________________
समाप्तं निष्ठां नीतं श्रुतज्ञानं यस्य स समाप्तश्रुतज्ञानी, सर्वधनादेराकृतिगणत्वादिनसमासान्तः । अत:श्रुतकेवलित्वाज्जानन्नप्यवबुध्यमानोऽपि शेषजनबोधनार्थं प्रथमं पृच्छति, पश्चाद्भगवता कथ्यमानं तमिति प्राक्पृष्टमर्थम्, तच्छब्दस्य प्रक्रान्तपरामर्शित्वात्प्राक्पृच्छा गम्यते, विस्मितं सकौतुकम्, हृदयं चित्तम्, रोमाञ्चोत्फुल्ललोचनंतामुखप्रसादादीनां बहिस्तत्कार्याणां दर्शनात् यस्याऽसौ विस्मितहृदयः शृणोति आकर्णयति सर्वं निःशेषं तमर्थमिति। तदिदं गणधरचेष्टितमनुसृत्य तथैव गुरोर्वचः श्रोतव्यमिति भावः ॥ ५ ॥
અવતરણિકા: હવે (અત્યાર સુધી ભગવાનના દૃષ્ટાંતોને લઈને તપ, ક્ષમા વિગેરેનો ઉપદેશ શિષ્યને આપ્યો. હવે) ગણધરના ઉદ્દેશથી= ગણધર ભગવાનના દૃષ્ટાંતને લઈને વિનય ધર્મના ઉપદેશને કહે છે (આપે છે) :
ગાથાર્થ ભદ્ર, પ્રાપ્ત કરાયેલો છે વિનય જેના વડે એવા વળી સમાપ્ત થયેલ = સંપૂર્ણ શ્રુતજ્ઞાનવાળા, એવા પ્રથમ ગણધર (ગૌતમસ્વામી) (ભગવાન વડે કહેવાતાં) અર્થને જાણતાં હોવા છતાં પણ (નવું જ સાંભળી રહ્યા હોય એ રીતે) વિસ્મિત = આશ્ચર્ય પામેલ હૃદયવાળા છતાં (પ્રભુ પાસેથી) બધું સાંભળે છે.
ટીકાર્થ ભદ્ર = કલ્યાણરૂપ અને સુખસ્વરૂપ (એવા ગૌતમ સ્વામી) (પ્રશ્ન : કયા આશયથી તમે ગૌતમસ્વામીને “કલ્યાણરૂપ અને સુખરૂપ કહો છો?)
ઉત્તર : (ગૌતમસ્વામી) તત્ = કલ્યાણ અને સુખ એ છે સ્વરૂપમાં = જીવદળમાં જેની એવા હતાં એથી “કલ્યાણરૂપ અને સુખરૂપ ગૌતમસ્વામી' એમ અર્થ કર્યો છે. અર્થાત્ ગૌતમસ્વામીને વિષે મંગલહિત અને સુખ એટલા આત્મસાત્ થઈ ગયા હતાં જેથી પોતાની અંદર કલ્યાણ અને સુખ હોવા છતાં તેઓ પોતે જ કલ્યાણ-સુખરૂપ કહી શકાય.).
અથવા (ગૌતમસ્વામી)તત્ = કલ્યાણ અને સુખના કારણ (બીજાને માટે) હોવાથી (કાર્યમાં = કલ્યાણ, સુખમાં કારણનો = ગૌતમસ્વામીનો ઉપચાર કરીને) તેઓ પોતે કલ્યાણરૂપ અને સુખરૂપ છે એવો અર્થ કર્યો છે.
(આ હકીક્ત જ છે કેમકે ગૌતમસ્વામીના જે શિષ્યો બનતાં તે કેવળજ્ઞાન પામી જતાં. એથી ગૌતમસ્વામી કલ્યાણ-સુખના કારણ હતાં.)
વિનીત વિનય = (તેમાં પહેલાં “વિનય'નો અર્થ કરે છે) દૂર કરાય છે કર્મ આનાં વડે = વિનય. | વિનીત = વિ = વિશેષથી = પમાયો છે એટલે કે પ્રાપ્ત કરાયો છે વિનય જેના વડે એવા વિનીતવિનયવાળા = વિશિષ્ટવિનયવાળા (ગૌતમસ્વામી), (એઓશ્રીનો વિશિષ્ટવિનય આગળના વિશેષણોથી સ્પષ્ટ રીતે જણાઈ જશે.)
પ્રશ્ન : આ = ભદ્ર વિગેરે વિશેષણવાળા વ્યક્તિ કોણ છે? ઉત્તર પ્રથમ ગણધર= અરિહંત (પ્રભુવીર)ના પ્રથમ શિષ્ય (ગૌતમસ્વામી) (વર્તમાનશાસનની અપેક્ષાએ)