SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ કેમકે હમણાંના = દુષમકાળના જીવોને ચક્ષુ સ્વરૂપ જે આગમ પદાર્થ છે તેના ભાષક = બોલનારા પ્રભુ વીર છે માટે તેઓ ચક્ષુ સમાન છે. (અર્થાતુ હમણાંના જીવોને સાક્ષાત્ દેશનાનું શ્રવણ શક્ય નથી માટે પ્રભુવીર સીધેસીધા ચક્ષુ સ્વરૂપ નથી પણ ચક્ષુ સ્વરૂપ જે આગમ' નામનો પદાર્થ છે તેના ભાષકરૂપે પ્રભુ હોવાથી ઉપચારથી પ્રભુવીરને ચક્ષુ કહી દીધાં.) (ચક્ષુથી વસ્તુ દેખાય = જણાય તેમ આગમથી વસ્તુ જણાય માટે આગમ ચક્ષુ સમાન છે.) તિ' શબ્દ એ પ્રથમ ગાથાની ટીકાની સમાપ્તિનો સૂચક છે. વિશેષાર્થ ઃ (૧) “તિલક' શબ્દનો સીધેસીધો અર્થ “આભૂષણ વિશેષ = કપાળ પર લગાડવામાં આવતું આભૂષણ' આવો થાય. હવે અહીં એ અર્થ નહોતો લેવો પણ એ તિલકથી જે શોભા રૂપ કાર્ય થાય એ કાર્ય લેવું હતું માટે ટીકાકારશ્રીએ તિલક = શોભાવનાર (મંડન) એ પ્રમાણે ભાવાર્થ બતાડી દીધો અને એ હકીકતને સૂચવવા એમને “રૂતિ માવ:' શબ્દ લખી દીધો. (૨) વ:' આ શબ્દ બીજા અર્થમાં પુલિંગ જ રહેવા દઈ બંને પ્રભુના વિશેષણ તરીકે બનાવી દીધો. એટલે પ્રથમ અર્થ પ્રમાણે બીજા અર્થમાં કોઈ “પ્રાકૃતતાતુ' હેતુ મૂકવાની આવશ્યકતા ઊભી થશે નહીં. லலல अधुनैतदुद्देशेनैव तपःकर्मोपदेशमाह संवच्छरमुसभजिणो छम्मासा वद्धमाणजिणचंदो । इय विहरिया निरसणा, जएज एओवमाणेणं ॥ २ ॥ संवच्छर० गाहा : संवत्सरं - वर्षम् ऋषभजिन: - प्रथमतीर्थकरः, षड्मासान् वर्द्धमानजिनचन्द्रःश्रीवर्धमानाभिधानः प्रधानत्वात् श्रुतादिजिननक्षत्रराज इत्यर्थः, इत्येवमेतौ विहतावुपसर्गपरीषहसहनार्थं पर्यटितौ निरशनौ-निर्भोजनौ उपोषितौ इति स्वरूपं निवेद्य शिष्यं प्रत्याह- 'यतेत' तपःकर्मणि यत्नं कुर्याद् भवान्, 'एतदुपमानेन' ऋषभवर्द्धमानोपमयेत्यर्थः । तथाविधशक्तिविकलत्वादशक्यानुष्ठानोऽयमुपदेश: इति चेत्, नैतदस्ति, इदं हीह तात्पर्यम्-यदि तावद् भगवन्तौ चरमदेहत्वाद्यथाकथञ्चिन्मुक्तिगामिनावप्येवं विहतौ अतोऽन्येन सन्दिग्धमुक्तिगमनेनैकान्तिकमुक्तिकारणे तदुक्ततप:कर्मणि यथाशक्ति सुतरामादरो विधेयः, भगवद्भ्यां स्वयमाचरणेन दर्शितत्वादिति। एतत्कथानके सुप्रसिद्धत्वान्न कथिते ॥ २ ॥ અવતરણિકા ઃ હવે “તદ્' = આ બંને પ્રભુના ઉદ્દેશ વડે જ = એઓને લક્ષ્યમાં રાખીને જ તપરૂપી ક્રિયા વિષયક ઉપદેશને કહે છે : (અર્થાત્ “જેમ બંનેય પ્રભુએ વિશિષ્ટ તપ કર્યા તેમ તમે પણ એવા તપના આચરણ વિષે પ્રયત્નશીલ બનો' એવો ઉપદેશ હવેની ગાથા દ્વારા ગ્રંથકારશ્રી આપે છે.) ગાથાર્થ ઃ એક વર્ષ સુધી ઋષભજિન અને છ મહિના સુધી વર્ધમાન નામના જિનચંદ્ર (કેવલીઓને વિષે ચંદ્ર સમાન) આ પ્રમાણે (આટલા કાળ સુધી આ બંને પ્રભુ) ખાધા વગર વિચર્યા (તેથી) તેઓના દૃષ્ટાંતને લઈને આપે) યત્ન કરવો જોઈએ. / ૨ //
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy