SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રશ્ન : કેમ ‘એકમેક થયેલા’ એવું કહો છો ?) ઉત્તર : કેમકે (બાહુબલીજી) લાકડાની જેમ એકદમ સ્થિર હોવાને લીધે ઠંડી વિગેરેથી એટલી હદે વ્યાપી ગયેલા કે એમના શરીરને અડતાં જ ઠંડી વિગેરેનો અનુભવ થાય. એથી દેખાવમાં માનવાકૃતિ દેખાય અને સ્પર્શતા ઠંડી વિગેરેનો અનુભવ થાય માટે ‘મિશ્રિત થયેલા = એકમેક થયેલા' એમ કહ્યું. (વળી) એક વર્ષ સુધી ભોજન વગર રહેલા એવા બાહુબલીજી તેવા પ્રકારના = આગળ વાર્તામાં કહેવાશે તેવા પ્રકારના ક્લેશને પામ્યા હોત એટલે કે પીડાને અનુભવી હોત (અર્થાત્ ક્યારનાંય કેવળજ્ઞાન પામી ગયા હોત કેમકે એમને દેહદમન, વિષયસેવનનો ત્યાગ તો જોરદાર કર્યો જ હતો પણ છતાં મનમાં અહંકા૨ રમતો હતો એથી કેવલજ્ઞાન ન પામ્યા. માટે નક્કી થાય છે કે ધર્મ એ અહંકારથી નથી થતો પણ અહંકારના અભાવથી થાય છે.) આ સંક્ષેપથી = ટૂંકાણથી અર્થ કહેવાઈ ગયો. = વિસ્તારથી અર્થ એ વાર્તાથી જાણવા યોગ્ય છે અને તે કથાનક આ છે : ચક્રવર્તી એવા ભરતજી (સંપૂર્ણ ષખંડના રાજા બનવા માટે)બધા પાસે પોતાની આજ્ઞા સ્વીકાર કરાવવામાં ઉદ્યમી હતા ત્યારે તેના = ભરતજીના નાના ભાઈઓએ (પોતાના) રાજ્યોને છોડીને ૠષભદેવની પાસે પ્રવ્રજ્યાને સ્વીકારી લીધી અને એ પછી બધાને કેવળજ્ઞાન (પણ) ઉત્પન્ન થઈ ગયું. (આ બાજુ) તેના = ભરતજીના જ ભાઈ એવા બાહુબલીજી વળી આવા પ્રકારના અહંકાર - ક્રોધથી ભરતજીની સામે ઉઠ્યા = માથું ઉંચક્યું. (પ્રશ્ન : કેવા પ્રકારનો અહંકાર થયો ?) ઉત્તર ઃ ‘‘હું શા માટે આના = ભરતજીના ભયથી આજ્ઞાને (આજ્ઞાના સ્વીકારને) કે પછી પ્રવ્રજ્યાને = પ્રવ્રજ્યાના સ્વીકા૨ને કરીશ એટલે કે કરું?'' આવા પ્રકારના અહંકારથી એમને માથું ઉંચક્યું. તેથી બંનેનું પણ પરસ્પર યુદ્ધ શરૂ થયું. એ યુદ્ધમાં દૃષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, બાહુયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, દંડયુદ્ધમાં ભરતરાજા બાહુબલી વડે જીતી લેવાયા. ત્યારે પોતાની બધા યુદ્ધોમાં હારને જોઈને આ ભરતજીવડે વિચારાયું કે : ‘મારા બદલે શું આ = બાહુબલી ચક્રવર્તી છે ? જેથી મને યુદ્ધોમાં હાર આપે જ રાખે છે.’ અહીં વચ્ચે એટલે કે આવો વિચાર તેમના મનમાં ચાલી રહ્યો છે તે દરમ્યાન દેવવડે ભરતજીને ચક્ર અપાયું અને બાહુબલી વડે ગ્રહણ કરાયેલા ચક્રવાળા એવા ભરતજી જોવાયા. પછી બાહુબલીએ વિચાર્યું કે ‘આ ભરતનો હું ચક્રસહિત ભૂક્કો કરી નાંખું. અથવા તો જવા દો. જતું રહ્યું છે મર્યાદારૂપી જીવન જેમનામાંથી એવા આ ભરતજીને મારવા વડે સર્યું. (અર્થાત્ પિતાએ આપેલ રાજ્યને પણ આ પચાવી પાડવા તૈયાર થયેલો હોવાથી એણે મર્યાદાઓ બધી નેવે મૂકી દીધી છે અને મર્યાદા વગરનો વ્યક્તિ મરેલો જ ગણાય માટે મરેલાને મારવાવડે સર્યું.) ૫૭
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy