SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ બાકીના લોકોની (લોકોના શ્રુતજ્ઞાનની) અપેક્ષાએ ઉત્કૃષ્ટ છે કામ = શ્રુતજ્ઞાન જેમનું એવા યુગમાં શ્રેષ્ઠ આગમ વાળા, (પ્રશ્નઃ આચાર્યનું શ્રુતજ્ઞાન લો કે બાકીના લોકોનું શ્રુતજ્ઞાન લો બંને શ્રુતજ્ઞાનની અપેક્ષાએ તો સમાન છે તો પછી તમે આચાર્યના શ્રુતજ્ઞાનને કઈ અપેક્ષાએ ઉત્કૃષ્ટ કહો છો?) ઉત્તર : બાકીના શ્રુતજ્ઞાનીઓ કરતાં આચાર્યનું શ્રુતજ્ઞાન બહુ = ઘણું હોય છે (ભણાઈ ચૂકેલા ગ્રંથોની સંખ્યા તથા ઉંડાણ બંને અપેક્ષાએ ઘણું હોય છે.) માટે એઓનું શ્રુત જ્ઞાન ‘ઉત્કૃષ્ટ' કહેલ છે. (૪) મધુર: = પેશલ = મનોહર છે વચનો જેમના એવા, (૫) ગંભીર: = તુચ્છતા વગરના એટલે કે બીજાઓ વડે નથી મેળવાયેલો (હૃદયનો) મધ્યભાગ જેમનો એવા, (સંઘ, સમુદાય, શરીર વિના ગમે તેવા વિકટ પ્રશ્નોમાં કે સારા પ્રસંગોમાં જેમની મુખની રેખાઓમાં બહુ ઝાઝો ફેરફાર ન થાય અને માટે જ એવી પરિસ્થિતિમાં પણ જેમના મનના વિચારો બીજા લોકો ન જાણી શકે એવા,) (૬) વૃત્તિમાન્ = નિષ્પકંપ = અડગ છે ચિત્ત = મન જેમનું એવા, (આપત્તિઓમાં ડગે નહિ એવા મનવાળા) અને (૭) ૩૫શપર:= (શિષ્યો વગેરેને) સત્ = સુંદર(શાસ્ત્રાનુસારી) વચનો વડે રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગમાં પ્રવર્તાવનારા આચાર્ય હોય છે. પતિ’ આ પ્રમાણેની ક્રિયા પ્રસ્તુતના આધારે સમજી લેવાની છે. ગાથામાં જે “ય' = “ઘ' શબ્દ છે તે સમુચ્ચય = બધા વિશેષણોને એકઠા કરવાના અર્થમાં છે અને આ અર્થ અમે ટીકાર્યમાં “અને’ શબ્દનો ઉલ્લેખ કરવા દ્વારા જણાવી દીધો છે. તથા (૮) પ્રતિસ્ત્રાવી એટલે કે કાણાં વગરનું અને પત્થરનું ભાજન = વાસણ જેમ જરાય પાણી ઝરવાના સ્વભાવવાળુ નથી હોતું (અર્થાત્ એમાંથી પાણી જરાય ન ઝરે) તેમ બીજાવડે (વિશ્વાસથી) કહેવાયેલ પોતાની ગુહ્ય = ગુપ્ત વાત વિગેરે રૂપી જલ = પાણીને નહિ ઝરવાના સ્વભાવવાળા (અર્થાત્ બીજાની ગુપ્ત વાત કોઈને પણ ન કહેનારા), (૯) સૌથ: = મૂર્તિ = શરીર માત્ર વડે જ (અર્થાત્ માત્ર હાજરી = અસ્તિત્વ વડે જ) (બીજાઓને) આહલાદ = ટાઢક, પ્રસન્નતા વિગેરેને ઉત્પન્ન કરનાર એવા, (૧૦) સંગ્રહશૌત્ર: એટલે કે તેના = શિષ્ય, વસ્ત્રવિ. તે તે વસ્તુના ગુણોને અપેક્ષીને = આશ્રયીને (અર્થાત્ જે પણ શિષ્ય, વસ્ત્ર વિગેરે વસ્તુ સ્વીકારવાની હોય તે વસ્તુની ગુણવત્તાનો નિર્ણય કરવાપૂર્વક) શિષ્ય, વસ્ત્ર, પાત્રા વિગેરે વસ્તુઓને આદાન = ગ્રહણ = સ્વીકાર કરવામાં તત્પર એવા, (પ્રશ્ન ઃ અપ્રતિસ્ત્રાવી વિ. જે વિશેષણો કહ્યા એ બરાબર હતાં કેમકે એમાં આચાર્યની ગુણવત્તા બતાડવામાં આવી છે જ્યારે “સંગ્રહશીલ' એ કાંઈ આંતરિક ગુણવત્તાનું સ્વરૂપ નથી એ તો ભૌતિક = બાહ્ય, પુણ્યોદયજન્ય વિશિષ્ટતા છે તો એ શા માટે અહીં દર્શાવેલ છે?)
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy