SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છા થાય તો એ ઈચ્છાથી પ્રેરાઈને એ જો વેષ પરિવર્તન કરે તો શું એટલા માત્રથી એના શરીરમાં થતી ઝેરની અસર મટી જાય? ઝેર ફેલાતુ બંધ થઈ જાય? ના, હરગિઝ એવું ન બની શકે કેમકે ઝેર કપડાએ નહી પણ શરીરે ખાધું છે) તેમ સંક્લેશવાળુ એવું ચિત્તરૂપી વિષ એ અસંયમમાં પ્રવર્તી રહેલા એવા પુરુષને સંસારરૂપ માર= હંટર વડે (સંસારમાં રખડાવવા વડે) મારે છે, (પછી ભલે એને સાંસારિક વેષ બદલીને સાધુ વેષ ધારણ કરી દીધો હોય પણ સંસારમાં જેવું સંક્લિષ્ટ ચિત્ત હોય તેવું ચિત્ત જો છોડવામાં ન આવે તો સાધુવેષગ્રહણ વિગેરે બધું નક્કામું થઈ પડે છે.) તેવાને વેષ પણ બચાવી શકે નહીં. આ પ્રમાણે (દૃષ્ટાંતનો) ભાવ = ભાવાર્થ છે. || ૨૦ | (આ ગાથાદ્વારા વેષમાત્રને પ્રમાણ માનનારાને યુક્તિપૂર્વક હિતશિક્ષા આપી દીધી.) லலல एवं तर्हि भावशुद्धिरेव विधेया, किं वेषेण? नैतदस्ति, पृथिव्यादिरक्षणवद् व्यवहारतो वेषस्यापि भावशुद्ध्युपकारकत्वात्, तद्विकलोऽसौ अकिञ्चित्कर इत्युच्यते, तथा चाह धम्मं रक्खइ वेसो, संकइ वेसेण दिक्खिओमि अहं । उम्मग्गेण पडतं, रक्खइ राया जणवओ य ।। २१ ।। धम्म० गाहा : धर्मं रक्षति वेषः, तद्ग्रहणोत्तरकालं सत्पुरुषाणामकार्यप्रवृत्तेरदर्शनात् । कथञ्चित्प्रवृत्तोऽप्यकार्ये गृहीतवेषः शङ्कत्ते वेषेण हेतुभूतेन, दीक्षितोऽहमिति मत्वा। दृष्टान्तमाह-उन्मार्गेण चौर्यपारदार्यादिना भावोत्पथेन पतन्तं सदाचारगिरिशिखराल्लुठन्तं यथा पुरुषमित्यध्याहारः, राजा रक्षति, तद्दण्डभयेनाऽऽदित एवाप्रवृत्तेः, प्रवृत्तस्यापि शङ्कया निवृत्तेः, जनपदश्च यथा रक्षति, तद्धिक्कारभयेनाप्युन्मार्गप्रवृत्तेर्निवृत्तिदर्शनात्। तथा वेषोऽपीति ॥ २१ ॥ અવતરણિકા : પ્રશ્નઃ આ પ્રમાણે જો હોય અર્થાત્ માત્ર વેષ જો તદ્દન નક્કામો જ હોય તો પછી ભાવની શુદ્ધિ જ કરવી જોઈએ. પછી વેષવડે સર્યું? (અર્થાત્ સંસારમાં રહીને જ ચિત્તની વિશુદ્ધિ માટે પ્રયત્ન ર્યા કરવાનો. પણ સાધુવેષ લઈને શું કામ?) ઉત્તર : ના, એવું નથી અર્થાત્ વેષ પણ કામનો છે. (પ્રશ્ન : કેવી રીતે એ કામનો છે?). ઉત્તર : (નિશ્ચયથી અહિંસાનો પરિણામ જ આદરવા યોગ્ય હોવા છતાં પણ) જેમ વ્યવહારથી પૃથ્વી વિગેરે જીવોનું રક્ષણ = બચાવવાનો પ્રયત્ન એ અહિંસારૂપ ભાવની શુદ્ધિનો ઉપકારક બને છે. તેમ (નિશ્ચયથી ચિત્તશુદ્ધિ કરવા જેવી હોવા છતાં પણ) વ્યવહારથી વેષ પણ સંયમ પરિણામરૂપ ભાવની શુદ્ધિનો ઉપકારક બને છે. અને વેષ એ ઉપકારક બનતો હોવાથી “એકાંતે વેષ નક્કામો છે' એ વાત ખોટી છે. (પ્રશ્ન : તો પછી તમે જે પાછળની ગાથામાં વેષને નક્કામો કહ્યો તે કયાં આશયથી?)
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy