SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ गच्छति उत्पाट्य मृगावत्या संस्तारके निहितो बहिः स्थितस्तद्बाहुः, ततो विबुद्धयार्यचन्दनया 'मिथ्यादुष्कृतं निद्राप्रमादेन मया न प्रहिता त्वम्, किं चायं करश्चालितः?' इत्युक्ता सत्याह-अहिरेति, इतराऽऽह-कथं जानीये? सा प्राह-अतिशयेन, इतरा आह-कतरेण?, सा प्राह-केवलेन। तच्छ्रुत्वा आर्यचन्दना गता पश्चात्तापं पतिता तत्पादयोरिति ॥ ३३ ॥ અવતરણિકા : જે વ્યક્તિ વળી પોતાના દોષને સ્વીકારે છે તેના ગુણને ગ્રંથકારશ્રી દૃષ્ટાંતવડે કહે છે - ગાથાર્થ : પોતાના દોષોને સમ્યમ્ સ્વીકારી (મૃગાવતી સાધ્વી) (ગુરુ)ના પગમાં પડેલા. તેથી ખરેખર મૃગાવતીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. [ ૩૩ || ટીકાર્થ : પોતાના દોષોને સદ્િ = મન-વચન-કાયાની શુદ્ધિથી સ્વીકારીને, “ર' શબ્દથી અપુન:કરણના સ્વીકારપૂર્વક દોષોને સ્વીકારીને (મૃગાવતી સાધ્વી) પગમાં પડેલા. (પ્રશ્ન ઃ કોના પગમાં પડેલા?). ઉત્તર : તેણીના ગુરુના પગમાં પડેલા. આ ઉત્તર ગાથામાં લખ્યો નથી છતાં પ્રસ્તુતના આધારે જણાય છે. તેથી = તે કારણે મૃગાવતીજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ સંક્ષેપાર્થ છે. (ગાથામાં જે જિન શબ્દ છે તે પરોક્ષ વિષયમાં આપ્ત પુરુષોની વાણીને જણાવે છે. એટલે કે ગ્રંથકારશ્રીને મૃગાવતીજીની આ વાત પરોક્ષ છે. પણ છતાં આપ્ત = પૂજ્ય પુરુષોની પરંપરામાં આવી છે. તેથી તે માન્ય જ ગણાય. માટે “શિન = ખરેખર' લખવાં દ્વારા એ વાતનું સૂચન કરી દીધું.) ગાથાનો વિસ્તૃતાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે અને તે કથાનક આ છે : કૌશામ્બી નગરીમાં મહાવીર સ્વામી ભગવાનના સમવસરણમાં વિમાન સહિત ચન્દ્ર અને સૂર્યના અવતરણથી = આવવાથી “કાલ કેટલો થયો?' તે નહીં જાણતી મૃગાવતી સાધ્વી ચન્દનાદિ સાધ્વીઓ ગયે છતે પણ ત્યાં) રહી. ચન્દ્ર અને સૂર્ય ગયા. અંધારું છવાયું. સભ્રમ = ભયભીત એવી તે ઉપાશ્રયે ગઈ. કરાયેલા પ્રતિક્રમણવાળા, સંથારા પર આવી ગયેલા આર્યચન્દના તેણી વડે જોવાયા. આલોચના કરતી એવી તે આર્યચન્દનાવડે અનવસ્થા દોષ નિવારવા માટે = ફરી પોતે કે અન્ય કોઈ આવી ભૂલ ન કરે તે માટે ઠપકો અપાઈ કે “ઉત્તમકુલમાં ઉત્પન્ન થયેલી આપના જેવીને આ યોગ્ય નથી” ( = અંધારામાં ઉપાશ્રયે આવવું યોગ્ય નથી.) તેથી “હું ગુણવાનને = ગુરુણીને ત્રાસ આપનારી છું'' એ પ્રમાણે પશ્ચાત્તાપથી બળતા મનવાળી, રડતી “હે ભગવતી ! મન્દ ભાગ્યવાળી એવી મારી આ એક પ્રમાદ વડે થયેલ ભૂલની ક્ષમા આપો. હું ફરી આવું કરીશ નહીં” એ પ્રમાણે બોલતી મૃગાવતી તેણીના ચરણોમાં પડી. ત્યારબાદ શુક્લધ્યાનરૂપી અગ્નિ વધ્યો, કર્મોરૂપી ઈશ્વન બળ્યું, કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આટલામાં (અર્થાત્ મૃગાવતીજી હજુ ત્યાં બેઠાં બેઠાં પશ્ચાત્તાપ કરતાં હતાં તે દરમ્યાન જ) આર્ય ચન્દના સૂઈ ગયા અને સર્પ તે જગ્યાથી આવતે છતે મૃગાવતીવડે સંથારાની બહાર રહેલો તેમનો = ચન્દનાનો હાથ ઉપાડીને સંથારા પર મૂકાયો. તે કારણે જાગેલી આર્યચન્દનાવડે “મિચ્છામિ દુક્કડમ્ નિદ્રારૂપી
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy