SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષણ તરીકે એનો નિર્દેશ દુષ્ટ નથી. આના વડે = આ ‘છ્યો નવૂ તિદુયળસ્ત્ર' વિશેષણ વડે પ્રભુની પાર્થસંપત્તિ = ૫ર માટેની સંપત્તિને (ગ્રંથકારશ્રી) કહે છે. (અર્થાત્ પ્રભુ દેશના આપનાર હોવાથી લોકોના ચક્ષુ સમાન થાય છે. એથી પ્રભુની ‘દેશના’ નામની સંપત્તિ એ ૫૨ માટે ઉપયોગી સંપત્તિ છે.) વિશેષાર્થ : (૧) ‘તોયતે’ દ્વારા ‘સ્રો’ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ કહ્યો અને ‘પન્નાસ્તિાયાત્મળ:’ એના દ્વારા રુઢિ - અર્થ બતાડ્યો છે. જો એ ન બતાવે તો માત્ર વ્યુત્પત્તિ - અર્થવાળા ‘તો’ શબ્દથી ‘ઉર્ધ્વલોક – તિર્હાલોક વિગેરે’ પણ અર્થ કરી શકાય જે અહીં સંગત થઈ શકે એમ નથી કેમકે એ અર્થ લેતાં માત્ર લોકાકાશ જ આવે. જ્યારે પ્રભુ કેવળજ્ઞાન વડે લોકાલોક ઉભયના પ્રકાશક છે. અને એમનું ઉભયનું પ્રકાશકપણુ એ ‘ભોળ’ શબ્દનો ‘પન્નાસ્તિળાયાત્મજ’ અર્થ કરતાં જ સ્પષ્ટ થઈ શકે એમ છે. કેમકે એમાં આકાશાસ્તિકાય આવી જાય અને આકાશાસ્તિકાય એ લોકાલોક બન્નેય સ્થળે છે. (૨) ‘તુ’ શબ્દ અહીં‘વળી’ના અર્થમાં છે. એનાથી આવો અર્થ થાય કે ‘આગળના બે વિશેષણો વડે ‘લોકોત્તમપણું’ વિગેરે કહ્યું હતું. આ વિશેષણ વડે વળી સ્વાર્થસંપત્તિને કહે છે.’ (૩) ‘ત્રિભુવન’ શબ્દ ક્ષેત્રનો સૂચક છે અને દેવ વિગેરે ક્ષેત્રી - ક્ષેત્રમાં વસનારા છે. હવે અહીં ‘ત્રિભુવન’નો જ અર્થ કરી દીધો ‘.... તિર્યરૂપ' તો એમાં ક્ષેત્રીનો ક્ષેત્રમાં ઉપચાર કરી દીધેલો જાણવો અર્થાત્ ક્ષેત્રને જ ક્ષેત્રી સ્વરૂપે ઓળખાવી દીધો અને આવો ઉપચાર કરવો અહીં આવશ્યક એટલા માટે છે કે પ્રભુ એ દેશના દ્વારા વ્યક્તિઓને વિષે જ્ઞાનના કારણ બને છે. નહીં કે ક્ષેત્રને વિષે જ્ઞાનના કારણ કેમકે ક્ષેત્ર એ જડ હોવાથી એમાં જ્ઞાન સંભવી ન શકે. માટે ‘ત્રિભુવન' શબ્દનો યથાશ્રુતાર્થ ન કરતાં ઉપચરિતાર્થ ટીકાકારે કર્યો છે. (૪) પ્રશ્ન ઃ તમે ટીકાર્થમાં ‘વિશિષ્ટ’નો અર્થ ‘માર્ગાનુસા૨ી ભવ્ય' એવો કેમ કર્યો? એને બદલે વિશિષ્ટ = ‘એશ્વર્ય વિગેરેવાળા' વિગેરે અર્થ ન કરી શકાય? ઉત્તર ઃ પ્રભુ દેશનાથી સમ્યજ્ઞાન માર્ગાનુસારી, ભવ્ય એવા જ દેવ વિગેરેને થાય, નહીં કે બધા એશ્વર્યાદિવાળાને, કેમકે એશ્વર્યાદિવાળા તો સંગમ વિગેરે અભવી, દુર્ભાવી જીવો પણ હોઈ શકે છે અને એઓને દેશનાથી બોધ થતો નથી. જ્યારે અહીં ‘પ્રભુ દેશના દ્વારા દેવાદિના સમ્યગ્ જ્ઞાનના હેતુ છે’ એવું જણાવવું છે. માટે ટીકાકારશ્રીએ હોંશિયારીપૂર્વક ‘વિશિષ્ટ’ શબ્દ મૂકીને ‘માર્ગાનુસારી, ભવ્ય’નું સૂચન કરી દીધું. (‘વિશિષ્ટ' શબ્દથી અન્ય પણ અર્થો - શુક્લપાક્ષિક વિગેરે કરી શકાય. પરંતુ કોઈ પણ અર્થ ક૨વામાં એટલો ખ્યાલ રાખવો કે એવા અર્થવાળા જીવોમાં એ કરેલ અર્થ સમ્યજ્ઞાન થવામાં હેતુરૂપ હોવો જોઈએ.) (૫) અહીં‘ગમન’નો અર્થ ‘જવું’ એમ ન કરતાં ‘બોધ’ અર્થ કરવાનો છે. (ગત્યર્થવાળા ધાતુઓ જ્ઞાનબોધ અર્થમાં પણ વપરાય છે.)
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy