SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ સુખને છોડીને મોક્ષસુખ મેળવવા માટે ચારિત્રમાં પ્રયત્ન કરવાનું કહો છો તે તમારી અજ્ઞાનતાનું સૂચક છે) માટે આ પ્રમાણે તમે કહો નહિ અને મારા ઈચ્છિતને = રાજ્ય સ્વીકારની વિનંતીને કરો = સફળ કરો.” ત્યારબાદ પુનાં = ફરી કહેવાયેલું થાય તે રીતે અર્થાત્ ફરી ફરીને એક જ વાત કહેવાયેલો એવો પણ (બ્રહ્મદત્ત) જ્યારે બોધ નથી પામતો ત્યારે મુનિએ વિચાર્યું કે “આ! (આ રાજા બોધ નથી પામતો તેની) તે આ વાત = હકીકત મને જણાઈ ગઈ કે જ્યારે અમે બંને પૂર્વના ચંડાળના ભવમાં ચિત્ર અને સંભૂત નામના શ્રમણો હતાં ત્યારે અમે બંને ગજપુર ગયા હતાં અને આ રાજા (જે પૂર્વના ભવમાં સંભૂત તરીકે હતો તે) તે નગરમાં ગોચરીને વિષે = ગોચરી માટે પ્રવેશેલો હતો. અને (ગોચરી દરમ્યાન) તેનો નમુચિમંત્રી એ તિરસ્કાર કર્યો = તેને હેરાન કર્યો (કેમકે નમુચિ મંત્રીની ખરાબ વર્તણૂંકના તે મુનિ જાણભેદુ હતા માટે માર મરાવ્યો.). એનાથી ગુસ્સો ઉત્પન્ન થયો હોવાને લીધે તેને આગ છોડવામાં તૈયાર એવા મોઢાવડે ધૂમાડો છોડ્યો. (અર્થાત્ આગ છોડવાની પૂર્વભૂમિકા રૂપે એને મોઢામાંથી ધૂમાડો કાઢવાનું શરૂ કર્યું) (આ જોઈને) આકુળ-વ્યાકુળ થયેલા એવા લોકો પાસેથી વૃત્તાંતને = પરિસ્થિતિને સાંભળીને સનકુમાર નામનો ચક્રવર્તી ત્યાં આવ્યો ત્યારબાદ તે ચક્રી વડે અને મારા વડે પણ છું = માંડ માંડ શાંત કરાયો. પછી બંનેએ અનશન સ્વીકાર્યું. અન્તઃપુર સહિતના ચક્રવર્તીએ તે બંનેને વંદન કર્યા, ત્યારબાદ તે વંદન દરમ્યાન) સ્ત્રીરત્નના કેશના સ્પર્શના અનુભવને લીધે ઉત્પન્ન થયો છે (સ્ત્રી સાથેના ભોગસુખનો) અભિલાષ = ઈચ્છા જેણે એવા, અને મારા વડે (એ અભિલાષ નહિ કરવા માટે) અટકાવાતા એવા પણ તે સંભૂત મુનિ વડે તેની= વૈષયિક સુખની પ્રાપ્તિ માટે નિયાણું કરાયું. તે આ નિયાણુ હમણાં પ્રગટી રહ્યું છે (અર્થાત્ એ નિયાણું પાપાનુબંધી પુણ્યનું કારણ હોવાથી અત્યારે થયેલા તેવો પુણ્યનો ઉદય એને ધર્મબુદ્ધિ પ્રગટ થવા દેતી નથી.) આથી (ગમે તેટલો ઉપદેશ આપવા છતાંય) કાળ = કાળ સર્પવડે દંશ મરાયેલા વ્યક્તિની જેમ આ રાજા જિનવચન રૂપી મંત્ર - તંત્રને માટે અસાધ્ય છે અર્થાત્ ગમે તેટલા સારા પણ જિનવચનો અત્યારે એને સમજાય એમ નથી.” આ પ્રમાણે વિચારીને મુનિ ત્યાંથી વિહાર કરીને નીકળી ગયા અને કાળ વડે = થોડાક કાળ બાદ મોક્ષમાં ગયા. અને ઈતર = બ્રહ્મદત્ત ચક્રી વળી સાતમી નરકમૃથ્વીમાં ગયો. (આ પ્રમાણે પ્રથમ કથાનક પૂરું થયું. એમાં મહાત્માએ ઘણો ઉપદેશ આપ્યો છતાંય બ્રહ્મદત્ત માન્યો નહીં. એ વાત સ્પષ્ટ પણે બતાડી.) હવે બીજુ કથાનક કહે છેઃ પાટલિપુત્ર (પટણા)ના (રાજા) કોણિકના પુત્ર એવા ઉદાયી રાજાએ કોઈક રાજાનું રાજ્ય, પડાવી લીધું હતું. અને હારી ગયેલા એવા તે રાજાનો પુત્ર (નાસી જઈને) ઉજ્જયિની નગરીમાં પહોંચ્યો. અને તે નગરીનો રાજા પણ ઉદાયી રાજા પર દ્વેષ, ઈર્ષાવાળો હતો માટે તેની આગળ આણે (હારેલા રાજાના દીકરાએ) કહ્યું કે :
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy