________________
પ્રસ્તાવના
‘શાસ્ત્રાભ્યાસની કળા’માં જે કળાઓ દર્શાવી છે એની પ્રેક્ટીસ માટે બે ગ્રન્થોનું ભાષાંતર કરવાનું નક્કી કરેલું.
(૧) ઉત્તરાધ્યયન - શાંતિસૂરિવૃત્તિ - અધ્યયન-૧
(૨) ઉપદેશમાળા - સિદ્ધર્ષિગણિવૃત્તિ - ૫૫ જેટલી ગાથા...
એમાં ઉપદેશમાળાનું ભાષાંતર મુનિ રાજહંસવિજયજી અને મુનિ શીલરક્ષિતવિજયજીએ ખૂબ જ મહેનત કરીને પૂર્ણ કરેલ છે.
લેખનક્ષેત્રમાં અને એમાં ય ભાષાંતર ક્ષેત્રમાં તે બંને મુનિઓનો આ પ્રથમ પ્રયાસ છે, વળી સિદ્ધર્ષિગણિવૃત્તિ કંઈ સહેલી નથી... એટલે ભાષાંતરમાં ક્ષતિ રહી ગઈ હોય, તો ક્ષમા આપશોજી.
બંને મુનિવરો તો પ્રશંસાપાત્ર છે જ. પરંતુ મુ. શીલરક્ષિત વિ.ના ગુરુજી પૂ.પં. કલ્પરક્ષિત મ.એ અને મુ. રાજહંસ વિ.ના ગુરુજી પૂ.મુ. વિમલહંસ મ.એ પોતાના શિષ્યોને સંમતિ-અનુમતિ-અનુકૂળતા પ્રદાન કરી, એ કંઈ નાની બાબત નથી. એ બંને ગુરુવરો એટલા જ, કદાચ એનાથી પણ વધારે પ્રશંસાપાત્ર છે. ઈચ્છા છે કે ધીમે ધીમે આખા ગ્રન્થનું ભાષાંતર છપાય.
ખાસ
શાસ્ત્રાભ્યાસની કળા પુસ્તક વાંચી એની કળાઓની પ્રેક્ટીસ આ ગ્રન્થમાં કરતા જશો, તો ‘શાસ્ત્રો કેવી રીતે વાંચવા ?' એની પદ્ધતિ તમારા હાથમાં આવી જશે. આ પદ્ધતિ હાથમાં આવ્યા બાદ તમને એમ લાગશે કે ‘અત્યાર સુધી જે વાંચન કરેલું, એના કરતા હવેનું વાંચન કરવામાં આસમાન-જમીનનું અંતર પડે છે.’
vu
યુગપ્રધાનાચાર્યસમ પૂજ્યગુરુદેવ
પંન્યાસપ્રવર ચન્દ્રશેખર વિ. મ.સાહેબનો શિષ્ય
મુ. ગુણહંસ વિ. જેઠ સુદ-દ્વિતીય ચોથ, વિ.સં. ૨૦૭૦, સાબરમતી, નૂતન ઉપાશ્રય