SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्र १६९ લક્ષણ દ્વાર - દર્શન, જ્ઞાન, ચારિત્ર, દેશવિરતિ, દશ લબ્ધિ, સાકાર ઉપયોગ, અનાકારોપયોગ, મન-વચન-કાયારૂપ યોગ અધ્યવસાય, અલગ અલગ રીતે પ્રાપ્ત થયેલ આઠ કર્મનો ઉદય એ પ્રમાણે ત્રસકાય જીવનું સ્વરૂપ છે. પરિમાણ દ્વાર - ક્ષેત્રથી સંવર્તિત ચૌદ રાજલોકના જે પ્રતર છે તેના અસંખ્યાત ભાગમાં રહેલ પ્રદેશના પ્રમાણયુક્ત પર્યાપ્તા ત્રસકાય જીવો છે અને આ જીવો પર્યાપ્ત બાદર તેઉકાય જીવો અસંખ્યાતગુણા છે. ત્રસકાય પર્યાપ્તાથી ત્રસકાય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. કાલથી - જઘન્યપદમાં ઉત્પન્ન થયેલા ત્રસકાય જીવો ૭ થી ૯ સાગરોપમના સમય પ્રમાણવાળા છે અને ઉત્કૃષ્ટપદમાં પણ તેટલા જ સમય પ્રમાણવાળા છે. આ જીવોનું ઉદ્વર્તન અને ઉપપાત જઘન્યથી એક બે અથવા ત્રણ છે અને ઉત્કૃષ્ટથી તો પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રદેશ પરિમાણવાળા જ છે. ત્રસ જીવોની સતત ઉત્પત્તિ અથવા (અને) નાશ જઘન્યથી એક, બે અથવા ત્રણ સમય છે. ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ માત્ર જ છે. કાલથી તો પ્રતિસમય નાશ અને ઉત્પત્તિ છે. એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંતર્મુહૂર્તકાળ ત્રસપણામાં રહીને ફરી પાછો પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટથી બે હજાર સાગરોપમ સુધી નિરંતર ત્રતપણામાં રહી શકે છે. ઉપભોગ દ્વાર - ઉપભોગ માંસ, ચામડુ, વાળ, રોમ, નખ, પીંછા, દાંત, સ્નાયુ, હાડકાં, શીંગડા આદિ ત્રસ જીવોમાં હોય છે. આ જીવોને શસ્ત્ર પણ સ્વકાયશસ્ત્ર, પરકાયશસ્ત્ર, ઉભયકાયશસ્ત્ર રૂપ તેમ દ્રવ્ય અને ભાવના ભેદથી અનેક પ્રકારે છે. શેષ દ્વાર પૃથ્વીકાય જીવોની જેમ જાણવા... અષ્ટવિધયોનિ વાળા આ પ્રમાણે (ત્રસજીવની આઠ યોનિ જણાવે છે.) (૧) અંડજ, પોતજ, જરાયુજ, રસજ, સંસ્વેદન, સમૂચ્છનજ, ઉભિન્નજ, ઉપપાતજ. આ આઠ પ્રકારના ત્રસજીવોના જન્મ છે. તેમાં પક્ષી આદિ અંડજ છે, હાથી વિ. પોતજ, ગાય-મનુષ્ય આદિ જરાયુજ, છાશ વિ.માં થતા ગુદાના કૃમિની આકૃતિવાળા અતિ સૂક્ષ્મજીવો રસજ, માંકડ વિ. સંસ્વેદનજ, પતંગીયા, કીડી વિ. સમૂર્ઝનજ, ખંજનપક્ષી વિ. પક્ષી ઉભિન્નજ, દેવો અને નારકો ઉપખાતજ, સર્વે પણ ત્રસ જીવો આ આઠ પ્રકારે જ ઉત્પન્ન થાય છે. આ ત્રસ જીવો સર્વેને પ્રત્યક્ષ જ છે. ત્રણે કાલ રહેલા સારી રીતે જાણવા યોગ્ય છે. પૂજા (ભોગ ચડાવવો.) મન્ત્રસાધના (વધ કરવો), ચામડી, માંસ, રૂધિર, પિત્ત, ચરબી (પાંખ), પૂંછડા, વાળ, આદિ માટે આતુર એવા જે લોકો હિતની પ્રાપ્તિ અહિતના પરિવાર (ત્યાગથી) શૂન્ય મનવાળા આ ત્રસ જીવોની હિંસા કરે છે. આથી આ જીવો ત્રાસયુક્ત મનવાળા થાય છે, એવું જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાવડે સંવૃત્ત થયેલો હંમેશા અણગારના ગુણોનું રક્ષણ કરે (કરવું જોઈએ.) જેઓ વિષયમાં પ્રવૃત્ત થયેલા તેઓ જીવોની અપેક્ષા રાખતા નથી, કારણ કે રાગ-દ્વેષથી કલુષિત દષ્ટિ થયેલી હોવાથી તેવા જીવોએ સાધુને યોગ્ય ગુણોને છોડી દીધેલા છે. આથી તેવા જીવો નરક વિ. રૂપ ચાર ગતિમાં ભટકે છે.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy