SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અસદશ” = અસમાન એવું વિશેષણ મૂક્યું?) ઉત્તર : (સામાન્યથી એક હકીકત છે કે પોતાના કરતાં કોઈ નીચો વ્યક્તિ આપણને હેરાન કરે, આપણને સંભળાવી જાય એ સહન ન થાય' એથી) “નીચા જનવડે કરાયેલી કદર્થનાઓ દુઃખેથી સહન કરી શકાય એવી હોય છે આવું જણાવવા માટે અહીં ‘ક ’ વિશેષણ મૂક્યું છે. જીવના અંતને કરનારા' આ શબ્દમાં જે “નીવ' શબ્દ છે તે પ્રાણધારી જીવ'ને આશ્રયીને નથી વપરાયો. પણ “જીવવાની ક્રિયાને લઈને વપરાયો છે માટે “નીતિ = ગૌવ:' એમ ન ખોલતાં “નવનું નીવ:' આવી વ્યુત્પત્તિ ખોલી અને એનો અર્થ કરે છે કે પ્રાણોને ધારણ કરવું તે, તે જીવનો = જીવનનો (જ) અન્ત = વિનાશ, તે = વિનાશ કરવાનો છે સ્વભાવ જેનો = જીવાત્ત કરનારા (પ્રશ્ન : એ “જીવના અન્તને કરનારા' કોણ છે?) ઉત્તર : “દુષ્ટ વર્તનો” એમ જણાય છે. અર્થાત્ ગાથામાં લખ્યું નથી પણ પ્રસ્તુતને આધારે જણાય છે. તિ' = આવા પ્રકારના (આનો અન્વય “જીવાત્ત કરનારા' શબ્દની પહેલા કરવાનો છે. એથી આવા પ્રકારના જીવના અન્તને કરનારા” આવો અર્થ થશે.) (પ્રશ્ન ઃ આવા પ્રકારના એટલે કેવા પ્રકારના?) ઉત્તર : “રૂતિ' શબ્દ વડે “ઉપસર્ગના કાળ દરમ્યાન થનારા, પ્રાણનો નાશ કરવામાં હોંશિયાર = સમર્થ એવા સંગમનું પ્રભુ તરફ ચક્ર છોડવું વિગેરે પ્રકારને ગ્રંથકારશ્રી બતાડે છે. (અહિંયા પાછો ઉપરનો અન્વય સહિતનો અર્થ જોઈ લેવો પછી આગળ વધવું.) હવે શિષ્યને આશ્રયીને કહે છે કે : (તો) આ = અનન્તર - હમણાં પ્રભુના દૃષ્ટાન્ત દ્વારા કહેવાયેલી = આવા પ્રકારના સ્વરૂપવાળી એટલે કે આપણા પ્રાણનો ત્યાગ કરાવવામાં પ્રવૃત્ત = પ્રયત્નવાળો એવો પણ પર= બીજો વ્યક્તિ હોતે છતે માધ્યચ્ય કરવાં = “શરીરને વિષે રાગ નહીં તથા ઉપસર્ગ કરનારને વિષે દ્વેષ નહિ” એવો મધ્યસ્થભાવ ધારણ કરવા સ્વરૂપ ક્ષમા સર્વસાધુઓની હોય (આ જ પંક્તિનો ભાવાર્થ બતાડે છે કે) ભગવાનના અનુષ્ઠાનને = ઉપસર્ગો વખતે પણ ક્ષમા રાખવા રૂપ અનુષ્ઠાનને હૃદયમાં ધારણ કરીને = વિચારીને એ પ્રમાણે સર્વ સાધુ ભગવંતો વડે પ્રાકૃત = સામાન્ય લોકવડે કરાયેલા એવા પણ તર્જન = તિરસ્કાર, તાડન = માર વિગેરે ઉપસર્ગો સહન કરવા યોગ્ય છે = એ વખતે ઉપર કહેલ મધ્યસ્થભાવ કેળવવા યોગ્ય છે. (પણ એની જગ્યાએ એવા અવસરે આમ ન વિચારવું જોઈએ કે - “આવો નાનો-અમથો માણસ મને તિરસ્કારી - મારી જાય એ કેમ ચાલે? આને સબક શીખવાડવો જ જોઈએ' વિગેરે.) વિશેષાર્થ ઃ (૧) પ્રશ્ન ઃ અહીંયા ટીકાકારશ્રી ભગવાન્ ઋષભ ઉપસર્ગ વગર વિચર્યા' એમ કહે છે. જ્યારે આગળની બીજી ગાથામાં “બંનેય પ્રભુ ઉપસર્ગ-પરિષહ સહન કરવા માટે જગતને વિષે
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy