા સાધુને પણ એકાકીવિહાર કલ્પતો નથી. બાલપણાને કારણે સર્વથી પરિભવની આપત્તિ હોવાથી મૃત વડે વ્યક્ત અને વય વડે અવ્યક્તને પણ એકાકીવિહાર અકથ્ય છે અને જે સાધુ શ્રત અને વયથી (બન્નેથી) વ્યક્ત છે. તેને કારણે પ્રતિમા (કાયોત્સર્ગ) એકાકીવિહારીપણું અથવા ઉઘતવિહાર કરવો કહ્યું છે. કારણના અભાવે આવા સાધુને પણ એકાકીવિહારીપણું સંમત નથી. એકાકીવિહાર ગુપ્તિ અને ઈર્ષા સમિતિ સંબંધી અનેક દોષોનો સંભવ હોવાથી, કારણ કે એકાકવિહારી સાધુ જો વસતિની શુદ્ધિ જોવા જાય તો કૂતરા વિ.ના ઉપદ્રવનો સંભવ. (એના ઉપયોગનો અભાવ થાય) અને કૂતરા વિ.ને સંભાળવા જાય તો વસતિ સારી રીતે ઈર્યાપથ વિ. (વસતિ) સારી રીતે જોવાનું શક્ય નથી થતું. એવી જ રીતે સમિતિમાં સ્વયં વિચારી લેવું...! તેમજ અજીર્ણ, વાયુ આદિ વ્યાધિ (રોગ) થાય તો સંયમવિરાધના-આત્મવિરાધના અને પ્રવચન હીલનાનો પ્રસંગ આવે છે. ત્યારે ગૃહસ્થવડે રાત્રે જાગતાં સેવા કરતાં અજ્ઞાનતાથી પકાયજીવની વિરાધનાનો સંભવ હોવાથી, સંયમવિરાધના અને ગૃહસ્થ સેવા ન કરે તો આત્મવિરાધના થાય. અતિસાર આદિમાં મૂત્ર, ચંડીલ, કફમાં ખરડાયેલો થાય તો પ્રવચનહીલના થાય. ગચ્છમાં વર્તતા અથવા ઉદ્યતવિહારી જો બિમાર પડે તો બીજા સાધુઓ સીદાતા સાધુને જોઈને બાલ-વૃદ્ધાદિને પ્રેરણા કરે છે તમે આમની સેવા કરો. તેથી જેમ પાણીમાં તરવામાં સમર્થ વ્યક્તિ પોતાને જોડાયેલ કાષ્ઠાદિને પણ તરે છે તેમ ગચ્છમાં બધાં જ સાધુનું પોષણ થઈ જાય, આ સઘળું જોતાં અવ્યક્ત એવો પણ જો ગચ્છમાં રહે તો ઘણા ગુણ છે. અવ્યક્ત અને એકાકી હોય તેમાં અનેક દોષો રહેલાં છે. એ પ્રમાણે જાણીને આગમના અનુસાર હંમેશાં ગચ્છમાં જ રહેવું જોઈએ. ગચ્છમાં રહેલ સાધુથી ક્યારેક ભૂલ થાય તો બીજા પ્રેરણા કરે ત્યારે તેમના ઉપદેશની અવગણના કરીને સાચા ધર્મનો વિચાર કર્યા વગર, કષાયના વિપાકરૂપ કડવા ફળને વિચાર્યા
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy