SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ अविनीत आसनदानादिविनयविकलः, गर्वितः स्वगुणोत्सेकवान् आत्मश्लाघापरो वा, निरवनामो गुरुष्वप्यप्रणतिप्रवणः। स एवम्भूतः साधुजनस्य गर्हितो निन्दितो भवति, जनेऽपि वचनीयतां दुष्टशील इति हीलारूपां लभते प्राप्नोतीति ॥ २६ ॥ અવતારણિકા : વળી ગાથાર્થ જે વ્યક્તિ સ્તબ્ધ = અક્કડ હોય છે, નિરુપકારી હોય છે, અવિનયી હોય છે, ગર્વવાળો હોય છે, નિરવનામ હોય છે તે સાધુજનને વિષે ગર્તા - નિંદા કરાયેલો થાય છે, અને સામાન્ય લોકને વિષે પણ હીલનીયતાને પામે છે ! ૨૬ / ટીકાર્ય ઃ (જે વ્યક્તિ) સ્તબ્ધ એટલે કે નથી નીચું વર્તન જેનું = અક્કડ છે અર્થાત્ (મનમાં અહંકારનો ભાવ હોય એ તો હજી સમજાય પણ) શરીરને વિષે પણ દેખાડ્યો છે માન = અહંકારનો વિકાર જેને એવો હોય છે. (વળી જે) નિરુપકારી એટલે કે કૃતજ્ઞી = કરેલા ઉપકારને પણ ભૂલી જનાર, છૂપાવનાર છે. (વળી જે) અવિનીત એટલે કે (ગુરુને) આસન આપવું વિગેરે વિનયથી રહિત હોય છે. (વળી જે) ગર્વિત એટલે કે પોતાના ગુણોના અહંકારવાળો હોય છે અર્થાત્ મનમાં ને મનમાં ફૂલ્યા કરતો હોય છે અથવા પોતાના (વાચિક) વખાણમાં તત્પર હોય છે. (વળી જે) નિરવનામ એટલે કે ગુરુજનને વિષે પણ નહિં નમસ્કાર કરવામાં તત્પર અર્થાત્ એમની સાથે પણ તોછડાઈપૂર્વક વર્તનારો હોય છે. તે આવા પ્રકારનો અહંકારી વ્યક્તિ સાધુજનને વિષે = સજ્જનોને વિષે નિંદા કરાયેલો થાય છે (અર્થાત્ સજ્જનો એમની સજ્જનતાને લીધે ચારે બાજુ એને વગોવે ભલે નહિં. પણ ઉપેક્ષા કરે અને એઓની ઉપેક્ષા એ નિંદા કરતાં પણ વધુ ભયાનક છે.) અને લોકને વિષે પણ વચનીયતાને એટલે કે “આ વ્યક્તિ દુષ્ટશીલ = ખરાબ, વિનય વગરના આચારવાળો છે” આવા પ્રકારની હીલના રૂપ વચનીયતાને પામે છે. (માટે અહંકાર એ આલોક અને પરલોક બંને ઠેકાણે અહિત કરનાર છે. તેમાં ૨૫મી ગાથા દ્વારા અહંકારની પરલોક અહિતકારિતા કહી અને આ ગાથા દ્વારા આલોક અહિતકારિતા કહી.) II ૨૬ // વિશેષાર્થ : (૧) અહંકારી વ્યક્તિના જે “સ્તબ્ધ' વિગેરે વિશેષણો કહ્યા છે તે બધા અહંકાર દોષના વિકાર રૂપ જાણવા. અહંકાર ને લીધે જ વ્યક્તિમાં આવા બધા દુર્ગુણો ઉભા થવાની શક્યતા વધી જાય છે. லலல
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy