SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्र १७३ वाऽऽधारभूतं क्षेत्रं क्षेत्रमूलम्, तदुत्पत्तिव्याख्यानयोनिमित्तभूतः कालः कालमूलम् । भावमूलन्तु त्रिविधम्-औदयिकभावमूलमुपदेष्टमूलमादिमूलञ्चेति, नामगोत्रकर्मो- दयाद्वनस्पतिकायमूलमनुभवन्मूलजीव एवौदयिकभावमूलम्, यैः कर्मभिः प्राणिनो मूलत्वेनोत्पद्यन्ते तेषामुपदेष्टा मोक्षसंसारयोरादिमूलस्योपदेष्टा सामान्येनोपदेष्टा वाऽऽचार्य उपदेष्टभावमूलम्, मोक्षस्य ज्ञानदर्शनचारित्रतपऔपचारिकरूपेण पञ्चप्रकारो विनयः आदिमूलम्, विषयकषायाः સંસારસ્થતિમૂલમ્ I ૨૨ / જિતાયેલા કષાયલોકથી જલ્દીથી સંસારથી મુક્ત થાય છે એ પ્રમાણે કહ્યું છે તો ત્યાં સંસાર શું છે? તેનું શું કારણ તે બતાવતા કહે છે. સૂત્રાર્થ - સંસાર, કષાય, કામનું મૂલ મોહનીય છે. ભાવાર્થ - પરંપરાએ સંસારનું, કષાયનું, કામોનું પ્રધાનકારણ મોહનીય છે. તેમજ સંસારનું કારણ કષાયો, તેનું કારણ કામો અને તેનું કારણ મોહ છે. એમ સૂચવવાને માટે આ ક્રમ બતાવ્યો છે. ખરેખર ઈષ્ટ અને અનિષ્ટ શબ્દ આદિ વિજયરૂપ કામ એ કષાયોનું મૂળ છે. ઈષ્ટ, અનિષ્ટ શબ્દાદિની પ્રાપ્તિથી રાગ-દ્વેષથી હણાયેલા ચિત્તથી કષાયોની ઉત્પત્તિ થાય છે. અને તે કષાયો સંસારનું કારણ છે, કષાયો કર્મસ્થિતિનું મૂલ છે. કર્મસ્થિતિ હોતે છતે તેઓને સંસાર અવશ્ય થાય છે. અર્થાત્ કર્મસ્થિતિ હોય તો તેને ભોગવવા માટે સંસારમાં રહેવું જ પડે. તેથી શબ્દાદિ વિષયોથી ઉત્પન્ન થયેલા કષાયો કર્મસ્થિતિબંધ દ્વાર વડે કષાયો સંસારનું મૂલ છે અને કર્મોનું મૂળ કષાયો છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ એ બંધ હેતુ હોવાથી આઠે પ્રકારના કર્મબંધમાં મોહનીયને અંતર્ગત કષાયો કારણભૂત છે. કામનું કારણ મોહનીય કર્મ છે. કામ એટલે વિષય (અનંગ-કામદેવ) રૂપ છે. તેના ગુણ શબ્દાદિ પણ કામ શબ્દથી સમજવા જોઈએ. વેદનીયના ઉદયથી કામ થાય છે. વેદ એ મોહનીયમાં સમાવેશ પામેલ જ છે. તેથી જ મોહનીયકર્મ એ સંસારનું મુખ્ય કારણ છે. (મૂલ છે.) દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એમ મોહનીય કર્મ બે ભેદે છે. અરિહંત, સિદ્ધ, ચૈત્ય, તપ, શ્રુત, ગુરૂ, સાધુ અને સંઘ પ્રત્યે શત્રુતા (શત્રુભાવ) રાખનાર જીવ દર્શનમોહનીય કર્મ બાંધે છે. જેના કારણે અનંત એવા સંસાર સમુદ્રની અંદર જીવ ડૂબેલો જ રહે છે. તીવ્ર કષાય, અત્યંત રાગ, દ્વેષ, મોહથી પરાભવ પામેલા જીવ-દેશવિરતિને સર્વવિરતિને ઉપઘાત કરનાર ચારિત્રમોહનીય કર્મ બાંધે છે. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમકિત મોહનીયના ભેદથી દર્શનમોહનીયના ત્રણ ભેદ છે. ૧૬ કષાય, નવ નોકષાયના ભેદથી ચારિત્રમોહનીય પચ્ચીશ ભેદે છે. ત્યાં કામ શબ્દાદિ પાંચ ચારિત્રમોહનીય છે. અને તેની જ અહીં વિવક્ષા છે. કારણ કે તે પાંચ કષાયના સ્થાનભૂત છે. શારીરિક, માનસિકથી ઉત્પન્ન થયેલું તીવ્રતર દુઃખનું પ્રાપ્તિરૂપ ફળ, પ્રિય વિયોગ, અપ્રિય સંયોગ, ધનહાનિ, વિવિધ પ્રકારના વ્યાધિરૂપ ફૂલ દારિદ્રતા આદિ અનેક આપત્તિઓરૂપ
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy