SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાર્ય સ્ત્રોક્યત... જે જણાય તે લોક (અને એ લોક તરીકે અહીં ઉર્ધ્વ લોક વિગેરે રૂપ ન લેતાં) પાંચ અસ્તિકાય (ધર્માસ્તિકાય વિગેરે) રૂપ લોક લેવાનો છે. એ લોકના = લોકને પ્રકાશિત કરવા માટે સૂર્ય જેવા છે માટે સૂર્ય (આ બન્નેય અરિહંત પરમાત્મા છે.) પ્રશ્ન ઃ સૂર્ય તો પોતાના કિરણો વડે લોકને પ્રકાશિત કરે છે એ અમે સ્પષ્ટ પણે જોઈ શકીએ છીએ. પણ પ્રભુ જો સૂર્ય જેવા હોય તો એ કેવી રીતે લોકને પ્રકાશિત કરે છે?) ઉત્તર : પ્રભુ કેવલજ્ઞાનરૂપી પ્રકાશવડે પાંચઅસ્તિકાયરૂપ લોકને પ્રકાશિત કરનારા છે = જણાવનારા છે. માટે એમને અમે સૂર્ય જેવા કહ્યા છે. (પ્રકાશિત કરવું એટલે વસ્તુ જણાવવી. જેમ સૂર્ય પ્રકાશ વડે વસ્તુને જણાવે છે તેમ પ્રભુ કેવલજ્ઞાન વડે વસ્તુને જણાવે છે માટે સૂર્ય જેવા પ્રભુ છે.) (પ્રશ્ન : પ્રભુ કેવા સૂર્ય જેવા છે?) ઉત્તર : એક = અદ્વિતીય સૂર્ય જેવા છે. (અદ્વિતીય = જેની સમાન બીજો કોઈ નથી.) (પ્રશ્ન : પ્રભુ જેમ પ્રકાશક છે, તેમ સૂર્ય પણ પ્રકાશક છે અને જ્યારે પ્રભુ હાજર હતાં ત્યારે સૂર્ય ન્હોતો એવું તો ન્હોતું તો પછી શા માટે તમે પ્રભુને અદ્વિતીય સૂર્ય કહો છો?) ઉત્તર : તમે જે પ્રકાશક સૂર્યની વાત કરો છો એ તો દ્રવ્યસૂર્ય છે અને એ દ્રવ્યસૂર્ય દ્વારા ક્યારેય તેનું = પાંચ અસ્તિકાયરૂપ લોકનું પ્રકાશિત કરવું ઘટી શકે એમ નથી. (જ્યારે પ્રભુ ભાવસૂર્યરૂપ છે અને એઓ કેવલજ્ઞાન દ્વારા સંપૂર્ણ લોકને પ્રકાશિત કરવાનું સામર્થ્ય ધરાવે છે. માટે એઓને અદ્વિતીય સૂર્ય જેવા કહ્યા છે.) આ = “ો નો ડ્રવ્યો' વિશેષણ વડે વળી પ્રભુની સ્વાર્થ સંપત્તિને = પોતાના માટેની સંપત્તિને ગ્રંથકારશ્રી કહે છે. (અર્થાત્ “પ્રભુ પોતાને ઉપયોગી બનતી એવી કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીના ધારક છે.” એવું ગ્રંથકારશ્રી કહી રહ્યા છે. કેમકે કેવલજ્ઞાન વગર અદ્વિતીય સૂર્ય જેવા પ્રભુ બની શકે એમ નથી અને પ્રભુને સૂર્ય જેવા ગ્રંથકારશ્રીએ કહેલ છે, એથી પ્રભુ કેવળજ્ઞાનના ધારક છે એ વાત નક્કી છે. અને કેવલજ્ઞાન એ વળી આત્માનો ગુણ હોવાથી પોતાની સંપત્તિરૂપ કહેવાય.) (વળી પ્રભુ) ત્રિભુવનય... ત્રણ ભુવનના = ત્રણ લોકમાં વસનારા વિશિષ્ટ (= માર્ગાનુસારી, ભવ્ય) દેવ, (વિશિષ્ટ) મનુષ્ય તથા (વિશિષ્ટ) તિર્યંચ રૂપ ત્રણ ભુવનના) ચક્ષુ જેવા છે. (પ્રશ્ન : ચક્ષુ એ જોવાનું સાધન છે અને દેવ વિગેરે બધા પાસે આંખ તો છે જ અને એ આંખ દ્વારા એ લોકો જોઈ શકે છે તો પછી પ્રભુ તેમના માટે “ચક્ષુ જેવા છે' એવું તમે કેવી રીતે કહો છો?) ઉત્તર : જે પ્રમાણે પદાર્થો = જીવાદિ પદાર્થો રહેલા છે તે પ્રમાણે રહેલા તે પદાર્થોના વિલોકન = જોવામાં - જાણવામાં પ્રભુ એ હેતુ છે. (અર્થાત્ પ્રભુની દેશના દ્વારા દેવો વિગેરે યથાસ્થિત જીવ વિગેરે પદાર્થોને સમ્યગૂ રીતે જાણી શકે છે. માટે પદાર્થોને જાણવામાં પ્રભુ એ હેતુ બન્યા. જેમ આંખ ઘટાદિને
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy